Sunday, November 23, 2008

ઇસ્‍લામ, ભારત, મુસલમાનો અને આંતકવાદ

યહીં પ્‍ો શકિત ભી શાંતિ ભી

યહીં પે અહિંસા કી રોશની ભી

ઇસી લીયે તો બુલંદતર હે

જહાં મેં હિંદુસ્‍તાન વાલે

ઇસ્‍લામ અને  ભારત 

મુસલમાનોની માન્‍યતા પ્રમાણે સૌપ્રથમ માનવી આદમને સ્‍વર્ગમાથી સીધા ભારતની ધરતી પર અલલાહ તઆલાએ ઉતાર્યા, કેટલાયે આરબ લેખકો ભારતને માનવીનુ પૈતૃક ઘર ગણાવે છે, મુસ્લિમ સંશોધકોએ આ વાત પણ લખી છે કે પ્રથમ માનવી આદમ અલૈ. કેટલાક ફૂલ અને છોડ પણ સ્‍વર્ગમાથી સાથે લઇ ભારતમાં ઉતર્યા હતા, જેના કારણે ભારતની જમીન ફળદ્રુપ છે.

        ઇસ્‍લામી માન્‍યતા અનુસાર સ્‍વર્ગની ચાર નદીઓ ધરતી પર વહેતી મૂકવામા આવી છે, જેમાંથી એક ભારતમાં વહે છે.          

        મુસ્લિમ ઇતિહાસકારોએ અન્‍ય્‍ા એક બાબત પણ વિષેશ  રૂપે લખે છે કે અરબસ્‍તાનમાં પેગમ્‍બર મુહમ્‍મદ સાહેબ (સલ)ના નબી હોવાના દાવાને સાભળી પુર્વ ભારતના એક અગ્રણી રાજાએ તેના તરફથી શુભેચ્‍છા મંડળ અરબસ્‍તાન મોકલ્‍યું  હતું અને પયગમ્‍બર સાહેબે એમને આવકારતાં કહયું કે મને ભારતની દિશામાથી ખુશ્‍બૂ આવે છે.

         પયગમ્‍બર સાહેબનું કથન છે કે હઝરત આદમ અલૈ. સૌથી પહેલા માનવી છે અને માણસોમા સૌથી પહેલા હાજી છે,

        અમુક લેખકોના મતે હઝરત આદમ અલૈહીમુસ્‍સલામે હિન્‍દુસ્તાનથ પગપાળા ૪૦ હજ કર્યા છે.

        મકકા શરીફની મુખ્‍ય  ઇમારત એટલે કે ખાનઅે કાબાથી ભારત પૂર્વ દિશાએ છે, અને મકકાની દરેક મહત્‍વની અને પવિત્ર  વસ્‍તુઓ , જેમ કે હજરે અસવદ, મુલ્‍તજમ  કાબાનો દરવાજો , મકામે ઇબ્રાહીમ , સફા અને મરવહની પહાડીઓ, મિના, મુઝદલિફહ, અરફાત અને ભારત  આ બધુ જ પૂર્વ દિશામા છે ભારતીય મુસલમાનો આને પોતાનું સદભાગ્‍ય સમજે છે.

        ભારતની મહાનતા માટે આથી વિશેષ કઇ કહેવાનું નથી . સ્‍વયં ભારતની વિશાળતા, સમૃધ્‍ધતા , વિવિધતા અને ભવ્‍ય  સંસ્‍કૃતિ નો ઇતિહાસ એ ભારતની એવી મહામૂલી દોલત છે કે‍ વિશ્વમા એનો પર્યાય ઉપ્‍લબ્‍ધ  નથી.

         ભારતની આ મહાનતા અને  વિવિધતાનુ મૂળ શું છે ?

