Sunday, November 23, 2008

ઇસ્‍લામ, ભારત, મુસલમાનો અને આંતકવાદ

યહીં પ્‍ો શકિત ભી શાંતિ ભી

યહીં પે અહિંસા કી રોશની ભી

ઇસી લીયે તો બુલંદતર હે

જહાં મેં હિંદુસ્‍તાન વાલે

ઇસ્‍લામ અને  ભારત 

મુસલમાનોની માન્‍યતા પ્રમાણે સૌપ્રથમ માનવી આદમને સ્‍વર્ગમાથી સીધા ભારતની ધરતી પર અલલાહ તઆલાએ ઉતાર્યા, કેટલાયે આરબ લેખકો ભારતને માનવીનુ પૈતૃક ઘર ગણાવે છે, મુસ્લિમ સંશોધકોએ આ વાત પણ લખી છે કે પ્રથમ માનવી આદમ અલૈ. કેટલાક ફૂલ અને છોડ પણ સ્‍વર્ગમાથી સાથે લઇ ભારતમાં ઉતર્યા હતા, જેના કારણે ભારતની જમીન ફળદ્રુપ છે.

        ઇસ્‍લામી માન્‍યતા અનુસાર સ્‍વર્ગની ચાર નદીઓ ધરતી પર વહેતી મૂકવામા આવી છે, જેમાંથી એક ભારતમાં વહે છે.          

        મુસ્લિમ ઇતિહાસકારોએ અન્‍ય્‍ા એક બાબત પણ વિષેશ  રૂપે લખે છે કે અરબસ્‍તાનમાં પેગમ્‍બર મુહમ્‍મદ સાહેબ (સલ)ના નબી હોવાના દાવાને સાભળી પુર્વ ભારતના એક અગ્રણી રાજાએ તેના તરફથી શુભેચ્‍છા મંડળ અરબસ્‍તાન મોકલ્‍યું  હતું અને પયગમ્‍બર સાહેબે એમને આવકારતાં કહયું કે મને ભારતની દિશામાથી ખુશ્‍બૂ આવે છે.

         પયગમ્‍બર સાહેબનું કથન છે કે હઝરત આદમ અલૈ. સૌથી પહેલા માનવી છે અને માણસોમા સૌથી પહેલા હાજી છે,

        અમુક લેખકોના મતે હઝરત આદમ અલૈહીમુસ્‍સલામે હિન્‍દુસ્તાનથ પગપાળા ૪૦ હજ કર્યા છે.

        મકકા શરીફની મુખ્‍ય  ઇમારત એટલે કે ખાનઅે કાબાથી ભારત પૂર્વ દિશાએ છે, અને મકકાની દરેક મહત્‍વની અને પવિત્ર  વસ્‍તુઓ , જેમ કે હજરે અસવદ, મુલ્‍તજમ  કાબાનો દરવાજો , મકામે ઇબ્રાહીમ , સફા અને મરવહની પહાડીઓ, મિના, મુઝદલિફહ, અરફાત અને ભારત  આ બધુ જ પૂર્વ દિશામા છે ભારતીય મુસલમાનો આને પોતાનું સદભાગ્‍ય સમજે છે.

        ભારતની મહાનતા માટે આથી વિશેષ કઇ કહેવાનું નથી . સ્‍વયં ભારતની વિશાળતા, સમૃધ્‍ધતા , વિવિધતા અને ભવ્‍ય  સંસ્‍કૃતિ નો ઇતિહાસ એ ભારતની એવી મહામૂલી દોલત છે કે‍ વિશ્વમા એનો પર્યાય ઉપ્‍લબ્‍ધ  નથી.

         ભારતની આ મહાનતા અને  વિવિધતાનુ મૂળ શું છે ?

