મારી પ્યારી સોની નોટ
રાજદુલારી સોની નોટ
જગથી ન્યારી સોની નોટ
સૌથી સારી સોની નોટ
અમૃત ક્યારી સોની નોટ
સૌથી સારી સોની નોટ
અમૃત ક્યારી સોની નોટ
સ્વર્ગની બારી સોની નોટ
કેવી અંગે અંગે શોભે
લીલુડી શી રંગે શોભે
લટકાળી શી ઉમંગે શોભે
જાણે વીજ વિહંગે શોભે
લાડકડી શી ઢંગે શોભે
મુજ સમ સહચર સંગે શોભે
ટંકશાળ પિયર છે તારું
સાસરિયું નિયર છે તારું
ઉન્નત સ્થાન ડીયર છે
તારું માન ઘણું છે હીયર
તારું કેવું દિલ કિલયર છે
તારું હરદમ શુભ ઇયર છે તારું
‘ બેકાર ‘ ઉપનામ ધરાવતા ખાનપૂર જિલ્લા ભરૂચના અને રાંદેર , સુરતમાં વસી ગયેલા સ્વર્ગર્થ કવિની એક રચના, તેઓ શ્રી ખ્યાતનામ હઝલ કહેનાર કવિ હતા.
વધુ હવે પછી
No comments:
Post a Comment