અમુક ટેકનિકલ ખામીઓના કારણે અમે સુવાસને નવેસરથી શરૂ કરી રહ્યા છે. અમને અફસોસ છે કે પાછલા અંકો ફરીથી અત્રે મૂકાવાના કારણે વાચકોએ નવા લેખોની થોડી રાહ જોવી પડશે. અમારો પ્રયત્ન રહેશે કે વહેલી તકે પાછલા અંકો કવર કરી નવા લેખો રજૂ કરવામાં આવે. ઈન્શાઅલ્લાહ એક સપ્તાહમાં આ બધું થઇ જશે એવી આશા.
અમારી અમુક ટેકનિકલ ખામીઓ બદલ ઓટલો (તરકશ ડોટ કોમ)ના પંકજ ભાઇએ અમને ચેતવ્યા એ બદલ એમનો આભાર. એમણે એમના ‘ ઓટલો ‘ માં પણ સુવાસની લિંક આપી છે . અહિંયા અમે પણ એમની લિંક આપી છે, વાચકો ત્યાં જઇ ગુજરાતી બ્લોગની દુનિયામાં નવું શું થઇ રહ્યું છે એ જોઇ શકે છે.
અમારી અમુક ટેકનિકલ ખામીઓ બદલ ઓટલો (તરકશ ડોટ કોમ)ના પંકજ ભાઇએ અમને ચેતવ્યા એ બદલ એમનો આભાર. એમણે એમના ‘ ઓટલો ‘ માં પણ સુવાસની લિંક આપી છે . અહિંયા અમે પણ એમની લિંક આપી છે, વાચકો ત્યાં જઇ ગુજરાતી બ્લોગની દુનિયામાં નવું શું થઇ રહ્યું છે એ જોઇ શકે છે.
ઇસ્લામ અને ઇમાનનો અર્થ
ઇસ્લામ શબ્દ અરબી મુળ ધાતુ સ – લ - મ (સલામતી – રક્ષા ) પરથી બન્યો છે.· એ જ પ્રમાણે ઈમાન મુળ ધાતુ અ - મ - ન (અમન – શાંતિ ) પરથી બન્યો છે.· એટલે કે ઇસ્લામ સ્વીકારનાર અને ઇમાન લાવનાર માણાસ માટે અલ્લાહ તરફથી શાંતિ સલામતી ની બાંહેધરી આપવામાં આવે છે.· એક બીજી રીતે ઇસ્લામનો અર્થ છે : આજ્ઞાપાલન અને સમર્પણ . અને ઈમાન એટલે શ્રધ્ધા , આસ્થા અને એકરાર .· એટલે ઇસ્લામનો અર્થ થયો કે અલ્લાહને સમર્પતિ થઇ એનું સંપૂર્ણ રીતે આજ્ઞા પાલન કરવું. અને ઇમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર , સ્વામી અને માલિકમાં યકીન – આસ્થા શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો.· પૂર્ણતહ: ઇમાનનો અર્થ છે : અલ્લાહને તેના સર્વગુણો , વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્વીકારવું.· ત્યાર પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્વંયને એના આઘીન કરવું એ ઇસ્લામ.
કુર્આન શું છે ?
