Thursday, February 28, 2013

મહાન આલિમ, વિદ્વાન મુફતી, હઝરત મવલાના મુફતી ઇસ્માઈલ ભડકોદ્રવી સાહેબ રહમતુલ્લાહિ અલયહિ


મહાન આલિમ, વિદ્વાન મુફતી, જામિઅહ જંબુસરના શૈખુલ હદીસ હઝરત મવલાના
મુફતી ઇસ્માઈલ ભડકોદ્રવી સાહેબ
રહમતુલ્લાહિ અલયહિ
--------------------------------

            તા. ૧૭ રબીઉલ અવ્વલ, ૧૩૬૮ હિજરી. થી.......
            તા. ૧૬ રબીઉલ અવ્વલ ૧૪૩૪ હિ.
            એટલે કે સંપૂર્ણ ૬૬ વરસોનો સમયગાળો. ન એક દિવસ ઓછો ન વધારે..
            આ છે મુફતી ઇસ્માઈલ ભડકોદ્રવી સાહેબ રહ.ના જીવનનો કુલ હિસાબ..
            પણ આ તો 'ટોટલ' છે. બાકી જમા - ઉધારની ખાતાવહી તો ઘણી લાંબી. અને એમાંયે જમા પાસું જ દેખાય છે. અને ઉધાર, એ કોઈની દ્રષ્ટિ
નો ભમ્ર હશે... અને હવે તે પણ નથી, ને દશ્ય બિલ્કુલ સાફ...
            કોને ખબર હતી કે 'અલબલાગ'ને પાને અમારે એમની જુદાઈ અને વિદાયના આંસુ સારવા પડશે.. શેખ સાદીના શબ્દો પ્રમાણે મરહૂમને કદાચ એમના હિસાબની એટલી ફિકર નહી હોય, જેટલી આપણને આપણી 'ખોટ'ની છે.
ભીની ભીની વિદાયનો કોઈ વસવસો નથી -- આંસુ બનાવી આંખથી તું સારજે મને
તારી જ લાગણી છું, મને વ્યકત કરે હવે -- શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને
            ૬૬ વરસની આ મજલમાં પ્રથમ પડાવ ગામના મકતબ અને સ્કૂલનો છે. નાનકડું ગામ ભકડોદરા, ઉસ્તાદો, ઇમામો અને કેવળણીકારો બાબતે ઘણું સદનસીબ રહયું છે. મવલાના યાકૂબ કાસમી સા. મવલાના મૂસા કરમાડી સા. મવલાના યાકૂબ કાવી (વરાછા) રહ. મવલાના સુલેમાન દેવલા રહ. વગેરે ગુજરાતની પ્રથમ પંકિતના આલિમો આ ગામને ફાળે આવ્યા છે. શૈખુલ ઇસ્લામ મવલાના હુસૈન અહમદ મદની રહ.ના કરામતી અને ઇસ્લાહી ગશ્તથી ભરૂચ જિલ્લાના અન્ય ગામોની જેમ ભડકોદ્રા પણ વિશેષ્ા લાભાંવિત થયું હતું. અનેક લોકો હઝરત રહ.થી બયઅત થયા તો એવા કે એક બયઅત પછીથી મરતાં સુધી નેક, પાબંદ મુસલમાન બની ગયા. એ બધામાં મુફતી સાહેબના વાલિદ અને દાદા પણ હતા. એક પેઢી પછી આ નેકીનો ફાલ ઉતયર્ો તો ઉપરોકત ઉલમા અને બુઝુર્ગો સામે આવ્યા, અને અને એમની કેળવણી અને તાલીમ પણ બીજી પેઢીના ઘડતરમાં લાગી તો 'મુફતી ઇસ્માઈલ' જેવા અનેક મુફતીઓ, મોલાનાઓ, બુઝુર્ગો અને મુબલ્લિગો આપણને મળ્યા. અત્રે એ બધા ઉલમા અને ઓલિયાનું વર્ણન મકસદ નથી..
            મુફતી ઇસ્માઈલ સાહેબ રહ.ના વાલિદ ઇબ્રાહીમ, દાદા હસન અને આપનું જમીનદાર કુટુંબ.. બધા દીનદાર, ખેર અને ભલાઈના કામોમાં આગળ, સાચી સમજ, ખરી કથની, અને નેક કરણી ધરાવતા લોકો હતા.
            ઇબ્રાહીમ ભાઈ ઉઘરાતદારને એમના પુત્રોને દુન્યવી શિક્ષાણમાં આગળ વધારતા જોઈને પુત્ર 'ઇસ્માઈલ'ના ઉસ્તાદ મવલાના મૂસા સાહેબને થયું કે આ એક પુત્ર તો ઇલ્મે દીન ખાતર આપણને મળવો જોઈએ. એમણે ઇબ્રાહીમ ભાઈને આ વિશે પ્રોત્સાહન આપ્યું, તેઓ રાજી થયા અને બસ... પાણીનું એક અનમોલ ટીપું સીપમાં બંધ થયું, જે પાછળથી 'મોતી' થઈને નીકળવાનું હતું.