         આ મહાનતાનુ મૂળ તેમા વસ્‍તી  વિવિધ લઘુ‍મતિઓ છે, એક જ વાકયમાં  કહીએ તો ભારત લઘુમતિઓનો દેશ છે, તેમા કોઇ પ્રજા કે ધર્મના લોકો બહુમતિમાં હોવાના બદલે વિવિધ  લઘુમતિઓની બહુમતિ છે, અને આ સઘળી લઘુતિઓએ સહઅસ્તિત્‍વ માટે પરસ્‍પરના ભાઇચારની વિકસાવેલ  સંસ્‍કૃતિ  એ જ તેની મહાનતાનું મુળ છે.  એને જ અહિંસા અને બંધુત્‍વનુ મથાળું આપીને ગાંધીજીએ તેમની ચળવળ ચલાવી હતી  અને દેશને એક સુત્રે  બાંધી દીધો હતો, આજે એ સુત્રો અને સંસ્‍કારોનો  અવકાશ સર્જાયો છે, એ જ સઘળી સમસ્‍યાઓનું મુળ છે, આ જ ભારતમા પ્રસરી  રહેલા પરસ્‍પરના આંતકવાદની જડ છે અને એ જ કોમી  વિભાજન  અને રાજકીય પડતીનું  અસલી કારણ છે.

          આપણે જાણીએ છીએ કે આઝાદી પછી આપણા નેતાઓએ વિશેષ કરી નહેરુજી, સરદાર પટેલ, મવલાના આઝાદ વગેરેએ બિન જોડાણવાદી દેશોના સગઠનમાં રહેવાને પ્રાથમિકતા આપી હતી, બલકે ભારત એનો અગેસર દેશ હતો અને દાયકાઓ સુધી આપણે એને અનુસરતા હતા, પરંતુ છેલ્‍લા કેટલાક વર્ષોથી ન્‍યુ વર્લ્‍ડ ઓર્ડરના તાબે થઇ આપણી વિદેશનીતિ‍માં અમુક આકમાણકારી સત્‍તાઓ  તરફે જુકાવ આવ્‍યો છે, હું માનું છું કે આ બાબત જ આ ફસાદ અને ભેદભાવનુ મુળ છે.

         જરા વિચારીએ, ભારતની આઝાદીની સાથે જ ભારતની વિવિધ દિશાઓમાં તેના દુશ્‍મનો  ઉભા થઇ ગયા હતા, પરંતુ કાશ્‍મીર અને પંજાબ સિવાય કોઇ પણ ‍બીજા રાજયના લોકોએ બગાવત નથી કરી. મુસલમાનો બાબત વિચારીએ તો કાશ્‍મીર સિવાય કોઇ પણ રાજયમાં ભારતવિરોધી વિચારધારાને આધાર મળ્યો નથી. શુ આ કોઇ નાની સુની વાત છે?

         દેશ બધુઓએ આ બાબતે ગહનતાથી વિચારવાનુ હુ આહવાન કરુ છુ..........

 

Monday, November 10, 2008

જેહાદની નવી વ્યાખ્યા બનાવો : મુસ્લિમ બૌધ્ધિકો

જેહાદની નવી વ્યાખ્યા બનાવો : મુસ્લિમ બૌધ્ધિકો

ભારતમાં મુસ્લિમ બૌધ્ધિકોની સૌથી મોટી સંસ્થા જમિયત ઉલેમા-એ-હિંદે આતંકવાદ સાથે ખરાબ રીતે વપરાતા શબ્દ જેહાદની નવેસરથી વ્યાખ્યા કરવાની જરૂરીયાત છે તેમ જણાવ્યુ હતુ.

જ્યારે આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિ શંકરે મુસ્લિમ અને આતંકવાદને અલગ પાડવા પર ભાર મૂક્યો હતો.

જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા આતંકવાદને વખોડી કાઢવા આયોજીત એક સંમેલનમાં બોલતા ધ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રીએ જણાવ્યુ હતુ કે મુસ્લિમો અને આતંકવાદને અલગ રાખવા જોઈએ. જો આપણા જ પરિવારનો કોઈ સભ્ય આતંકવાદમાં સામેલ હોય તો તેને અલગ પાડી દેવો જોઈએ અને તેને હાંકી કાઢવો જોઈએ.

