હઝરત અબૂ હુરૈરહ (રદિ.) ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું ,
તમે જયાં સુધી ઇમાનવાળા (મોમિન) ન બની જાઓ, જન્નતમાં પ્રવેશી શકતા નથી, અને જયાં સુધી તમે પરસ્પર મહોબ્બત ન રાખો તમે ઇમાનવાળા (મોમિન) નથી બની શકતા.
શું હું તમને એક એવી વાત ન બતાવું જેના પર કાર્યબદ્ધ થવાથી તમે પરસ્પર મહોબ્બત કરનાર અને હિતેચ્છુ બની જશો ? તે વાત આ છે કે પરસ્પર સલામ કરવાની પ્રથાને લોકો માંહે પ્રચલિત કરો.
હઝરત મઆઝ બિન જબલ (રદિ.) ફરમાવે છે કે,
મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને સૌથી શ્રેષ્ઠ ઇમાન વિશે પૃચ્છા કરી ( કે એવા કાર્યો અને સંસ્કારો કયા છે જેના પર કાર્યબદ્ધ થવાથી પાકા મોમિન બની શકાય ?) તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે
(૧) તમે ફકત અલ્લાહ ખાતર મહોબ્બત કરો, (જેનાથી પણ કરો ) અને ફકત અલ્લાહ ખાતર અદાવત રાખો (જેનાથી પણ રાખો ).
(ર) તમારી જીભ અલ્લાહની યાદ અને સ્તૃતિમાં તલ્લીન રહે.

(૩) તમે અન્યો માટે પણ તે વાત પસંદ કરો જે તમારા માટે પસંદ કરો છો અને જે બાબત તમે તમારા વિશે નથી ઇચ્છતા તે અન્યો માટે પણ ન ઇચ્છો.
No comments:
Post a Comment