            મકતબની તાલીમ પૂરી કરીને દારૂલ ઉલૂમ આણંદમાં દાખલો લીધો. દારૂલ ઉલૂમ આણંદનો તે સુવર્ણકાળ હતો. અત્રે આપ રહ.એ હઝરત મવલાના મુહમ્મદ ઇસ્માઈલ સંભલી સા. રહ., હઝ. મવ. ઇસ્માઈલ મજાદરી રહ., હઝ. મવ. મુહમ્મદ અકરમ બુખારી રહ. હઝ. મવ. ખયરુર્રહમાન સા. રહ., હઝ. મવ. અહમદ જુજારા રહ., હઝ.મવ. અ. મજીદ ગોધરવી રહ. હઝ. મવ. મઆઝુલ ઇસ્લામ સંભલી દા.બ. હઝ. મવ. ઇબ્રાહીમ ઇન્દોરી સા. હઝ. મવ. મુહમ્મદ મુહયુદ્દીન બળોદવી સા. દા.બ. જેવા મહાન ઉસ્તાદો પાસે વિવિધ કિતાબો પઢીને આપ રહ.એ હિજરી સન ૧૩૯૦

જ્૧૯૭૦માં 'આલિમ'ની સનદ પ્રાપ્ત કરી. 'પુત્રના લક્ષાણ પારણામાંથી' મુજબ અત્રે વિદ્યાર્થીકાળથી જ આપ રહ. મહેનતુ, હોશિયાર, સમજદાર અને વિનમ્ર હતા, તકવા - તહારત વાળું સુંદર ચરિત્ર અને સાદગી ભયુઁ જીવન આપની વિશેષતા હતી. પરિણામે તાલીમમાં સહુથી આગળ અને લાગણીમાં ઉસ્તાદોના માનીતા હતા.
            અહિંયાથી ફારિગ થઈ દારૂલ ઉલૂમ દેવબંદ પહોંચ્યા. એટલે કે સીપનું મોતી સુંદર ઘાટ મેળવવા કલાકારના હાથોમાં પહોંચ્યું.
            શવ્વાલ ૧૩૯૦માં અત્રે દાખલ થયા, પ્રથમ વરસે 'મોકૂફ અલયહિ' કિતાબો પઢીને બીજા વરસે દવરએ હદીસમાં દાખલો લીધો. અને દવરએ હદીસમાં પ્રથમ વર્ગની સફળતા મેળવી ત્રીજા વરસે (૧૩૯ર-૧૩૯૩) માં મુફતી કલાસમાં દાખલો લીધો. આ વરસોમાં અત્રે પણ આપ રહ.ને આણંદની જેમ ઉચ્ચ કોટીના ઉસ્તાદો અને કેળવણીકારો પાસે જ્ઞાન પ્રાપ્તિનું સદભાગ્ય મળ્યું. વિશેષ કરીને હઝ. મવ. કારી મુહમ્મદ તય્યિબ સા. રહ., હઝ.મવ. સય્યિદ ફખરુદ્દીન અહમદ રહ., હઝ. મવ. મુફતી મહમૂદ હસન ગંગોહી રહ. હઝ. મવ. નસીર અહમદ ખાન સાહબ દા.બ., હઝ. મવ. મિઅરાજુલ હક સા. રહ. હઝ. મવ. મુહમ્મદ હસૈન મુલ્લા બિહારી રહ., હઝ. મવ. શરીફ હસન સા. રહ., હઝ. મવ. અબ્દુલ અહદ સા. રહ., હઝ. મવ. ફખ્રુલ હસન સા. રહ. હઝ. મવ. મુહમ્મદ અન્ઝર શાહ સા. રહ., હઝ. મવ. મુહમ્મદ સાલિમ સા. દા.બ. વગેરે ઉસ્તાદો અને કેળવણીકારો પાસેથી આપ રહ.એ વિદ્યા, વિનય, વિવેક, વિચાર, વાણી અને વહેવારના પાઠો ભણ્યા.
            મુફતી કલાસના કોર્સમાં પઢવાની કિતાબ 'અલ અશ્બાહ વન્નઝાઇર' તે સમયે છપાયેલી મળતી ન હશે, એટલે મુફતી સાહેબ રહ.એ આખી કિતાબ (૧ ફૂટ લાંબી, ૭ ઇંચ પહોળી, એક પેજ પર ૧૭-૧૮ લીટીઓ, ર૩૮ પેજ) પોતાના હાથે લખી હતી. સાથે જ ઉસ્તાદના સબકની કીમતી વાતો હાંસિયા ઉપર અરબીમાં નોંધ સ્વરૂપે લખતા હતા. આ હસ્તપ્રત મુફતી સાહેબ રહ.ની કિતાબોમાં આજે પણ મોજૂદ છે.
            ત્રણ વરસની દેવબંદની તાલીમ પૂરી થાય એ પહેલાં જ દારૂલ ઉલૂમ આણંદના પારખુ મોહતમિમ હઝ. મવ. ગુલામ મુહમ્મદ સાહેબ રહ. એ તાલીમ પૂરી થયે આણંદમાં નિયુકિત નક્કી કરી દીધી. એટલે મુરબ્બીની આજ્ઞા માથે ચડાવી આપ રહ. આણંદ આવી ગયા. આ જ દિવસોમાં દારૂલ ઉલૂમમાંથી મુફતી સાહેબ રહ.ના એક વિશેષ્ા ઉસ્તાદ મવ. ઇસ્માઈલ મજાદરી રહ. દા.ઉ. આણંદ છોડીને વડાલી જઈ રહયા હતા, એમણે મુફતી સાહેબને લખ્યું કે, દા.ઉ. આણંદમાં તમારી નિયુકતી થઈ છે, હું વડાલી જઈ રહયો છું, જો તમને વડાલી આવવાનું ગમે તો પ્રથમથી જ તમને હદીસની કિતાબો પઢાવવની મળશે. આ હતો લાગણીનો લગાવ અને વફાનો વિશ્વાસ અને એ બધાને નથી મળતો.