જેહાદ શાંતિ સ્થાપવા અને માનવીના પ્રાથમિક અધિકારોની જાળવણી માટે જ છે. આતંકવાદ ગુન્હો છે અને કુરાન તથા ઈસ્લામિક મૂલ્યોમાં તે સૌથી મોટો ગુન્હો છે.

આતંકવાદ સતામણી, ભય અને એક બીજાને મારી નાખવાનુ અને સમાજમાં કાયદા અને કાનૂનને ભંગ કરવાનુ તથા સમાજિક અને રાજકિય નિયમોનો ભંગ કરવાનુ કામ કરે છે. તેથી જેહાદની નવેસરથી વ્યાખ્યા કરવાની જરૂર છે.

જમિયતે આના ઉકેલ માટે 21 મુદ્દાઓની ચર્ચા કરી હતી. જેમાં મુસ્લિમોના શિક્ષણને પણ સામેલ કરવામાં આવ્યુ હતુ. મુસ્લિમ બૌધ્ધિકોએ સૂચવ્યુ હતુ કે મુસ્લિમોએ સ્કૂલો અને કોલેજો ખોલવી જોઈએ જેમાં આધુનિક શિક્ષણ સાથે ખાસ પ્રકારના ધાર્મિક શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ

Saturday, November 08, 2008

મુસલમાન ઓર હિંદુ કી જાન મેરા હિંદુસ્‍તાન, એક સરસ મજાની ગઝલ વીડીયો.

મુસલમાન ઓર હિંદુ કી જાન મેરા હિંદુસ્‍તાન, એક સરસ મજાની ગઝલ વીડીયો.
અજમલ સુલતાન પૂરી, ર૦૦૪.

Wednesday, November 05, 2008

લઘુમતીઓ ઘૃણા કરવા માટેની ચીજ નથી

લઘુમતીઓ ઘૃણા કરવા માટેની ચીજ નથી
થોડા વખત પહેલાં મધર ટેરેસાના જન્મદિવસે સંજોગોવશાત્ બે બાળકો અને તેની માતાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઓરિસ્સાના કંધમાલ જિલ્લામાં સળગાવી દેવામાં આવ્યાં. મધર ટેરેસાને ભારતીય બાળકો પ્રત્યે ખૂબ જ પ્યાર હતો. નક્સલવાદીઓએ કબૂલ્યું છે કે, તેઓએ એક હિન્દુ સંત સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યા કરી હતી, કારણ કે તેઓ ખ્રિસ્તીવિરોધી ગુનાઓમાં સામેલ હતા, પરંતુ આ હકીકત નથી. હકીકતમાં હિન્દુ કટ્ટરવાદીઓ જ આમાં સામેલ હતા.

થોડાં વર્ષ પહેલાં ખ્રિસ્તી મિશનરીગ્રેહામ સ્ટેન્સ અને તેના બે પુત્રોને ઓરિસ્સામાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તેની પત્ની આજે પણ ગરીબોના ઉત્થાનનું કામ કરી રહી છે. નવીન પટનાયક તે સમયે પણ મુખ્યમંત્રી હતા તેમ છતાં પણ તેઓ કટ્ટરવાદીઓ પર ઉચિત પગલાં લેવામાં નિષ્ફળ નીવડયા હતા. ખ્રિસ્તી મિશનરીઓ મફત શિક્ષણ અને દર્દીઓની સેવા આ વિસ્તારમાં કરી રહી છે. આમ છતાં પણ કટ્ટરવાદીઓ સહિષ્ણુ બન્યા નથી. તેઓ ખ્રિસ્તીઓ પર કેટલાક દાયકાથી હુમલાઓ કરી રહ્યા છે. ખ્રિસ્તીઓના બંધારણીય હક્કો માટે કેન્દ્ર સરકારે જવાબદારી સ્વીકારી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઓરિસ્સાની સરકાર ફરી એક વાર પગલાં લેવા નિષ્ફળ ગઈ છે. આ પ્રકારનું નિવેદન રાજ્ય સરકારને સજા કરવા માટે પૂરતું નથી. કારણ કે સરકાર બંધારણીય રીતે ખ્રિસ્તીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે.

