Thursday, January 31, 2013

વિશ્વના પ્રથમ પ૦ મુસલમાનો


વિશ્વના પ્રથમ પ૦ મુસલમાનો

વર્ષ ર૦૧રમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા શ્રેષ્ઠ પ૦ મુસલમાનોની યાદી

--------------------------------------
            દર વરસે વરસ પૂરું થયે વિવિધ સંસ્થાઓ અને મીડીયા ગ્રુપો વિવિધ માપદંડોના આધારે વરસભરના મહત્વની વ્યકિતઓની યાદી પ્રકાશિત કરે છે. સામાન્ય રીતે સંપિત્ત, શાસન, જ્ઞાન, કૌશલ્ય, કળા, સમાજસેવા અને પ્રજા ઉપર પ્રભાવના આધારે આવી યાદીઓ બનતી હોય છે.
            જોર્ડનની એક સંસ્થા The Royel Islamic Strategic Center છેલ્લા ચાર વરસોથી વિશ્વભરના પ્રભાવી પ૦૦ મુસલમાનોની વૈશ્િવક યાદી પ્રકાશિત કરે છે. શિક્ષાણ - સંશોધન, રાજકરણ, ધામર્િક નેતૃત્વ, સામાજિક પ્રવૃતિઓ, દાવતેદીન, રૂહાનિયત (તસવ્વુફ), વેપાર, સાયન્સ ટેકનોલોજી આર્ટસ અને કલ્ચર, કિરાઅતે કુરઆન, મીડીયા, સ્પોર્ટસ, અને કથિત ઉગ્રવાદ - અલગતાવાદ જેવા ૧૩ વિવિધ ક્ષોત્રોમાં પ્રભાવી મુસલમાનોને આ યાદીમાં શામેલ કરવામાં આવે છે.
            શકય છે કે આ યાદી સર્વસ્વીકૃત ન હોય, કારણ કે સંસ્થા દ્વારા યાદીના સંપાદનની ટેકનીકલ રીત અને માપદંડો દર્શાવવામાં આવ્યાં નથી. છતાં આ યાદી દ્વારા વિશ્વભરમાં મુસલમાનો, ઇસ્લામી દેશો, મુસલમાનોની ચળવળો, મુસલમાન નેતાઓ, એમની જમાઅતો, અને વિશિષ્ટ વ્યકિતઓની સેવાઓ અને એમના પ્રભાવ તેમજ એમની લોકપ્રિયતાની વિસ્તૃત જાણકારી મળે છે.
            સંસ્થાના જણાવ્યા પ્રમાણે વિશ્વભરમાં પોતાને મુસલમાન કહેનાર લોકોની વસતી એક અરબ ૬પ કરોડ છે. જેમાં અહલે સુન્નત વલ જમાઅત (સુન્ની) લોકો ૯૦ ટકા છે. બાકી ૧૦ ટકા લોકોમાં શીઆ, ઇસ્નાઅશરી, ઝૈદી, ઇસ્માઈલી, ઇબાઝી વગેરે ફિરકાના લોકો છે. સુન્નીઓના ચાર સંપ્રદાયોમાં હનફીઓ ૪પ ટકા, શાફેઈ ર૮ ટકા, માલીકી ૧પ ટકા અને હંબલી ર ટકા છે.
            તસવ્વુફ (સુફીવાદ)ના કુલ ૧ર સિલસિલાઓ મુસ્લિમ વિશ્વમાં પ્રચલિત છે. અને વિશ્વના બહુમતિ મુસલમાનો આ બારમાંથી કોઈ એક સિલસિલાથી જોડાયેલા છે. આ ૧ર સિલસિલા નીચે પ્રમાણે છે :
            નકશબંદીયા, ચિશ્તીયા, કાદરીયા, સુહરવદીર્યા, તિજાનીયા, રિફાઈયા, મવલાવિયા, શાઝલીયા, કુબરાવીયા, બદવીયા, ખલવતીયા, યશરુતીયા.
            વૈચારિક અને આઇડીયાલોજી પ્રમાણે મુસલમાનોને આ સંસ્થા દ્વારા ત્રણ ડીવીઝનમાં વહેંચવામાં આવ્યા છે.