            આણંદમાં નિયુકિત પછી આપ રહ.ને તુરંતમાં જ મોટું સ્થાન આપવામાં આવ્યું અને 'હિદાયા' જેવી કિતાબનો સબક આપને સોંપવામાં આવ્યો. અલબત્ત અત્રે તબિયત સારી રહેતી ન હતી. અને મુફતી સાહેબ રહ. પરેશાન હતા.
            કુદરતની કરામત કે હઝરત મવલાના અલીભાઈ કાવી રહ.એ આપના ખબરઅંતર પૂછયા અને બીમારીના કારણે જગ્યા બદલવાની ઇચ્છા જાણી તો તુરંત તક ઝડપી લીધી. અને ૧૩૯૯ હિ. ૧૯૭૯ ઇ. માં મુફતી સાહેબ દારૂલ ઉલૂમમાં તશરીફ લઈ આવ્યા.
            અહિંયા બીજા જ વરસે નાયબ મુફતી અને ત્રીજા વરસે હિ. ૧૪૦૧માં આપને સદર મુફતીની જવાબદારી સોંપવામાં આવી. આપની ઉમર હતી ૩૧ વરસ. તે દિ અને આજની ઘડી. આદરેલું કામ મુફતી સાહેબે કદી પડતું મુકયું નહી, અને બખૂબી અંજામ આપ્યું.
            દારૂલ ઉલૂમમાં આપ રહ.એ મુફતી તરીકેની સેવાઓ ઉપરાંત સહીહ મુસ્િલમ શરીફ, સુનને તિરમિઝી શરીફ અને બુખારી શરીફનો બીજો ભાગ પઢાવ્યો. નિશંક હઝારો તલબએ કિરામને આપ રહ.એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ફરમાનો સમજાવ્યા. 'દર્સે હદીસ' કેટલો મહાન છે, અને એના થકી ઇસ્લામની શું સમજ આપવામાં આવે છે, એને વિસ્તારથી વર્ણવવું અત્રે શક્તય નથી, ટુંકમાં એટલું ખરું કે જીવનના દરેક ક્ષોત્રને આવરી લેતા ખુદાઈ ફરમાનો અને ઇસ્લામી સિદ્ઘાંતોની ખરી તાલીમ હદીસ શરીફ થકી જ મળે છે.
            દારૂલ ઉલૂમ કંથારીઆ ખાતે હદીસ શરીફની ઉચ્ચ દરજાની કિતાબોના દર્સનો અનુભવનો લાભ જેમ દારૂલ ઉલૂમ કંથારીઆને મળ્યો, એમ જ એનો લાભ જામિઅહ ઉલૂમુલ કુર્આન જંબુસરને પણ મળ્યો. હિ. ૧૪૧૯ માં જામિઅહ જંબુસર ખાતે 'શયખુલ હદીસ' સ્વરૂપે જામિઅહ જંબુસરના ટ્રસ્ટી મંડળની દરખાસ્તને હઝ. મવ. ઇસ્માઈલ મનુબરી સા. દા.બ.એ મંજૂર રાખી તો મુફતી સાહેબ રહ.ને જામિઅહ જંબુસરમાં 'શયખુલ હદીસ'ના સન્માનજનક પદે બિરાજમાન કરવામાં આવ્યા. અત્યાર સુધી ફતાવામાં મુફતી સાહેબ રહ.ઉપર વિશ્વાસ વ્યકત કરતા ગુજરાતભરના ઉલમાએ કિરામે 'શયખુલ હદીસ' તરીકે આપની નિયુકિતને પણ અત્યંત યથાયોગ્ય ગણાવી અને મુફતી સાહેબના બુખારી શરીફના પ્રથમ દર્સમાં પધારીને એનું સમર્થન ફરમાવ્યું.
            આપ રહ.ની વફાતથી જામિઅહ જંબુસરનું તે ઉચ્ચ સ્થાન ખાલી થયું છે, અને દા.ઉ. કંથારીઆની મસ્નદે ઇફતા પણ...ઘણું બધું ગુમાવી દીધાનું લાગી આવ્યું છે.
અમારી જિંદગીમાં એક તમારી ખોટ લાગે છે - ન રુઝાય તેવી આ ચોટ લાગે છે.
            જામિઅહ જંબુસરના તો તેઓ સ્થાપક ટ્રસ્ટી પણ હતા, અને છેવટ સુધી જામિઅહની હર તરહની પ્રગતિ, ઉન્નતિ અને તાલીમ - તરબિયતની ઉચ્ચતા માટે પ્રયાસરત રહેવા ઉપરાંત ફિકરમંદ પણ રહયા. અને હવે એમના અવસાનથી... ટ્રસ્ટી મંડળનો એક આધાર ગુમાવીને જામિઅહ જંબુસર જે નુકસાનનો અનુભવ કરી રહયું છે, એની માત્ર કલ્પના જ કરવી રહી.
કમળ જેવું કશુંક વાવી દીધું છે નર્યા રણને છલકાવી દીધું છે.