છેલ્લાં પાંચ વર્ષમાં ઓરિસ્સા સરકાર જાગી નથી. વિશ્વ હિન્દુ પરિષદે ખોરાપુર અને અન્ય વિસ્તારોમાં તેનું કાર્યક્ષેત્ર વધાર્યું છે. તેઓએ ઘરોનો નાશ કર્યો છે અને તેને બાળી નાંખ્યા છે. ખ્રિસ્તી નિરાશ્રિતો જંગલમાં આશરો લઈ રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર ૧૬ વ્યક્તિઓની હત્યા થઈ છે તેમ જ ૫૫૮ મકાનો અને ૧૭ ચર્ચો બાળી નાખવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીએ આ મામલે સીબીઆઈ તપાસ કરાવવાની માગણીને નકારી કાઢેલ છે.

ગુજરાતમાં આરએસએસના દબાણ હેઠળ વાજપેયી કોઈ પગલાં લઈ શક્યા નહોતા. મનમોહનસિંહની સરકાર પટનાયક સરકારને શા માટે બરતરફ કરતી નથી. રાજ્યમાં બીજુ જનતાદળને ભાજપે ટેકો આપેલ છે તેથી નવી દિલ્હી તેનાથી ગભરાય છે. લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિહિપ જેવાં સંગઠનો સામે પગલાં લેવા હિન્દુઓ પર તેની અવળી અસર પડવાની શક્યતાને લીધે કાઁગ્રેસ તેનાથી ડરે છે. આ પ્રકારનો ડર નમાલાપણું બતાવે છે. જો રાજ્ય સરકારને બરતરફ કરવામાં આવે તો બધાને થાય કે, કાઁગ્રેસ કાયદાનું રક્ષણ કરવા માગે છે. આ જ બાબત લઘુમતીઓમાં એવું પ્રસ્થાપિત કરશે કે, કાઁગ્રેસ બિનસાંપ્રદાયિક મૂલ્યોનું જતન કરી રહી છે. આજે તે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયેલ છે.

આજે ભારતીય સમાજમાં સહિષ્ણુતા અને સાથે રહેવાની ભાવના પાતળી થતી જાય છે. આ પ્રકારની ભાવના ઊભી કરવા માટે અનેક સદીઓ વીતી ગઈ છે. આ પ્રકારની ભાવના લુપ્ત ન થવી જોઈએ. આ બાબત જ દેશને જોડી રાખે છે. આજે દુર્ભાગ્યની બાબત છે કે, કોઈ પણ રાજકીય પક્ષ આજે ચૂંટણીથી આગળ કશું વિચારતો નથી. દેશમાં આવી જૂની ભાવનાઓને જોડી રાખવા માટે કાર્ય કરનાર એવા બહુ ઓછા વ્યક્તિઓ જોવા મળે છે. રાજકીય પક્ષો જે સમજતા નથી કે, દેશમાં ૧૭- કિલોમીટરે પરિસ્થિતિ બદલાય છે અને વસ્તી વચ્ચેના સંબંધોના તાણાવાણા પણ બદલાય છે. પ્રજા એકસાથે રહે તે દેશ માટે જરૃરી છે. રાજકીય પક્ષોને તો કોઈ પણ રીતે સત્તા મેળવવી છે. ગાંધીજીની ફિલોસોફી અને પવિત્રતા હવે રહી નથી. કેન્દ્ર સરકાર અમેરિકા સાથે છેલ્લા બે વર્ષથી પરમાણુ કરાર મામલા પર ધ્યાન આપી રહી છે. નવી દિલ્હીને અન્ય બાબતો પર ધ્યાન આપવાનો સમય જ નથી.

