પાનના ગલ્લા, ચાયની લારી, સર્કલ ઉપરની હોટલો, ગલીઓ અને મહોલ્લાના નાકે, આજકાલ જોવામાં આવે છે કે, યુવાનો, બાળકો, અને વડીલો - વૃદ્ઘો દરેક અલગ અલગ ગ્રુપમાં ગપ્પાબાઝી, મસ્તી મજાક કે 'ટાઈમપાસ'માં વ્યસ્ત છે. ફિલ્મોની ચર્ચા, ક્રિકેટ - ફૂટબોલ મેચની ચર્ચા, રાજકરણ અને રાજકીય નેતાઓની ચર્ચા આ મજલિસોનો મુખ્ય વિષય હોય છે. રસ્તે જતા આવતા લોકો ઉપર નજર રાખવી કે કરવી પણ એમની ફરજમાં શામેલ હોય છે. સ્ત્રીઓ અને છોકરીઓ આવે જાય તો પણ નજર નીચી કરવાની નહી, આમ બદનજરી અને આંખોનો ગુનો થતો જ હોય છે. દિલની વાત ખબર નથી....
એમની પાસે જઈને પૂછીએ તો દરેક પોતાની ઓળખ કોઈ 'ઇસ્લામી નામ' દ્વારા આપે છે.
તો પછી આ મુસલમાનો મફતના ગુનાહો લુટવા અહિંયા કેમ ભેગા થયા છે ?
એમને કોઈ રોકનારું જ નથી ?
એમને કોઈ કેવી રીતે રોકે કે ટોકે ?
કોઈ પરાયો કે હિંદુ કંઈ કહે તો એનું આવી જ બને.
અને આ યુવાનોના વાલીઓને એમના જિગરના ટુકડાઓની આ બરબાદી ઉપર કંઈક ચિંતા હોત તો પછી પૂછવાનું જ શું હતું ?
મુસલમાનોએ આવા દિવસો ન જોવા પડત.
સમજદારો જાણે છે કે જેટલી વધારે બેકારી હોય, સમાજ એટલો જ ખોખલો હોય છે. થોડા સમયની બેકારી હઝારો બુરાઈ પેદા થવાનો સબબ બને છે. માણસ પ્રવૃત રહે તો અનેક બુરાઈયોથી બચી જાય છે. બીજી કોમને આપણે જોઈએ છીએ કે તેઓ એમના બાળકોને શરૂથી જ તાલીમ સાથે વધારના સમયમાં પોતાના કારોબારમાં લગાવી રાખે છે. આપણે આસપાસ જોઈએ છીએ કે કડિયા કામ કરતા માછીમારનો છોકરો સ્કૂલની રજાના દિવસે એના બાપ સાથે કામ પર આવે છે, અને સાંજે ર૦૦-૩૦૦ રૂા. કમાય લે છે.
એનાથી વિપરીત મુસલમાનોમાં એમ પણ શિક્ષાણ (દીની - દુન્યવી) ઓછું છે, અને કયાંક આ બાબતે થોડી જાગૃતિ છે, તો એની સાથે બેકાર ટાઈમ પાસ અને બુરી સોબતના દુષણો પેસી ગયા છે.
સમાજના વડીલોએ આ બાબત સમજીને એને રોકવાની કોશિશ કરવાની છે. યુવાનો અને બાળકોના વાલીઓ એમને રાતે ઘરે વહેલા આવીને સૂઈ જવાની તાકીદ કરે એ આવશ્યક છે.
વડીલો અને વૃદ્ઘો પોતે આવી મજલિસબાજીથી દૂર રહીને અન્યોને પણ એમ કરવાથી રોકે એ જરૂરી છે.
આજકાલ છોકરો થોડો મોટો થાય કે એને મોબાઈલ આપી દેવામાં આવે છે, આ મોબાઈલથી ફેસબુક, ટવીટર, યુટયુબ વગેરે દ્વારા એ કેટલાયે નાજાઇઝ અને દુનિયા આખિરત ખરાબ કરનારા કામો કરે છે. એવી દોસ્તીઓ બાંધે છે જેના શિક્ષાણ અને સંસ્કારને ખરાબ કરી દે છે. તે આખો દિવસ બેસીને ફેસબુક અને ટવીટર જ ફંફોસ્યા કરે છે.
મોબાઈલ ઇન્ટરનેટ દ્વારા ફેસબુક ઉપરાંત અત્યંત અશ્લીલ સામગ્રી પણ યુવાનો જુએ છે.
આ જ સ્થિતિ યુવાનો સાથે યુવતીઓની પણ છે. જંબુસર, ભરૂચ, સુરત, વડોદરા વગેરે શહેરોમાં આજુબાજુના ગામડેથી ભણવાના નામે આવતી છોકરીઓ મોબાઈલ લઈને આવે છે, અને એના થકી ફેસબુક ચેટીંગ કરીને દોસ્તી કરે છે. ભરૂચ - જંબુસરમાં તો આસપાસના ગામડાઓની છોકરીઓને મોબાઈલની અનેક દુકાનોમાં બેસીને હિંદુ - મુસ્લિમ યુવાનો સાથે ગપ્પા મારતાં બધા નજરે જુએ છે. અમુક મર્યાદાઅો ન હોત તો કદાચ આવી છોકરીઓના ફોટા અને વીડીયો એમના ઘરે પણ પહોંચતા હોત.
આ બધું કેટલું ખતરનાક છે, એનો અંદાઝો કરવાની જરૂરત છે, વાલીઓ આ બાબતે વિચારવાનો થોડો સમય કાઢે તો એની ભયંકરતાનો અંદાઝો આવે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને બાળકોની અખ્લાકી તરબિયતનો કેટલો એહસાસ હતો, એનો અંદાઝો આ એક હુકમથી આવી શકે છે. મિશ્કાત શરીફમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસ વર્ણવવામાં આવી છે કે, બાળક જયારે મોટું થઈ જાય તો એનો બિસ્તર અલગ કરી દયો. અને એક સરખી ઉમરના બાળકોને (ભાઈ - બહેનોને) સાથે ન સુવા દો. અને જયારે તેઓ જવાન થઈ જાય તો એમની શાદી કરાવી દો.
કયાંક વાચ્યું હતું :
વકત બરબાદ કરને વાલોં કો,
વકત બરબાદ કરકે છોડે ગા.
join whtasapp, send your name and city name : 9427822481
No comments:
Post a Comment