તમારી ખોટ સાલે છે તિમિરને - સમયનું વહેણ થંભાવી દીધું છે.
            જામિઅહ ઉલૂમુલ કુર્આન, જંબુસરમાં બુખારી શરીફનો દર્સ શરૂ ફરમાવ્યા પછી ત્રણ દિવસ જંબુસર અને ત્રણ દિવસ કંથારીઆ રહેવાનો ક્રમ હતો. જે પાછળથી એક એક સાપ્તાહિક કરી દેવામાં આવ્યો હતો. આ માટે જામિઅહ જંબુસર તરફથી નક્કી કયર્ા મુજબ કંથારીઆ - જંબુસર વચ્ચેની આપની સફર માટે મદરસાની ગાડી ઉપયોગમાં લેતા હતા. જંબુસર આવીને લગભગ દરેક જુમ્મા ભડકોદ્રા જઈને પઢતા હતા, એટલે જંબુસર અને ભડકોદ્રા વચ્ચેની સફર સરકારી બસમાં કરતા હતા. અને જયારે પણ મદરસાની ગાડી આ માટે ઉપયોગમાં લેતા - અને છેલ્લે બીમારીના ઝમાનામાં તો એવું જ કરતા હતા - તો એના ભાડાના પૈસા ચોક્કસ મદરસામાં જમા કરાવતા હતા.
            લગભગ બે વરસ પૂર્વે જયારે 'કીડની ફેઈલ'નું નિદાન થયું, તો મુફતી સાહેબ તકવા - તહારત, એહતિયાત  - અઝીમત ઉપરાંત અનેક કારણોસર ડાયાલિસિસથી દૂર રહેવા માંગતા હતા. નડિયાદની મશ્હૂર આયૂર્વેદીક કીડની હોસ્પિટલમાં દાખલ થયા, પણ... છેલ્લે ડાયાલિસિસ અપનાવવું પડયું. અને એમાંયે બહારથી નવું લોહી આપવાની વાત આવી તો એ ડાયાલિસિસ કરતાં પણ મોટી સાવચેતીની વાત હતી, મુફતી સાહેબ કેમેય સહમત નહી.. બધા ફિકરમંદ હતા, છેલ્લે આપ રહ.ના મોટા ભાઈ 'અલીભાઈ' સા.ની વાત માનીને નવું લોહી સ્વીકાયુઁ. લગભગ એક વરસ સુધી આ માટે સપ્તાહમાં એક વખત વડોદરા જવાનું રહયું, પછી જંબુસરમાં જ જામિઅહ સંચાલિત 'અલમહમૂદ હોસ્િપટલ'માં આ માટેની વ્યવસ્થા થઈ ગઈ તો વડોદરાની સફરનો કષ્ટ ઓછો થયો.
            કીડની ફેઇલ, અને ડાયાલિસિસ... મુફતી સાહેબ શારીરિક - માનસિક બન્ને રીતે પરેશાન હતા, એવામાં અચાનક રમઝાનુલ મુબારક (ર૧, રમઝાન ૧૪૩૩, ૧૧ સપ્ટેમ્બર ર૦૧ર)માં આપના અહલિયહ મોહતરમહ હાર્ટએટેકમાં અવસાન પામ્યાં. આપ રહ.ને અવલાદ ન હતી, એટલે જીવનભર અહલિયહ એકમાત્ર સુખ દુખના સંપૂર્ણ સાથી હતાં. કીડની ફેઇલ પછી મુફતી સાહેબ પોતાના દિવસો ગણીને અહલિયહ માટે અગમચેતીની તૈયારી કરતા હતા, પણ તકદીરની કિતાબનું નવું પાનું ઉઘડયું તો અહલિયહનું નામ આગળ હતું, ર૦ રમઝાનના રોજ મુફતી સાહેબ પોતે એમને લઈને વડોદરા હોસ્િપટલ પહોંચ્યા. સારવારના બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા, પણ નિરર્થક... એ દર્દનાક ઘટના અને દશ્યનું વર્ણન લાંબું છે. હજુ એક મહીના પહેલાં અહલિયહના ઈસાલે સવાબ માટે ગામમાં આપ રહ.એ પાણીનું બોર કરાવ્યું હતું, પાણીની સફાઈ થઈ રહી છે... મુફતી સાહેબ જુમ્અહના દિવસે જઈને એની તપાસ પણ કરી આવ્યા હતા.

            નિકટના માણસોના કહેવામ મુજબ મુફતી સાહેબ રહ. અહલિયના ઇન્તેકાલ પછી અંદરથી ભાંગી પડયા હતા, બલકે જીવનમાં પાછા ફયર્ા જ નહી, અને એમનો પણ નિયત સમય આવી પહોંચ્યો.
