Wednesday, May 09, 2007

મુસલમાનોની વસતી વધારાનો હાઉ

આવો જ બીજો હાઉ વસતી વધારા અંગે ઉભો કરવામાં આવે છે, મુસ્લિમોની ચાર પત્નિની અને એમના પાંચના પચ્‍ચીસની વાતને બહુ ચગાછી ચગાવીને કહેવામાં આવે છે, પરંતુ આ પણ જુઠાણું છે, ચોકકસ આંકડા આનાથી સાવ જુદું કહી જાય છે, મુસ્લિમ બહુજનસમાજ જયાં ગરીબીમાં સબડે છે ત્‍યાં ચાર ચાર પત્નિ કરવાની ત્રેવડ કોને છે ? અને આંકડા તો એમ કહી જાય છે કે બહુપત્નિત્‍વનું પ્રમાણ મુસ્લિમોમાં વધારે નહી, બલકે એકાદ આંકડો ઓછું છે, હિંદુઓમાં તે પ .૮૦ ટકા છે, જયારે મુસ્લિમોમાં તે પ . ૭૦ ટકા છે. પ્રજનનદરની ટકાવારી સવર્ણ હિંદુઓ કરતાં મુસ્લિમોમાં એક ટકો વધારે છે, પણ હિંદુ સમાજના દલિતો અને આદિવાસી જેવા ગરીબ નબળા વર્ગોની સરખામણીમાં મુસ્લિમોમાં એકાદ આંકડો ઓછી પણ છે. એટલે કે આમાં ધાર્મિક નહી, પણ આર્થિક શૈક્ષણિક સ્થિતિનું કારણ મુખ્‍ય છે. અને કુલ વસતીનું પ્રમાણ જોઇએ તો ૧૯૭૧ માં હિંદુઓ ૮ર . ૭ર ટકા અને મુસ્લિમો ૧૧ . ર૦ ટકા હતા. તે ૧૯૯૧ માં ૮ર . ૬૪ અને ૧૧ . ૩પ થયા. એટલે કે મુસ્લિમોની વસતી એકદમ વધતી જાય છે વધતી જાય છે અરે જતે દહાડે હિંદુઓ લધુમતિમાં મુકાય જશે એવો ગોકીરો કરી મુકવો તે બિલકુલ વાજબી વાત નથી. કુટુંબનિયોજનની જરૂરિયાત ભારપૂર્વક સમજાવવી એક વાત છે, પરંતુ આવી રીતે એક કોમને કસૂરવાર ઠેરવી દઇને તેના વિશે નફરત ને દુર્ભાવ પેદા કરવાનો શો અર્થ છે ? એક ધરતીના બાશિન્‍દાની ભાવનામાં આનાથી ભારે મોટો અંતરાય ઉભો થાય છે.

( કાન્‍તિ શાહ , હિંદુત્‍વ એક અધ્‍યયન, પૃષ્‍ઠ ૯૪ )

2 comments:

  1. Anonymous1:27 AM

    Check Table-2 http://en.wikipedia.org/wiki/Demographics_of_India

    2001 census report %
    Hindu 80.4
    Muslim 13.4

    Highest % growth is in Muslims from 1991 to 2001 (29.5%).

    ReplyDelete
  2. Anonymous4:42 PM

    પ્રથમ વાત એ છે કે બધા ભારતીયો સરખા છે, મુસિલમોની વસ્‍‍તી નથી વધી, બલકે ભારતની વસતી વધી છે.
    કોષ્‍ટક જોતાં જૈન લોકોનો વસતી વધારો એના કરતાં વધુ નવાઇ પમાડે છે.
    હિંદુઓ ( ૮૦ ટકા) નું જો વિભાજન કરવામાં આવે એટલે કે હરિજન, આદિવાસી અને અન્‍ય જ્ઞાતિઓ જોવામાં આવે તો એમનો વસતી વધારો મુસલમાનો કરતાં વધારે છે. ઉચ્‍ચ જ્ઞાતિના હિંદુઓ અુમની વતસી વધારવા પણ માંગતા નથી અને અન્‍યોને સમકક્ષ પણ થવા દેતા ઇચ્‍છતા નથી.

    મારા મતે આ ચર્ચા બેકાર છે, બાકી કાન્‍તિશાહની વાત હાઉ ઉભો કરવાની સાચી છે એમાં બેમત નથી.

    ReplyDelete