‘‘......પ્રત્યેક નાગરિક સમાન અને ન્યાયી વર્તાવના અધિકારી છે. નાગરિકોમાં રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના ઉત્પન્ન થાય, શિક્ષણની સમાન પદ્ધતિ વિકસે, ન્યાયી અને શકિત શાળી રાજય તેમ જ જીવંત, ધબકતા નાગરિક સમાજનું નિર્માણ થાય અને સંસ્કુતિક, પ્રાદેશિક સ્વાયત્તતા સ્વીકારાય એના પર રાષ્ટ્રના અસ્તિત્વનો આધાર છે. એકતા વિનાની વિવિધતા વિભાજનકારી બને, અને વિવિધતા વિનાની એકતા સપાટ, દમનકારી હોય. બન્નેની સહોપસ્થિતિ શકય બનાવવાની છે. ભારતમાં આપણે લઘુમતીઓમાં એકતાની ભાવના જગાવવા આઝાદીની લડતના સમયથી સારો એવો પ્રયાસ કર્યો છે, છતાં હિન્દુ મુસ્લિમ સંબંધમાં સમસ્યા જ રહી છે. હિન્દુત્વવાદીઓએ મુસલમાનોને સમાન નાગરિક તરીકે હજી સ્વીકાર્યા નથી, આ ઠીક ન ગણાય. મોટા ભાગના મુસલમાનો સારા ભાયતીયો-દેશવાસી -દેશપ્રેમીઓ છે. પાકિસ્તાન સાથેના યુદ્ધમાં મુસલમાનોએ અનેક કુરબાની આપી છે. આપણાં સાહિત્ય, સંગીત, કળા, ફિલ્મ, રમત-ગમત ઇત્યાદી તમામ ક્ષેત્રે એમનું પ્રદાન ગણનાપાત્ર, કયારેક કયાંક ચઢિયાતું છે. દેશમાં કાયદાનું રાજ એમણે સ્વીકાર્યું છે, એ રીતે વર્ત્યા છે. રાજકીય હિંસા એમણે ભાગ્યે જ આચરી છે. ભારતીય હોવાનો એમને ગર્વ છે. દેશ પ્રત્યેની એમની વફાદારી વિશે અવારનવાર શંકા ઊભી કરીને એમને અપમાનિત કર્યા કરીશું તો સ્વાભાવિક તેઓ આપણાથી અલગ થતા રહેશે. દેશના બાર કરોડ મુસલમાનો આ રીતે અલગાવની લાગણીથી પીડાયા કરશે તો દેશ ખતમ થઇ જશે.‘‘
(પ્રા. ભીખુ પારેખઃ એક મુલાકાત)
મુલાકાત હિંમત ઝવેરી. નવનીત સમપર્ણ, નવે. ર૦૦ર પેજ ૬ર-૬૩
(પ્રા. ભીખુ પારેખઃ એક મુલાકાત)
મુલાકાત હિંમત ઝવેરી. નવનીત સમપર્ણ, નવે. ર૦૦ર પેજ ૬ર-૬૩
No comments:
Post a Comment