            અહલિયહની વફાત પછી અશકિત પણ ઘણી વધી ગઈ હતી, તબિયત લથડી રહી હતી. એટલી બધી કે અમુક મહીના પહેલાંનો મુલાકાતી તો ઓળખી પણ ન શકે. તા. ર૦ જાન્યુ. ર૦૧૩ના રોજ જામિઅહ જંબુસરમાં મવ. ખાલિદ સયફુલ્લાહ રહમાની દા.બ. સીરતે રસૂલના જલ્સામાં આવ્યા હતા. વિદાય વેળા મુફતી સાહેબ રહ. વિશે વાત નીકળી તો ફરમાવ્યું કે, મુફતી સાહેબ સાથે તો મારી જૂની ઓળખાણ છે, ફિકહ એકેડમીના સેમીનારો ઉપરાંત અનેક મુલાકાતો અને મજલિસોમાં સાથે બેસ્યા છે, પણ આજે જલ્સામાં તેઓ મારી સાથે જ સ્ટેજ ઉપર બિરાજમાન હતા, પણ મેં એમને ઓળખ્યા પણ નહી. આટલા બધા કમઝોર થઈ ગયા... એટલામાં જ મુફતી સાહેબ રહ. એમને વિદાય કરવા આવી પહોંચ્યા.
            ક્રમ મુજબ શનિવારે ડાયાલિસિસ કરાવીને તા. ૧૪ રબીઉલ અવ્વલ ૧૪૩૪ હી.મુતાબિક ર૭ જાન્યુઆરી ર૦૧૩ રવિવારના દિવસે જંબુસરથી કંથારીઆ તશ્રીફ લઈ ગયા. સોમવારે પણ નિયમ મુજબ મદરસામાં હાજર રહયા, દારૂલ ઇફતામાં ગયા, સબક પઢાવ્યો અને ફતવા પણ લખ્યા. સોમવારે બપોર પછીના સમયે પણ કલાસમાં ગયા, સબક પઢાવ્યો, વારસા વહેંચણીના એક સવાલનો જવાબ (ફતવો) પણ લખ્યો. પગોમાં અસહય દર્દના કારણે થોડા વહેલા કલાસમાંથી ઘરે આવવા નીકળ્યા. બે વિદ્યાર્થીઓ સાથે હતા. અસરની નમાઝ પઢવા એમને રવાના કર્યા પોતે અસરની નમાઝ ઘરે જ પઢી. કિતાબના વાંચનમાં મશ્ગૂલ હતાખુલ્લી કિતાબ પર ચશ્મો મૂકીને મગરિબની નમાઝની તૈયારી માટે ઉઠયા..... પછી.....
            છેવટ સુધી આપ રહ.નો મામૂલ મસ્જિદમાં જ નમાઝ પઢવાનો હતો, અસર અને મગરિબમાં આપ રહ.ને મસ્િજદમાં ન જોયા, ઘર ખુલ્લું, લાઇટ ચાલુ,.. આપના પાડોશીઓ અને ખિદમતગારોને ધ્રાસ્કો પડયો. મવ. શફીક સા. મવ. યૂસુફ સા. અને મવ. અહમદ સાહેબ ભેગા થયા, વારંવાર સલામ કરી, પણ જવાબ નહી... એટલે ધીરે રહીને અંદર ગયા...
            ગુસલ ખાનામાં ટેબલ ઉપર બેસેલા, વુઝૂ માટે બાંયો ચડાવેલી, પીઠ દીવાર સાથે... બેહોશ હતા, છેલ્લા શ્વાસ હતા...
            ઊંચકીને બિસ્તર પર સુવાડયા અને આપ રહ.એ છેલ્લો શ્વાસ લીધો.
            વાત વાયુવેગે બધે પ્રસરી ગઈ, પ્રથમ કંથારીઆમાં જ રાત્રે ૧૦-૩૦ વાગ્યે મદરસાના તલબા અને ઉસ્તાદોએ મો. અનવર સા. કાવી દા.બ.ની ઇમામતમાં નમાઝ પઢી, આજુબાજુના ગામડાંઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતા. નમાઝ પછી મય્િયત ભડકોદ્રા લઈ જવામાં આવી. અને સવારે ૧૦ વાગ્યે અત્રે જનાઝહની બીÒ નમાઝ માટેનો સમય નક્કી કરવામાં આવ્યો.
            સવારથી જ દૂર-દૂરથી આપ રહ.ના શાગર્િદો, અકીદતમંદો અને ઉલમાએ કિરામ ભડકોદ્રા પહોંચવા માંડયા. ગામમાં માણસોનું કીડીયારું ઉભરાયું હોય એવો માહોલ હતો. લોકો ઘરે જઈને આપ રહ.ના છેલ્લા દીદાર કરતા, અફસોસ, મહરૂમી, માયૂસી... લોકોના ચહેરા પર અને આપ રહ. પરવરદિગારના દરબારમાં... શાંત સૂતા હતા..
            આંખની સામે તો આંખ મળશે જરૂર - પણ નજર તમે ટકાવી નહીં શકો
            લોકોના ધસારાને જોઈને સ્કૂલના મેદાનમાં જનાઝહની નમાઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ નાનકડા ગામે કદાચ જ આવો કોઈ સપૂત પેદા કર્યો હશે અને કદાચ જ આવી મેદની કોઈ વાર જોઈ હશે.
            હઝ. મવ. મુફતી અહમદ દેવલ્વી સા. દા.બ.એ અત્રે જનાઝહની નમાઝ પઢાવી, દફન કરવામાં આવ્યા, અને મોલાના મુહમ્મદ મદની સા.ની દુઆ ઉપર આ એક ગમનાક ઘટના અને દર્દનાક દશ્યનો અંત આવ્યો. નિશંક આ ઘટના લાંબી અસર અને મોટી ખોટ છોડી ગઈ છે.