            (૧) Traditionel islam    ઓર્થોડોકસ Orthodox કહેવાતા આ લોકો મુસ્લિમ વિશ્વમાં ૯૬ ટકા છે. તેઓ સંસ્કૃતિ, શિક્ષાણ, ઓળખ અને અન્ય દરેક ક્ષોત્રે ઇસ્લામને આગવો અને સંપૂર્ણ ધર્મ માને છે.
(ર) Islamic fundamentalism
            ધર્મ અને વિચારધારાને બીજાઓ ઉપર લાગુ કરવા - થોપવામાં કટ્ટરવાદ અને બળજબરીમાં માનનાર આવા મુસલમાનો વિશ્વભરમાં ૩ ટકા છે.
            (૩) Islamic modernism
            ઇસ્લામને પશ્ચિમના બીબામાં ઢાળીને સમજનારા અને એ પ્રમાણે જ દરેક ઇસ્લામી આદેશ-આદર્શને અપનાવા માંગતા લોકો મુસ્િલમ વિશ્વમાં એક ટકા છે.
            પ૦૦ ટોપ મુસલમાનોમાંથી પ્રથમ પ૦ વ્યકિતઓને રેકિંગ દ્વારા ક્રમવાર નંબર આપવામાં આવ્યા છે. એ બાકીના ૪પ૦ મહાનુભાવોને ક્રમ વગર શામેલ કરવામાં આવ્યા છે.
            ટોપ પ૦ માં સાઉદી અરેબિયાના રાજા અબ્દુલ્લાહને પહેલો ક્રમ આપવામાં આવ્યો છે. એટલે કે તેઓ મુસ્લિમ વિશ્વના સૌથી પ્રભાવી નેતા છે. અઢી કરોડ સાઉદી નાગરિકોના શકિતશાળી રાજા હોવા ઉપરાંત હરમૈનની ઝિયારત માટે આવતા વાર્ષિક ૧ કરોડ ૪૦ લાખ લોકોને સેવા પૂરી પાડવી એમની જવાબદારી છે. પાછલા ચાર વરસોમાં એમણે સામાજિક સેવાઓમાં ૧૦૦ અરબ રૂપિયા ખર્ચ કયર્ા છે. યુનોના વિશ્વ ખાદ્ય પોગ્રામને એક સામટા પ૦૦ મિલિયન ડોલરની સહાય આપીને અત્યાર સુધી સૌથી મોટા સહાયક હોવાનું સન્માન એમણે પ્રાપ્ત કર્યું છે.
            બીજા નંબરે તુર્કીના વડા પ્રધાન રજબ તૈયબ ઉર્દૂગાન Recep Tayyip Erdogan છે. સાડા સાત કરોડ તુર્કી લોકોમાં લગભગ પ૦ ટકા મત એમણે મેળવ્યા છે.  તેઓ સત્તા પર આવ્યા ત્યારે તુર્કી માં ફુગાવાનો દર ૩૪.૯ હતો. 34.9% inflation rate  જે એમની સફળ આથર્િક નીતિઓના પ્રતાપે હવે ફક્તત પ.૭ છે. અને તુર્કી ના ૩૯ વરસના ઇતિહાસમાં The lowest Turkeys inflation rates in 39 years.
            ત્રીજા નંબરે મોરોક્કોના રાજા ૪૯ વર્ષીય મુહમ્મદ - ૬ છે. ૩ કરોડ ર૦ લાખ લોકોના રાજા દેશમાં પોપ્યુલર છે અને પોતાને અમીરુલ મુઅમિનીન કહેવડાવે છે.
