Friday, April 11, 2014

દીન બાબતે સમાધાન

ભાષાના ટીચર ભણાવવા આવ્યા. ક્રિયાપદ અને કાળનો પાઠ હતો. કહેવા લાગ્યા કે, પ્રથમ આપણે ગઈકાલના પાઠનું પુનરાવર્તન કરી લઈએ.. ચાલો બતાવો :
'હું નાચું છું, તમે નાચો છો, તેણી નાચે છે, આપણે બધા નાચીએ છીએ'
'કાળ'નું આ કયું સ્વરૂપ છે ?
ગઈકાલનો એક ગેરહાજર વિદ્યાર્થી તુરંત બોલી ઉઠયો : સર, આ બેશરમી અને નિર્લજતાનો 'ભયકંર કાળ' છે. વાત ન પૂછો લોકોની બેશરમી અને પાપલીલાઓની...
બસ આવું જ કંઈ આજે છે.
અને આવું જ કંઈ મક્કામાં હતું, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આવા ભયંકર કાળ સામે બાથ ભીડવાની હિંમત કરી હતી.
બદીઓ અને ગુનાહો છોડવા જે લોકો રાજી થયા, ગુનેગારો અને પાપાચારીઓ એમની પાછળ મંડી પડયા, એમની પાસે સત્તા, સંપત્તિ અને સમર્થન બધું જ હતું. 
આવું જ કંઈ આજે પણ છે.
સુધરેલા બિચારા અમુક તમુક માણસો જયારે નિરાશ થઈ ગયા તો અત્યાચારથી બચવા હબ્શહ - ઇથોપિયા હિજરત કરી ગયા. પછી બીજા લોકોને મદીના હિજરત કરવી પડી. છેલ્લે સ્થિતિ એટલી તંગ થઈ ગઈ કે આ ચળવળના મોભી એટલે કે દાવતે ઇસ્લામના દાઈ પયગંબરે ઇસ્લામ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પણ મક્કા છોડવાનો નિર્ણય કરી લીધો.
પણ એક તસુભાર...
રજમાત્ર, નજીવી, અમસ્થી વાતે પણ સંજોગો સાથે સાંઠગાંઠ ન કરી. બસ એક જ વાત, ઝમાનો બદલી નાંખવો છે, એની રીતભાત અને રસમ બદલી નાખવી છે. ગુનાઓ, અત્યાચારો, નગ્નતા, અશ્લીલતા, પાપાચાર, વ્યાભિચારને સમર્થન કરતા આ માહોલને કાં તો સુધારવો હતો, કાં એને છોડીને બીજે ચાલ્યા જવું જયાં પવિત્રતા, પાત્રતા, નેકી અને સદગુણોના સમાજની રચનાની સ્વતંત્રતા હોય. એ માટે યોગ્ય વાતાવરણ અને સમર્થન હોય.
મક્કાના લોકોએ તો ઓફર પણ કરી કે તમે નમાઝ પઢો, ઝિક્ર, તસ્બીહ પઢો, મુરાકબહ કરો, અને તમારી પાકી, પવિત્રતા, સચ્ચાઈ અને અમાનતદારીને તો અમે પહેલેથી જ માનીએ છીએ. બસ તમારાથી એક જ માંગણી છે, અમારા માબૂદોને, અમારી માન્યતાઓ અને પરંપરાઓની ટીકા ન કરો. એને અનિષ્ટ કે દુષ્ાણ કહીને બદનામ ન કરો. ઉંચા સાદે કુરઆન ન પઢો, લા ઇલાહ ઇલ્લલ્લાહનો પોકાર ન કરો. મતલબ કે તમારો ધર્મ તમારા સુધી સિમિત રાખો.. જો તમે આ પ્રમાણે સંધિ અને સુલેહ કરવા તૈયાર હોવ તો અમે તમારા માટે ધન - દોલતના ઢગલા કરી દઈએ, સુંદર અને ચરિત્રવાન યુવતીઓ સાથે તમારા નિકાહ કરાવી દઈએ. તમને જ અમારા સહુના બિનહરીફ વડા અને આગેવાન માનીશું.
આજના શબ્દોમાં કહીએ તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કહેવામાં આવ્યું કે, હકારાત્મક વાતો કરો. લા ઇલાહ... એટલે કે બીજા માબૂદોનો ઇન્કાર અને ટીકા પર આધારિત નકારાત્મક વાતો ન કરો. આવી નકારાત્મક અને ટીકાત્મક વાતોથી અમને તકલીફ થાય છે, દિલ દુભાય છે. સમાધાન અને સંધિની વર્તમાનમાં પ્રચલિત  નીતિ પ્રમાણે અનુમાન કરીએ તો મક્કાના લોકોનું વલણ ઘણું હકારાત્મક, પ્રોત્સાહિત, સમાધાનકારી હતું, પણ સામે પક્ષો હઠ હતી, જડતા હતી, નકારાત્મક વલણ હતું.