જો સમાજમાં લોકશાહીના પાયાના મૂલ્યોને બચાવવા હોય તો જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ હોય કે સામાન્ય નાગરિક, તેણે સાચું શું છે અને ખોટું શું છે તે સમજવા જાગૃતિ કેળવવાની જરૃર છે અને તેણે સાચું સમજીને તે મુજબ કાર્ય કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ઘણાં વર્ષોથી સરકારી કર્મચારીઓ સાચું શું છે અને ખોટું શું છે તેની ભેદરેખા જ ભૂલી ગયા છે. નૈતિકતા અને અનૈતિકતા જેવું કશું રહ્યું નથી. તેઓ માત્ર સંપત્તિ બનાવવામાં પડયા જેનાથી કરવાના કામો જરાય થતાં નથી. મંત્રીઓ પણ ભ્રષ્ટાચાર કરવામાં જરાય પાછળ નથી.

આ પરિસ્થિતિનો ઉકેલ લાવવો હોય તો ઉકેલ લાવનારે આર્િથક સુધારણાથી શરૃ કરી જમીન કબજે લેવા સુધીની પ્રક્રિયાનો વિચાર કરવો પડે. સરકારનો એક માત્ર ઉદ્દેશ્ય હોય છે કે, વિકાસદર ૩ થી ૯ સુધી પહોંચે અને જેથી જે તાકાતવરો છે તે ટકી શકે. જ્યારે ગરીબ અને નબળા વર્ગ માટે કોઈ અવકાશ નથી. સરકાર હજુ પણ એવી થિયરીમાં માની રહી છે કે, જેટલો વધુ વિકાસદર તેટલા વધુ નીચલા સ્તરના લોકો સુધી વિકાસ. આ ખોટી થિયરી કોઈ પણ રીતે ચાલી શકે તેમ નથી.

વિશ્વ બઁક જે સરકારની આર્િથક મામલામાં માર્ગદર્શક છે તેણે તેના તાજેતરના એક વિશ્લેષણમાં જણાવ્યું છે કે, વિશ્વના કુલ ગરીબ લોકોના ત્રીજા ભાગના લોકો ભારતમાં વસે છે. વિશ્વ બઁકે સૌથી વધુ ગરીબ ગણાતા પૂર્વ આફ્રિકાના દેશો કરતાં પણ ભારતમાં વધુ ગરીબો દર્શાવ્યા છે. જેમાં તે ગરીબ દિવસના ૨ ડોલર કરતાં પણ ઓછું કમાય છે. ભારતના સ્વાતંત્ર્યના ૬૧ વર્ષમાં ગરીબોની સ્થિતિમાં જે સુધારા દર છે તે ૧.૨૫ ડોલર પ્રતિદિન છે. પહેલાં તે ૫૯.૩ ટકા હતો તે હવે ૫૧.૩ ટકા પર આવ્યો છે. આનો અર્થ એ થયો કે, આજે પણ દેશમાં આશરે ૫૦ કરોડ લોકો દિવસમાં રૃ. ૪૦ થી ૫૦ કમાય છે. જો ભારત તેના નાગરિકોનું ભલું કરવા ઈચ્છતું હોય તો તેણે રાજ્યના કલ્યાણકારી મૂળ વિચાર પર પાછું ફરવું પડશે. ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા બાદ જવાહરલાલ નહેરુએ રાજ્યના મુખ્યમંત્રીઓને પત્રો લખ્યા હતા. તેમાં જણાવ્યું હતું કે, “સામાન્ય માણસની જરૃરિયાતોને નજીકના ભવિષ્યમાં જ પોષવી એ સરકારની પોલિસી હોવી જોઈએ.”

એ જ રીતે બિનસાંપ્રદાયિકતાને વેગ મળવો જોઈએ અને તે માટે જરૃરી પગલાં લેવા જોઈએ. બિનસાંપ્રદાયિકતાનો અર્થ હિન્દુ, શીખ, મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ એવો થતો નથી. એનો અર્થ એવો થાય છે કે, જાહેર વહીવટની વાત આવે ત્યારે તેમાં ધર્મ આવવો જોઈએ નહીં. જાહેર હિતને ધ્યાનમાં રાખતા ઘૃણા કરનારાઓને કોઈ ટેકો ન મળવો જોઈએ. લઘુમતીઓ રાષ્ટ્ર માટે વિશ્વાસરૃપ છે. તેઓ કોઈ ઘૃણા કરવા માટેની ચીજ નથી