            જામિઅહ ઉલૂમુલ કુરઆન, જંબુસર સાથે આપ રહ.ને ઘરનો ઘરોબો અને પોતીકો સંબંધ હતો. એના સ્થાપક ટ્રસ્ટી હતા. જામિઅહથી સંલગ્ન અલમહમૂદ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હતા. અત્રે 'શૈખુલ હદીસ'નો માનનીય હોદ્દો અને ઉચ્ચ ઇલ્મી પદ પણ શોભાવતા હતા. જામિઅહની મજલિસે શૂરાની કાર્યવાહીની મીનીટસ પણ આપ રહ. નોંધતા હતા. જામિઅહ થકી અંજામ આપવામાં આવતી અન્ય દીની - ઇલ્મી સેવાઓના પણ સમર્થક હતા. રાબેતએ અદબે આલમી - ઇસ્લામી અને મજલિસે તહફફુજે મદારિસે ગુજરાતના જલ્સાઓમાં પણ શરીક થતા હતા.
            - આપ રહ.નું જીવન મુખ્યતવે બે બાબતો ઉપર કેન્િદ્રત હતું, તાલીમ અને ફતાવા એટલે કે દીની સવાલોના જવાબો લખવા. બન્ને બાબતોમાં આપ રહ.નું સ્થાન ઉચ્ચ હતું. ફતવાના વિષ્ાયમાં તો આપ રહ. ગુજરાત અને ભારતભરમાં, બલકે ગુજરાતીઓ થકી વિશ્વભરમાં અજોડ હતા. દરેક પાસાની છણાવટ, પૂરતી માહિતી, અને સમસ્યા - સવાલના મુળ જાણીને એનો જવાબ લખવો અને શરઈ હુકમ દશર્ાવવો આપની વિશેષ્ાતા હતી. આધુનિક વિશ્વમાં ઉપસ્થિત થતા કંપની, શેર, વીમો, વ્યાજ, અને જૂના ઝમાનાથી ચાલતા આવતા રિવાજોના પ્રશ્નો વિશે અત્યંત આધારભુત, દલીલબદ્ઘ અને સંતોષકારક ફતાવા આપ રહ.એ લખ્યા છે. કુલ '૩ર' રજિસ્ટરોમાં આપના આ ફતાવા મહફૂજ છે.
            પાછલા અમુક વરસોથી આપ રહ.ના ફતાવા આપ રહ. પુસ્તક સ્વરૂપે સંપાદિત થઈને પ્રકાશન વિભાગ દા.ઉ. કંથારીઆ તરફથી છપાય રહયા છે. ઝુબ્દતુલ ફતાવા - ગુજરાતીના પાંચ ભાગો પ્રકાશિત થઈ ચૂકયા છે. અને આગળનું કામ ચાલુ છે. આ જ નામથી ઉર્દૂ ફતાવા પણ પ્રકાશિત થઈ રહયા છે. અને પહેલો ભાગ પ્રકાશિત થઈ ગયો છે. બીજા ભાગનું કામ જારી છે.
            આપની સેવાઓના કેન્દ્રબિંદુ સમાન આ વિષ્ાય ઉપર કોઈક વિગતવાર પ્રકાશ પાડશે, એવી દુઆ અને આશા...
            - તદરીસ અને ફતાવા ઉપરાંત જાહેર જીવનમાં આપ રહ. સક્રિય હતા. જમીઅતે ઉલમા, સૂબા ગુજરાતના આપ રહ. ઘણા વરસો પહેલાંથી જ મજલિસે મુન્તઝિમહના સભ્ય હતા. અને વચ્ચે એક ઝમાનામાં કારોબારીના સભ્ય પણ અને જમીઅતે ઉલમા જિલ્લા ભરૂચના નાયબ પ્રમુખ પણ રહયા હતા. જમીઅતે ઉલમાના માધ્યમથી હઝ. મવ.મુફતી અહમદ દેવલા સા. સાથે મળીને આપ રહ.એ અનમોલ સેવાઓ બજાવી છે. આ સેવાઓનું વર્ણન પણ એક વિશેષ સમય અને જગ્યા માંગે છે. કોઇક એને પણ વિસ્તારથી વર્ણન કરે તો સારું...
            - ઇસ્લામિક ફિકહ એકેડમી ઇન્ડીયાના સેમીનારોમાં ભાગ લેતા હતા, અને ફિકહના વિષ્ાય ઉપર તહકીકી - સંશોધનપૂર્ણ લેખો પણ રજૂ કરતા હતા. કાજી મુજાહિદુલ ઇસ્લામ સા. રહ. ના અવસાન પછી જવાનું ઓછું કરી દીધું હતું. અલબત્ત સવાલોના જવાબો જરૂર લખી મોકલાવતા હતા. ફિકહ એકેડમી તરફથી 'ફિકહી એન્સાઈકલોપીડીયા' (મોસૂઅહ ફિકહીય્યાહ કુવેતિય્યહ - અરબી, ૪પ, ભાગો)નો ઉર્દૂ અનુવાદ પ્રકાશિત કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું તો એક ભાગના અનુવાદની જવાબદારી પણ આપને આપવામાં આવી હતી.
            - આ જ પ્રમાણે ઇદારતુલ મબાહિષિલ ફિકહીય્યહ (જમીઅત)ના સેમીનારોમાં પણ ભાગ લેતા હતા અને એમાં નક્કી વિષય ઉપર સંશોધનાત્મક અને તહકીકી લેખો રજૂ કરતા હતા.