પણ... નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાની સઘળી શાંતિ, સલામતી, સહનશીલતા દાવે લગાડીને પણ આ આ વખતે નમતું જોખવા તૈયાર ન હતા. જાહેરમાં સારી દેખાતી આ એક એવી ઓફર હતી કે એના થકી આખા મક્કા ઉપર, મક્કાના વડીલો, આગેવાનો, યુવાનો, અને સારા - નરસા બધા જ લોકો આપની તાબેદારીમાં આવી જવાના હતા. 
પરંતુ આ બધું સ્વીકાર્ય ન હતું...
કારણ કે બદલામાં હકની દાવત છોડવાની વાત હતી. તવહીદ અને રિસાલત બાબતે સમાધાન કરવાનું હતું. તવહીદ છોડીને શિર્કને સહન કરવાની વાત હતી. રિસાલતની જવાબદારી એટલે કે દાવતે દીન છોડીને બુરાઈઓ ઉપર ખામોશ રહેવાની વાત હતી... 
અને આ બધું મંઝૂર ન હતું.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો જવાબ હતો : તમે આ ધરતીની સઘળી સંપત્તિ, સુવિધાઓ અને સવલતો ઉપરાંત આકાશેથી ચાંદ, તારા અને સુર્ય પણ મારી સેવા માટે લાવી મુકો, છતાં પણ શિર્ક અને કુફ્રની બુરાઈ, એનો ઇન્કાર અને ટીકા હું બંધ ન કરું... એ જ તો મારી ફરજ અને જવાબદારી છે. તવહીદ અને રિસાલતની દાવત હું કેવી રીતે બંધ કરું અને ચુપ થઈ જાઉં, એમાં જ તો મારી અને દરેકની ભલાઈ છુપાયેલી છે. 
આખરે વાતચીત સફળ થઈ નહીં, કોઈ સમાધાન થયું નહી...
અને છેવટે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મક્કા છોડવાનો નિર્ણય કરી લીધો.
લોકોએ ભેગા મળીને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો તો અલ્લાહ તઆલાએ એમની વચ્ચેથી, આંખો સામેથી પોતાના હબીબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મદીના પહોંચાડવાનો ફેસલો કરી લીધો. રાત્રે બધા ઘરને ઘેલો ઘાલીને બેસેલા હતા ને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એક મુઠી માટી એમના ઉપર ફેંકીની નીકળી જાય છે. અબૂબક્રના ઘરે પહોંચે છે તો આ યારે ગાર પહેલેથી જ ઇન્તેઝારમાં હતા. ઘરેથી નીકળ્યા અને અવળી દિશામાં ગારે ષ્ાોર પહોંચીને ત્રણ દિવસ એમાં રોકાય ગયા. સિદ્દીકી ખાનદાન આ દરમિયાન ખાણા - પીણા અને સલામતીની બધી જવાબદારીઓ નિભાવતું હતું.
પછી મદીના રવાના થયા. કુબા પહોંચીને મસ્જિદની પાયાવિધી કરી અને મદીનામાં પ્રવેશ્યા...
અત્રે હઝરત અબૂ અય્યૂબ (ખાલિદ બિન ઝૈદ) રદિ.ના મકાનમાં પડાવ કર્યો.
રબીઉલ અવ્વલનો મહીનો અને હિજરતનું આ પ્રથમ વરસ હતું..
બરાબર ૧૦ વરસ પછી રબીઉલ અવ્વલના મહીનામાં જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થાય છે.
આ દરમિયાન ર૭ વાર નાની મોટી લડાઈઓમાં પોતે ભાગ લીધો. પ૬ લડાઈઓમાં વિવિધ સહાબાને અમીર બનાવીને મોકલ્યા...
આજકાલ ઘણા લોકો કહે છે કે નબી હોય તો જ, બાદશાહ કે અમીર હોય તો જ જિહાદ કરી શકાય...
ખુલાસો આ છે કે હક અને સત્ય એટલે કે કુફ્ર અને શિર્ક બાબતે સમાધાન એ મોમિનની શાન નથી. એમાં અડગ રહીને આગળ વધો તો પછી ફતેહ અને કામ્યાબી મોમિનની મંઝિલ છે. ......

No comments:

Post a Comment