કુર્આન ઇશવાણી છે, તે વિશુધ્ધ છે, તેમાં એકેશ્વરવાદ ( તવહીદ) નો સંદેશ છે. અલ્લાહના હુકમો અને નિષેધો છે. માનવીના હકો અને ફરજો છે. નીતિમય જીવનના આદશેો છે. બોધવચનો છે.· પાપો અને દુષ્કર્મો કરવા પર ચેતવણી છે. અને સદકસ્મોના બદલાનું વર્ણન છે.· કુર્આનમાં ૧૧૪ પકરણો ( સૂરતો ) છે. ૬૬૬૬ પંક્તિઓ ( આયતો ) છે. દરેક સૂરતના જુદા જુદા શીર્ષકો છે. દરેક સૂરત બિસ્મિલ્લાહિર્રમાર્રહીમ થી શરૂ થાય છે. તેનો અર્થ છે ; શરૂ કરૂ છુ; અલ્લાહના નામથી ,જે મહા દયાળુ અને કૃપાળુ છે.· પહેલી સૂરત ફાતેહા છે. તેમાં અલ્લાહના વખાણ છે. અને પછી સીધા રસ્તે ચાલવા માટેની દુઆ યાચના છે.પૂરી સૂરએ ફાતેહાનો અનુવાદ નીચે પ્રમાણે છેઃહું બેહદ કૃપાળુ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરૂં છું .સર્વ વખાણ અલ્લાહના માટે જ છે.તે સકળ સૃષ્ટિનો માલિક છે.તે ઘણો કૃપાળુ અને મહાન દયાળુ છે.તે કિયામત (હિસાબ)ના દિવસનો માલિક છે.હે અલ્લાહ અમે તારી જ બંદગી કરીએ છીએ.અને દરેક કાર્યમાં તારી જ મદદ માંગીએ છીએ.હે અલ્લાહ ! તું અમને સીધા માર્ગ ઉપર ચલાવ.· કુર્આન શુધ્ધ અરબી ભાષામાં છે. અને અનેક ભાષાઓમાં તેના અનુવાદો થયા છે. કુર્આનની શૈલી અર્ધ ગધ અને અર્ધ પધ જેવી છે. તે અલૌકિક , મધૂર અને લાવણ્યમય છે. તેમાં એક મીઠાશ છે. તેના પઠન ( પઢવા) થી હદયમાં એક અનોખા પકારનો આદરભાવ ઉત્પન્ન થાય છે.· ઇસ્લામ શિક્ષણના બે મુખ્ય આધારો કુર્આન અને સુન્ન્ત છે. કુર્આન એટલે અલ્લાહની વાણી. હદીસ એટલે પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વાણી. કુર્આનના શબ્દો પણ અલ્લાહના છે. જયારે હદીસ પયગંબર સાહેબના શબ્દોમાં છે. ધર્મ બાબતે કોઇ પણ વાત તેમણે પોતાની મનેચ્છાથી કહી ન હતી. બલકે જે કાંઇ અલ્લાહે દર્શાવ્યું તે જ કહયું. હદીસ કુર્આનનું સ્પષ્ટીકર અને અનુમોદન કરે છે.· કુર્આનનો હુકમ છે કે અલ્લાહની તાબેદારી કરો. અને તેના પયગંબરની વાત માનો.
ઇસ્લામના પાંચ ફરજો
1, ઈમાન ,એટલે કે અલ્લાહ એક છે. અને હઝરત મુહમ્મદ પયગંબર સાહેબ અલ્લાહના રસૂલ છે , વાતને સાચી સમજી સ્વીકારવી.
2 , નમાઝ .દિવસમાં પાંચ વાર અલ્લાહની બંદગી કરવા માટે જરૂરી ઠેરવવામાં અાવેલ ઇબાદતની પ્રકિયાને નમાઝ કહેવામાં આવે છે.
3 , રોઝાએટલે કે ઉપવાસ. સવારે પ્હો ફાટવા ( સુબ્હે સાદિક ) થી લઇ સાંજે સુર્યાસ્ત સુધી અન્ન , પાણી અને સ્ત્રી સહવાસથી દૂર રહેવાને ઇસ્લામની પરિભાષામાં રોઝો કહે છે.
4 , ઝકાત .એટલે કે એક નકકી માત્રામાં માલ સંપત્તિ હોવા ઉપર નકકી માત્રામાં થોડો માલ ( ચાલીસમો ભાગ ) ગરીબોને આપવો .
5 , હજ .જે માણસ મકકા શહેર સુધી આવવા જવા અને તે દરમિયાન પોતાના અને ઘરના માણસોને ખર્ચ ભોગવવાની શક્તિ ધરાવતો હોય તેણે મકકા જઇ હજ અદા કરવી .
સરળ ભાષા માં ઇસ્લામ વિષે જાણવા મળ્યુ એ બદલ આભાર. તમારા બ્લોગ પર નિયમીત લખતા રહેશો એવી આશા છે, જેથી અમારા જેવા ગેર-મુસ્લીમોં ને આ ધર્મ વિશે માહિતી મળતી રહે.
ReplyDelete