            - ઉપરોકત બન્ને સંસ્થાઓ જેવી સંસ્થા ગુજરાત સ્તરે સ્થાપવાની વાત આવી તો હઝ. મવ. અબ્દુલ્લાહ કાપોદ્રવી સા. દા.બ. ના અધ્યક્ષાપદે એક મીટીંગ એમના ઘરે યોજાઈ, અત્રે જયારે 'અલમજલિસુલ ફિકહી લ ઇસ્લામી - ગુજરાત'ની સ્થાપનાનો ફેસલો કરવામાં આવ્યો તો સર્વાનુમતે આપ રહ.ને એના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. આ સંસ્થા થકી પણ ઘણું કાર્ય આપ રહ. એ અંજામ આપ્યું છે અને આપ રહ.ની મહાન સેવાઓનું આ પણ એક સોનેરી પાનું છે.
            - આચાર - વિચારમાં સંપૂર્ણ સિદ્ઘાંતવાદી હતા. અલબત્ત પૂરતી સમજદારી સાથે. તલબા સાથે જરૂરત મુજબ કડકાઈ વર્તતા તો યોગ્ય સ્થળે શફકત, હેત અને પ્રેમનો વતર્ાવ પણ કરતા હતા. એમનાથી જોડાયેલ, વિશેષ્ા કેળવણી પામેલ, અને ખિદમતનો સંબંધ ધરાવતા નવા - જૂના અનેક તલબા ઉપરાંત આપની સાથે ઉઠતા - બેસતા લોકોનું કહેવું છે કે આપ રહ.નો વાસ્તવમાં સ્વભાવે મિલનસાર, નરમ અને હેત - પ્રેમ ધરાવનાર હતા. કદાચ આ જ બાબત હશે કે વફાતના સમાચાર સાંભળી ગુજરાતભરમાં પથરાયેલ, અને જિલ્લાના ગામે ગામથી આપ રહ.ના તલબા ગમગીન થઈને, આઘાત અનુભવીને આસુંભરી વિદાય આપવા કંથારીઆ અને ભડકોદ્રા આવી પહોંચ્યા હતા.
તમે વાઢયો મૂળેથી એ પાક છું હું -ઉપાડો ગમે ત્યાંથી, જયાં ફાવે ખડકો.
ડરો નહી બુઝાયેલો અંગાર છું હું -ખભા ચાર તો લાવો આગળ ને અડકો
            - ભાઈઓમાં આપ રહ. ત્રીજા નંબરે હતા. મોટાભાઈ 'મુહમ્મદ' ઘણા વરસો પહેલાં ઇન્તેકાલ ફરમાવી ગયા હતા. બીજાભાઈ  'અલી' હજુ હયાત છે. ત્યાર પછી અબ્દુલ્લાહ અને અહમદ..
            મુફતી સાહેબ રહ. વિચારી - સમજીને જ કંઈક કરતા કે કહેતા, એટલે એમનાથી આગળ કે વિપરીત વાત ઘરમાં કોઈ કરતું નહી. અલબત્ત અલીભાઈ મોટા હતા, એટલે મુફતી સાહેબ એમને 'બાપ' સમાજ દરજો આપીને એમનું પુરતું સન્માન જાળવતા હતા. અને સામાજિક બાબતોમાં શરીઅતના આદેશ મુજબ એમની વાતને સ્વીકારી લેતા હતા. 'કીડની ફેઇલ'ના નિદાન પછી નવું લોહી લેવા આપ રહ. સહમત ન હતા, ત્યારે જ. અલીભાઈના કહેવાથી જ રાજી થયા હતા. જ. અલીભાઈએ એમને કહયું કે તમારી પાસેનું ઇલ્મ અલ્લાહની અમાનત છે, જેના થકી કોમની અને તલબાની સેવા આપની ફરજ છે, આ અમાનતની બજવણી માટે તમારે તમારી તબિયતની ચિંતા કરવી જોઈએ, અને ઇલાજ માટે શરીઅતે આપેલ છુટ તમારે સ્વીકારવી જોઈએ.
            - છેલ્લા અમુક મહીનાઓમાં વધારે અશક્તત થઈ જવાના કારણે અલીભાઈએ કંથારીઆ કે જંબુસર, બેમાંથી એક સ્થાને રહેવાની સલાહ આપી તો 'અમાનતની બજવણી' વાળી એમની જ દલીલ આપીને મુફતી સાહેબે ઇન્કાર કરી દીધો અને ફરમાવ્યું કે ભરૂચ જંબુસર વચ્ચે રસ્તામાં પણ મારા પ્રાણ જાય તો તમને વાંધો ન હોવો જોઈએ.
જગત ખેંચી રહયું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહી તો બેય તાણે છે.
કદર 'બેફામ' શું માંગુ જીવનની જગત પાસે
કે જયાં લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.
            - એમ તો ૬૬ પછી પણ ગણતરી ચાલુ જ રહે છે, પણ મુફતી સાહેબની સફર અહીં પૂરી થાય છે, અને કોઈ બીજાની શરૂ...
આગામી કોઈ પઢીને દેતા હશે જીવન -       બાકી તમારા શ્વાસ નકામા તો જાય ના.
સારા કે નરસા કોઈને દેજે ન ઓ ખુદા - સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના.
                                                ---- ફરીદ અહમદ કાવી.

