‘બિસ્મિલ્લાહ‘નો અર્થ થાય છે, અલ્લાહના નામથી.
આ ટુંકું વાક્ય છે, આખું વાક્ય આ પ્રમાણે છે,
બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ.
بسم اللہ الرحمن الرحیم
આ આખા વાક્યનો અર્થ થાય છે કે ,
શરૂ કરું છું હું અતિકૃપાળુ , મહાન દયાળુ અલ્લાહના નામથી.
કોઇ આ પ્રવિત્ર શબ્દો કોઇ પણ કામના આરંભે બોલવા-ઉચ્ચારવાથી એમાં બરકત અને સફળતા પ્રાપ્ત થાય છે.
નબીએ કરીમ હઝરત મુહંમદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પણ દરેક કામના આરંભે આ શુભ વાક્ય જરૂર ઉચ્ચારતા હતા.
આમ કરવામાં એક ખૂબી આ છે કે અલ્લાહના બે મહત્વના ગુણો ‘ રહમાન ‘ (અતિ દયાળુ) અને ‘ રહીમ ‘ (અતિ કૃપાળુ) ના ઉલ્લેખ લઇ કાર્ય શરૂ કરનાર માણસ અલ્લાહના નામ અને ગુણો દ્વારા તેની તેની અલ્લાહ પ્રત્યની નિખલાસતા, ધ્યેયની પ્રવિત્રતા અને સત્યનિષ્ઠાનો એકરાર કરે છે.
કુર્આનમાં પણ દરેક સુરત (પ્રકરણ)ના આરંભે બિસ્મિલ્લાહ...નું વર્ણન છે.
પૂરા વાક્ય ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ‘ ની ટુંકી સમજ અત્રે અમે આપીએ છીએ.
‘ બિસ્મ ‘ ‘ નામથી ‘ એટલે કે નામની મદદ અને સહાય..
‘ અલ્લાહ ‘ આ અલ્લાહ તઆલાનું વિશેષ નામ છે. અલ્લાહ સિવાય કોઇ અન્ય વિશે આ નામનો ઉપયોગ કરી શકાય નહી. ફારસીમાં ‘ ખુદા ‘ અને અંગ્રેજીમાં ગોડ શબ્દ અલ્લાહ માટે વપરાય છે, પરંતુ ફારસી-અંગ્રેજીના આ શબ્દો અન્યો માટે પણ વપરાય છે. જેમ કે મોટા માણસ માલિક, શેઠ માટે ખુદાવંદ, ગોડફાધર વગેરે રૂપે બોલાય છે. અરબીમાં અલ્લાહ શબ્દ કોઇ અન્ય માટે વપરાતો નથી. માટે જ અન્ય ભાષામાં એનો ઉચિત સમાનાર્થી શબ્દ મળવો પણ મુશ્કેલ છે.
‘ રહમાન -રહીમ ‘ આ બે શબ્દો ‘રહમત! પરથી બન્યા છે.

‘ રહમાન ‘ એટલી વિપુલ રહમત વાળો કે એનાથી વધુ રહમતની કલ્પ્ના ન થઇ શકે. જેમ ‘ અલ્લાહ ‘ નામ ફકત અલ્લાહ માટે જ છે, એમ ‘ રહમાન ‘નું ગુણ વાચક આ નામ પણ ફકત અલ્લાહ માટે જ વપરાય છે. કુર્આનમાં અલ્લાહના નામ પછી સૌપ્રથમ જે ગુણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ‘રહમાન‘ જ છે.
‘રહીમ ‘ પણ અલ્લાહનું ગુણવાચક નામ છે, રહમતમાં અતિશ્યોકિત દર્શાવે છે, એટલે કે વારંવાર રહમત કરવાવાળો.
આ બન્ને ગુણવાચક નામોનો ખુલાસો વર્ણવવામાં આવે તો કહી શકાય કે રહમતની વિપુલતા અને અતિમાત્રા તો રહમાનના ગુણ દ્વારા બતાવાવમાં આવી, અને વારેઘડીએ રહમત વરસવાને ‘ રહીમ ‘ના ગુણ દ્વારા વર્ણવવામાં આવ્યું.
આ છે ઇસ્લામના ધર્મપુસ્તક કુર્આનના આરંભિક શબ્દો. જે અલ્લાહના એકત્વ અને તેના પ્રેમ-કરૂણા, દયા રહમતના સર્વસ્વ અને સર્વગ્રાહી હોવાના એલાન સાથે ઇસ્લામના મુળ સ્વભાવને વ્યકત કરે છે,
No comments:
Post a Comment