            ચોથા નંબરે આરબ વિશ્વની ઇસ્લામી ચળવળ ઇખ્વાનુલ મુસ્લિમીન The  Muslim Brotherhood ના મુશિર્દે આમ General leaders ડો. મુહમ્મદ બદીઅ છે. ૧ર વરસો સુધી જેલમાં રહેનાર આ નેતા મુસ્લિમ વિશ્વના રેકિંગમાં સતત આગળ વધી રહયા છે. ર૦૧૦માં એમનું રેકિંગ દસ હતું, ર૦૧૧માં ૮ માં નંબરે અને ર૦૧ર માં તેઓ ચોથા નંબરે છે. હસન બન્ના શહીદ ઇખ્વાનના પ્રથમ જનરલ લીડર હતા અને મુહમ્મદ બદીઅ ૮ માં લીડર છે. મુસ્લિમ બ્રધરહુડની રાજકીય પાંખ મિસ્રની પાલાર્મેન્ટમાં ર૩પ સીટો સાથે સૌથી મોટી પાર્ટી છે. ઉપરાંત ટયુનિસમાં પણ તેઓ મોટી સૌથી મોટી પાર્ટી તરીકે આગળ છે.
            કતરના અમીર હમ્માદ બિન ખલીફા ષાની પાંચમા સ્થાને અને જોર્ડનના રાજા અબ્દુલ્લાહ સાતમાં નંબરે છે. ઇરાનના સુપ્રિમ લીડર સય્યિદ અલી ખોમેની છઠ્ઠા ક્રમે છે. મિસરની અઝહર યુનિવસિર્ટીના વડા 'શૈખુલ અઝહર' આઠમાં સૌથી પ્રભાવી મુસિલમ નેતા છે. એક હઝાર વરસ જુની આ યુનિ.ના વડાનું નામ શૈખ અહમદ મુહમ્મદ તય્ચિબ છે. અઝહર યુનિ. અને એના સંલગ્ન શિક્ષાણ સંસ્થાનોમાં કુલ પાંચ લાખથી વધારે વિદ્યાર્થીઓ છે.
            ૧૭ હઝાર ટાપુઓના બનેલા દેશ ઇન્ડોનેશિયાના પ્રમુખ નવ (૯) માં નંબરે છે. દસમાં નંબરે તુર્કીના મશ્હૂર લીડર સમાજસેવા, શિક્ષાણ અને મીડયા ક્ષેત્રે આગળ પડતા આગેવાન ફત્હુલ્લાહ ગોલન છે. અનેક હોસ્પિટલો, સ્કૂલો, સામાજિક સેવા સંસ્થાનો, ઉપરાંત એક ટીવી ચેનલ, એક રેડીયો સ્ટેશન, અને એક ઇસ્લામી બેંક તેઓ ચલાવે છે. એમના થકી એક દૈનિક પેપર તુર્કીર્માં અને બીજું અંગ્રેજીમાં પ્રકાશિત થાય છે. એમના દ્વારા પ્રકાશિત થતા માસિક મેગેઝિન sizinti ની સાત લાખ પ્રતો છપાય છે અને ૧૯૭૯થી તેઓ પોતે એનો તંત્રી લેખ lead  article લખે છે. ૧૯૯૯ થી તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે.
            મિસરના રાષ્ટ્રપતિ મુહમ્મદ મુરસી ૧૧ મા નંબરે છે. સીધી ચુંટણીમાં બાવન ટકા વોટ મેળવીને તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે.
            ઓમાનના રાજા સુલ્તાન કાબૂસ ૧રમાં નંબરે અને ઇરાકના સય્યિદ અલી હુસૈન સિસ્તાની ૧૩ માં નંબરે છે. મુસ્લિમ ઇતિહાસમાં રસ ધરાવતા લોકોએ જાણવું જોઈએ કે ઓમાનમાં ખારજી પંથના ઇબાઝી લોકો બહુમતીમાં છે. અને સુલતાન પણ ઇબાઝી પંથમાં માને છે.
            મિસરના મુફતીએ આઝમ શેખ ડો. અલી ગોમા મુસ્લિમ વિશ્વની ૧૪મી પ્રભાવી વ્યકિત છે. એમની વ્યકિતગત લાયબ્રેરીમાં ૩૦ હઝાર કીમતી કિતાબો છે. અને એમના દારુલ ઇફતામાંથી સાપ્તાહિક પાંચ હઝાર મસ્અલાઓનું માર્ગદર્શન (ફતવા) આપવામાં આવે છે. આરબ અમીરાતના શેખ મુહમ્મદ ૧પ માં નંબરે છે.
            મિસરના મશ્હૂર વિદ્વાન અને લેખક ડો. યૂસુફ કરઝાવી ૧૬ માં નંબરે છે. અલજઝીરા ચેનલ ઉપર હીટ પ્રોગ્રામ 'ઇસ્લામી કાનૂન અને જીવન' Islamic Law and Life  الشريعة و الحياةઅત્યંત લોકપ્રિય છે અને લગભગ ચાર કરોડ એના દર્શકો છે, વધુ પડતા આ પ્રોગ્રામમાં શેખ કરઝાવી જ ચર્ચાના જવાબો આપે છે. મિસરમાં પરિવર્તન પછી જયારે તેઓ મિસર પાછા ફર્યા તો એમના જુમ્માના ખુત્બહમાં ૧૦ લાખ લોકો તહરીર ચોકમાં ભેગા થયા હતા. અત્રે આ પણ યાદ રાખવું ઘટે કે આરબ દેશોમાં ફૂંકાયેલા પરિવર્તનના પવનમાં બહુમતી લોકોની ઇચ્છા પ્રમાણે જે ઇસ્લામ તરફી શકિતઓ આગળ આવી રહી છે, એમાં કતર સ્થિત શેખ કરઝાવી મોટો ભાગ ભજવી રહયા છે.
            પાકિસ્તાનની તબ્લીગી જમાઅતના અમીર જનાબ હાજી અબ્દુલ વહાબ સાહેબ ૧૭ માં સૌથી મોટા મુસ્લિમ આગેવાન છે. ૯૦ વર્ષીય હાજી સાહેબ તબ્લીગ ચળવળના ઝિમ્મેદારોમાંથી છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે વિશ્વના ૧ર૦ દેશોમાં તબ્લીગ જમાઅતનું નેટવર્ક સક્રિય છે. અલબત્ત તબ્લીગ જમાઅતના ઝિમ્મેદારોના જણાવ્યા પ્રમાણે વિશ્વના ૧૯૦ દેશોમાં જમાઅતના કાર્યકરો, મરકઝો, સક્રિય રીતે દીનની દાવતનું કામ કરે છે.
            ઉપરોકત યાદીમાં સ્થાન મેળવનારા બધા જ નેતાઓ અને વિદ્વાનોના ફોટા આપવામાં આવ્યા છે, અલબત્ત હાજી અબ્દુલ વહાબ સાહેબના ફોટાના સ્થાને રાયવંડના તબ્લીગી ઇજતેમાનો ફોટો આપવામાં આવ્યો છે.
            સઉદી અરેબિયાના મુફતીએ આઝમ શેખ અબ્દુલ અઝીઝ ૧૮ માં નંબરે છે. એમની ઉમર ૭૦ વરસની છે, અને પ૦ વરસથી તેઓને આંખે દેખાતું નથી. મક્કા સ્થિત આ વિદ્વાન સલફી ચળવળના અગ્રણી ગણાય છે અને જાહેરમાં આતંકવાદ અને ત્રાસવાદ બાબતે અલકાયદાનો વિરોધ કરે છે.
            ઇન્ડોનેશિયાની નહઝતુલ ઉલમાન નામી સંસ્થાના વડા સઇદ અકીલ ૧૯ માં નંબરે છે. સઉદીયાના ખ્યાતના વિદ્વાન સલમાન અવદહ ૧૯ માં નંબરે છે. ફેસબુક ઉપર એમને ૧૦૩૭ર૯ર  લોકોએ પસંદ કર્યા છે. પ૩ પુસ્તકોના લેખક છે અને એમના ટીવી પ્રોગ્રામો પણ લોકપ્રિય છે.
            ર૧ માં નંબરે શામનાં એક આલિમહ ખાતૂન શેખહ મુનીરહ કુબૈસી છે. ટોપ પ૦ માં તેઓ પ્રથમ મહિલા છે. તેઓએ પણ એમનો ફોટો આપવાનો ઇન્કાર કર્યો છે. દમાસ્કસમાં એમના દ્વારા ૮૦ થી વધારે સ્કૂલો ચલાવવામાં આવે છે. એમના મદરસાઓમાં કુર્આને કરીમ અને હદીસની છ કિતાબો પણ મોઢે કરાવવામાં આવે છે.  નાઇજેરીયાના દીની, ધાર્મિક અને રૂહાની અમીર અને સોકોટો ખિલાફત ચળવળના વડા Sokoto Caliphate અમીરુલ મુઅમિનીન શેખ સુલતાન મુહમ્મદ સઅદુ અબૂબક્ર ર૦ માં નંબરે છે. ૧૮૦૪ ઇ.માં નાઇજેરીયાના ઉત્તરે ૩૦ વિવિધ પ્રદેશોની સત્તાઓને એક કરીને સોકોટો ખિલાફત Sokoto Caliphate ની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૦૩માં આ ખિલાફતના રાજકીય શાસનનો અંત આવ્યો હતો, અલબત્ત વર્તમાનમાં પણ ચળવળનું વડું પદ એક ધાર્મિક નેતૃત્વ ઉપરાંત નાઈજેરીયાના રાજકરણમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને સરકારી સમજૂતીના આધારે વિશેષ મોભો પણ ધરાવે છે. ફિકહે માલિકીને અનુસરતી આ જમાઅત તસવ્વુફમાં કાદરી સિલસિલામાં જોડાયેલી છે. ર૦૦૪માં નાઇજેરીયામાં ઉપરોકત ખિલાફતના ર૦૦ વરસ પૂરા થવા ઉપર એક મોટા સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજકાલ સોકોટો નાઇજેરીયાનું એક રાજય ગણાય છે.
            તીજાનીયા આફ્રિકા ખંડમાં પ્રચલિત તસવ્વુફનો સિલસિલો છે. એના વર્તમાન મુરશિદ અને શેખ અહમદ તીજાની મુસ્લિમ વિશ્વમાં ર૩ માં નંબરે પ્રભાવશાળી વ્યકિત ગણવામાં આવ્યા છે. આફ્રિકા ખંડમાં લગભગ ૧૦ કરોડ મુસલમાનો આ સિલસિલામાં જોડાયેલા છે. સેનેગાલમાં એમના વાર્ષિક  ઇજતેમામાં ૧૦ લાખથી વધારે લોકો ભાગ લે છે.
            તુર્કીના રાષ્ટ્રપતિ અબ્દુલ્લાહ ગુલ ર૪ માં નંબરે છે. અને બ્રુનેઈના સુલતાન હાજી હસન બલકીયા રપમાં નંબરે છે. દુનિયા સૌથી ધનવાન વ્યકિત તેઓ ગણાય છે. એમના મહેલમાં ૧૮૦૦ રૂમ છે. ૪ લાખની વસતી ધરાવતા દેશના આ રાજા પાસે હઝારો કારો છે. જેમાં ૬૦૦ કારો Rolls Royce છે. લગભગ ૪૦ અરબ ડોલરથી વધારેની સંપત્તિ તેઓ ધરાવે છે. માથાદીઠ સૌથી વધુ આવક ધરાવતા દેશોમાં બુ્રનેઈની ગણના થાય છે.
            ભારતના મુફતી મુહમ્મદ અખ્તર રઝાખાન અઝહરી ર૬ માં સ્થાને છે. તેઓ મવલાના અહમદ રઝાખાન બરેલ્વી સાહેબના પપોત્ર છે. તેઓ કાઝીયુલ કુઝાત અને તાજુશ્શરીઆનો લકબ ધરાવે છે. ૧૯૬૬ માં અઝહર યુનિ.માં એમણે પ્રથમ ક્રમ મેળવીને તાલીમ પૂર્ણ કરીને તે સમયના પ્રમુખ જમાલ અબ્દુન્નાસિરના હાથે એમણે જામિઅહ અઝહર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
            મશ્હૂર આલિમ શેખ સઇદ બૂતી ર૭ માં નંબરે અને ઇઝરાઇલ વિરોધી, ઇરાન સમર્થક હિઝબુલ્લાહ (લેબનોન)ના વડા જનરલ હસન નસરુલ્લાહ ર૮માં ક્રમે છે. મોરેતાનિયાના લેખક શેખ અબ્દુલ્લાહ ર૯માં નંબરે અને યમનના ઝૈદી ફિરકાના વડા મુહમ્મદ બિન ઉમર ૩૦ માં સ્થાને છે.   પ્રિન્સ આગાખાન ૩૧ માં સ્થાને છે.
            ૩ર મો નંબર પાકિસ્તાનના મશ્હૂર વિદ્વાન મુફતી મુહમ્મદ તકી ઉસ્માની સાહેબનો છે. ઇસ્લામિક ફાઇનાન્સ અને ફિકહ - હદીસમાં વિશેષ સેવાઓ અને આધુનિક સ્પષ્ટીકરણની એમની સેવાઓએ મુખ્યતવે એમને આ સ્થાન આપ્યું છે.
            ૩૩ માં નંબરે શામની વર્તમાન ઝેદી શીયા સરકાર દ્વારા દેશનિકાલ કરવામાં આવેલ સુન્ની વિદ્વાન મુહમ્મદ અલી સાબૂની છે. ત્યાર પછી ૩૪ માં સ્થાને મિસરના નવયુવાન પ્રચારક ડો. અહમદ ખાલિદ, પછી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ, યમની આલિમ હબીબ ઉમર, જોર્ડનની રાણી રાનીયા, અને પછી ૩૮ માં સ્થાને કતરના અમીરની પત્નિ છે. ૩૯ માં નંબરે ઇન્ડોનેશિયાની મુહમ્મદીયા જમાઅતના પ્રમુખ ડો. દીન મુહમ્મદ શમ્સુદ્દીન છે
            ૪૦ માં સ્થાને ભારતની મશ્હૂર જમાઅત જમઇય્યતે ઉલ્માએ હિન્દના પ્રમુખ મોલાના મહમૂદ મદની છે. ભારતીય મુસલમાનોની વાત અસરકારક રીતે રાજકીય રીતે અને વૈશ્વિક રીતે તેઓ રજૂ કરે છે. સંસ્થાના નોંધવા પ્રમાણે મદરસાઓમાં સરકારી હસ્તક્ષોપના વિરોધી મોલાના મદનીએ ર૦૦૮માં ત્યારના પાકીસ્તાની હાઈકમીશ્નર શાહિદ મલિક દ્વારા યુ.એન. સિકયુરીટી કાઉન્સીલમાં આતંકવાદ સંબંધે 'દેવબંદી મુલ્લા' શબ્દનો પ્રયોગ કરવા ઉપર ભારે વિરોધ દર્શાવ્યો હતો.
            આ સિવાય પ૦૦ પ્રભાવી વ્યકિતઓમાં ભારતમાંથી ડો. સય્યદના મુહમ્મદ બુરહાનુદ્દીન, ડો. ઝાકિર નાયક, ડો. અસ્ગર અલી એન્જીન્યર, મોલાના વહીદુદ્દીન, બહાઉદ્દીન મુહમ્મદ જમાલુદ્દીન નદવી (કેરાલા), મોલાના કલ્બે સાદિક, જમઇય્યતે ઉલમા કેરાલાના જનરલ સેક્રેટરી શેખ અબૂબક્ર અહમદ, બિઝનેસમેન અઝીમ પ્રેમજી, મોલાના બદરુદ્દીન અજમલ, ડો. એ.પી. જે.અબ્દુલ કલામ, સંગીતકાર એ.આર. રહમાન, અને અભિનેતા શાહરુખ ખાનનો પણ સમાવેશ થાય છે.
            આખી રિપોર્ટ જોતાં મુસ્લિમ વિશ્વ વિશે ઘણું બધું નવું જાણવાનું મળે છે, અલબત્ત અમુક બાબતે કચાશ રહી ગઈ હોય એવું પણ લાગે છે. કોઈકને વધુ મહત્વ તો કોઈકને લાયક હોવા છતાં આ યાદીમાં સ્થાન મળ્યું ન હોય એ ઘણે અંશે શકય છે.