Tuesday, February 19, 2013

મસ્લકી ઇખ્તેલાફ : મર્યાદા સમજો અને વેરભાવ ન રાખો


યુરોપનો ઇતિહાસ જાણનારા સુપેરે વાકેફ છે કે ત્યાં ઈસાઈઓ પરસ્પરના જુથવાદના કારણે કેવા અંદરોઅંદર લડતા હતા. સ્પેનમાંથી મુસ્િલમ શાસનનો અંત આવ્યો તો ત્યાંના મુસલમાનોને દેશ છોડી જવાનો આદેશ આપવામાં આવ્યો, દેશ છોડી જતા કાફલાઓની કત્લે આમ કરવામાં આવતી. જે ગરીબો સ્થળાંતર કરવા શકિતમાન ન હતા એમને પણ મોતને ઘાત ઉતારવામાં આવ્યા અથવા ઈસાઈ ધર્મ સ્વીકાર કરવા મજબૂર કરવામાં આવ્યા.
આવું વર્તન ત્યાંના યહૂદીઓ ઉપર કરવામાં આવ્યું. યહૂદીઓ મુસલમાનોના શાસનમાં ખુશ હતા, સલામત હતા. પરંતુ મુસ્લિમ શાસનના ખતમ થતાં જ એમને ત્યાંથી પણ નીકળી જવા કે ઈસાઈ ધર્મ અપનાવવા ઉપર મજબૂર કરવામાં આવ્યા. આમાંથી જે મુસલમાનો અને યહૂદીઓએ પરિસ્િથતિથી વિવશ થઈ ઈસાઈ ધર્મ અપનાવ્યો, એમના વિશે પણ ઈસાઈઓ શંકા કરતા રહેતા કે કદાચ તેઓ અંદરખાને એમના જૂના ધર્મ ઉપર યથાવત હોય. અને યેનકેન પ્રકારે આવા લોકોને ત્રાસ આપવામાં આવતો. એમની સંપત્તિ છીનવી લેવા કે વ્યકિતગત વેર વાળવા આવા લોકો ઉપર અંદરખાને મુળ ધર્મ ઉપર હોવાની શિકાયત કરવામાં આવતી રહેતી, એટલે આવા લોકોની આકરી તપાસ કરવા હેતુ એક વિશેષ્ા ટોર્ચર સેલની રચના કરવામાં આવી. ઈસાઈ ચર્ચ દ્વારા એને ભદ્ય/ગ્ય્(ય્ત્ય્:દ્ય નું નામ આપવામાં આવ્યું. લાખો લોકોને આ તપાસ ખાતાએ આકરી યાતનાઓ આપીને મોતને ઘાટ ઉતારી દીધા.
ઇતિહાસમાં આ ખાતાના અત્યાચારો એક અંધકારયુગ ગણાય છે, અને આજે પણ ઈસાઈ ઇતિહાસકારો એનંુ વર્ણન કરતા શરમાય છે. આ જ તપાસ ખાતું સ્પેનથી યુરોપમાં આવ્યું અને તપાસ અને સજાના નામે મળેલ અધિકારો અને સત્તાથી ચર્ચના અધિકારીઓ પોતાને અમયર્ાદિત સત્તાનંુ કેન્દ્ર સમજવા લાગ્યા અને ધીરે ધીરે દરેક એવા માણસને તેઓ આવા ખાતાને હવાલે કરીને ખામોશ કરવાની નીતિ અપનાવી લીધી જેનાથી ચર્ચના લોકોને એમની સત્તા સામે ખતરો દેખાતો હોય. જુનવાણી રસમો, ધર્મના નામે ધતીંગો અને ઉઘરાણા સામે કોઈ અવાજ ઉઠાવતું તો એને પણ આ ખાતાને હવાલે કરીને મોતને ઘાટ ઉતારી દેવાતો. કોઈ શિક્ષિાત માણસ સમજદારીની વાત કરતો તો એને પણ ધર્મવિરોધી કરાર દેવામાં આવતો. આ દાસ્તાન લાંબી છે. અહિંયાથી જ યુરોપના કહેવાતા પુન્રોત્થાનનો આરંભ થાય છે, કારણ કે આ ક્રાંતિ ધર્મના અમયર્ાદિત ખોટા બંધનથી છુટવા માટે હતી, એટલે ત્યાં ધર્મને વિજ્ઞાન અને વિકાસનો વિરોધી સમજવામાં આવ્યો. યુરોપની ક્રાંતિના આવા ઇતિહાસનો અભ્યાસ કરનારા આજના ઘણા મુસલમાનો બોદ્ઘિકો મુસલમાનોની વર્તમાન પડતી અને પછાતપણાનું કારણ પણ ધર્મને કરાર દે છે અને એમના મન ધામર્િક સંસ્થાઓ, ધર્મગુરૂઓ, ધાર્મિક ક્રિયાકાંડો (ઇબાદતો) અને ધર્મવૃતિ જ મુસલમાનોના વિકાસ અને પ્રગતિમાં અવરોધક છે.
અલબત્ત આ વિશ્લેષણ ખોટું છે અને ચર્ચ - કલીસાની અંધકારવૃતિ અને ઇસ્લામી વિચારધારાની વિશાળદષ્િટને ન સમજવાનું પરિણામ છે. ખેર અત્રે ચચર્ાનો વિષ્ાય આ નથી...
આપણે વાત કરીએ ઈસાