મુસલમાનોને અને વિશેષ કરીને એમની ધાર્મિક સંસ્થાઓને વિદેશથી મબલખ નાણા મળે છે,
અને એના થકી તેઓ દેશમાં
ઇસ્લામી કટ્ટરવાદ અને ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવતી પ્રવૃતિઓ કરે છે, એવા આરોપો સામાન્ય
છે, લડાવીને સત્તાનો રોટલો
શેકતા રાજકરણીઓ ઉપરાંત ઘણા સમજદાર લોકો પણ આવી વાતો કરે છે. વાસ્તવમાં ધાર્મિક દાન,
સખાવત, ઝકાત, સદકહ, લિલ્લાહ વગેરે પૈસા
ખર્ચ કરવાની રીતોથી બિલ્કુલ અજાણ અને પૈસા બાબતે બિલ્કુલ કંજૂસ સ્વભાવ ધરાવતા 'બિરાદરાને વતન'ને મુસલમાનોની ધાર્મિક
સંસ્થાઓના ધાર્મિક સમજમાં જ નથી આવતા. ખૈર....
તાજેતરમાં જ ભારતમાં
આંતકવાદના કેસોની તપાસ કરતી સરકારી એજન્સી એન.આઈ.એ. દ્વારા હાલમાં જ એક એફ.આર.આઈ. નોંધાવવામાં
છે, જેમાં એણે શંકા વ્યકત
કરી છે કે દેશમાં લઘુમતિઓ સંચાલિત સંસ્થાઓ વિદેશથી જે ફંડ - ફાળા મેળવે છે,
એ દેશમાં સામાજિક કામોમાં
વાપરવાના બદલે આંતકવાદને પ્રોત્સાહન આપવામાં વાપરવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર અમુક
શિખ સંસ્થાઓ ૧૯૮૪ના તોફાન પીડિતોના પુર્નવસન અને સહાય માટે વિદેશમાંથી રકમ મેળવે છે
અને એ રકમ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ, અને ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સને ફરીથી જીવંત કરવા માટે વાપરે
છે. એન.આઈ.એ દ્વારા ગૃહ મંત્રાલયના એફ.સી.આર વિભાગથી પૂછયું હતું કે લઘુમતિ સંસ્થાઓ
વિદેશથી કેટલા નાણા મેળવે છે, અને આવી સંસ્થાઓની સંખ્યા કેટલી છે ?
આના જવાબમાં ગૃહ મંત્રાલયે
જે આંકડાઓ આપ્યા છે, એ ચોંકાવનારા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર મુસલમાનોની રપ૦ સંસ્થાઓને ૩૩૭
કરોડ રૂપિયા, શીખોની ૧૪ સંસ્થાઓને ર૩ કરોડ, બોદ્ઘ સંપ્રદાયની રપ૦ સંસ્થાઓને પ૦૪ કરોડ, અને સૌથી વધારે ઈસાઈઓની
૪૭૦૦ મીશનરીને ૧૦,૬૧૭ કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું છે.
નવાઈની વાત આ છે કે
એન.આઈ.એ. દ્વારા આંતકવાદની ઘટનાઓની તપાસ માટે ફકત લઘુમતિ સંસ્થાઓના ફંડના જ આંકડા માંગવામાં
આવ્યા હતા. બહુમતિ સમાજ દ્વારા સંચાલિત સંસ્થાઓને મળતા ફંડની કોઈ તપાસ કરવામાં નથી
આવી. ર૦૦૮થી ર૦૧૦ વચ્ચે આવેલ પૈસાનો આ હિસાબ છે. આ સમયગાળામાં જ હેમંતકરકરે દ્વારા
દેશમાં સૌપ્રથમ કેસરિયા આંતકવાદને ઉઘાડો પાડવામાં આવ્યો હતો. અને માલેગાંવ ઉપરાંત અનેક
ઘટનાઓમાં હિંદુ આંતકવાદીની સંડોવણી બહાર આવી હતી. આમ છતાં એન.આઈ. એ. દ્વારા હિંદુ સંસ્થાઓના
ફંડની તપાસ કરવામાં નથી આવી.
આવી સ્થિતિમાં એન.આઈ.
એ. દ્વારા હિંદુઓને મળતા વિદેશી ફંડની પણ તપાસ કરવી જોઈએ. જેથી સાચી હકીકત સામે આવે.
વિદેશી નાણાનો આરોપ
લગાવીને મુસલમાનોને બદનામ કરતું મીડીયા આ બાબતે મોન છે. મુસલમાનો અને શીખો મળીને પણ
બોદ્ઘો જેટલા પૈસા નથી મેળવતા. અને ઈસાઈઓને મળતા પૈસા તો અધધધધધ કહેવાય. છતાં કોઈ એમનું
નામ પણ નથી લેતું.
સુવાસે સાચો મુદ્દો અને સાચી વાત ઉપાડી છે.અયોધ્યામાં મંદિર નિર્માણ માટે વિદેશમાંથી અબજો રૂપિયા મલ્યા છે.એનો કોઈ હિસાબા નથી.
ReplyDeleteમુહમ્મદઅલી