         આ મહાનતાનુ મૂળ તેમા વસ્‍તી  વિવિધ લઘુ‍મતિઓ છે, એક જ વાકયમાં  કહીએ તો ભારત લઘુમતિઓનો દેશ છે, તેમા કોઇ પ્રજા કે ધર્મના લોકો બહુમતિમાં હોવાના બદલે વિવિધ  લઘુમતિઓની બહુમતિ છે, અને આ સઘળી લઘુતિઓએ સહઅસ્તિત્‍વ માટે પરસ્‍પરના ભાઇચારની વિકસાવેલ  સંસ્‍કૃતિ  એ જ તેની મહાનતાનું મુળ છે.  એને જ અહિંસા અને બંધુત્‍વનુ મથાળું આપીને ગાંધીજીએ તેમની ચળવળ ચલાવી હતી  અને દેશને એક સુત્રે  બાંધી દીધો હતો, આજે એ સુત્રો અને સંસ્‍કારોનો  અવકાશ સર્જાયો છે, એ જ સઘળી સમસ્‍યાઓનું મુળ છે, આ જ ભારતમા પ્રસરી  રહેલા પરસ્‍પરના આંતકવાદની જડ છે અને એ જ કોમી  વિભાજન  અને રાજકીય પડતીનું  અસલી કારણ છે.

          આપણે જાણીએ છીએ કે આઝાદી પછી આપણા નેતાઓએ વિશેષ કરી નહેરુજી, સરદાર પટેલ, મવલાના આઝાદ વગેરેએ બિન જોડાણવાદી દેશોના સગઠનમાં રહેવાને પ્રાથમિકતા આપી હતી, બલકે ભારત એનો અગેસર દેશ હતો અને દાયકાઓ સુધી આપણે એને અનુસરતા હતા, પરંતુ છેલ્‍લા કેટલાક વર્ષોથી ન્‍યુ વર્લ્‍ડ ઓર્ડરના તાબે થઇ આપણી વિદેશનીતિ‍માં અમુક આકમાણકારી સત્‍તાઓ  તરફે જુકાવ આવ્‍યો છે, હું માનું છું કે આ બાબત જ આ ફસાદ અને ભેદભાવનુ મુળ છે.

         જરા વિચારીએ, ભારતની આઝાદીની સાથે જ ભારતની વિવિધ દિશાઓમાં તેના દુશ્‍મનો  ઉભા થઇ ગયા હતા, પરંતુ કાશ્‍મીર અને પંજાબ સિવાય કોઇ પણ ‍બીજા રાજયના લોકોએ બગાવત નથી કરી. મુસલમાનો બાબત વિચારીએ તો કાશ્‍મીર સિવાય કોઇ પણ રાજયમાં ભારતવિરોધી વિચારધારાને આધાર મળ્યો નથી. શુ આ કોઇ નાની સુની વાત છે?

         દેશ બધુઓએ આ બાબતે ગહનતાથી વિચારવાનુ હુ આહવાન કરુ છુ..........

 

2 comments:

  1. Anonymous11:13 PM

    ભારતની મહાનતાના પાયામાં એની વીશાળ બહુમતી - સનાતનધર્મીઓની દીર્ઘદ્રષ્ટી અને હ્રદયની વીશાળતા જવાબદાર છે.

    ReplyDelete
  2. ચિરાગભાઇ ! સલામ
    તમે કઇ બહુમતીની વાત કરો છો ?
    કયા ધર્મની ?
    જૈન ?
    બોધ્‍ધ ?
    શીખ ?
    ઇસ્‍લામ ?
    લોકો મુસલમાનોને તો હિન્‍દુઓથી અલગ ધર્મના ગણે છે પણ શીખોને, બોધ્‍ધોને, જૈનોને કેમ અલગ નથી ગણતા ?
    વાસ્‍તવિકતાથી જોઇએ તો આ બધા ધર્મો એક બીજાથી એટલા દૂર છે જેટલો ઈસ્‍લામ બધાથી જુદો પડે છે.
    બોધ્‍ધો કોઇની મૂર્તી નથી રાખતા, આર્ય સમાજને તો હિંદુ ધર્મનો ભાગ સમજવામાં આવે છે, તેઓ કદાચ સૌથી વધુ નોખા છે .
    માટે જ કહીએ છીએ કે ભારતની મહાનતામાં એની લઘુમતિઓનો ફાળો છે.

    ReplyDelete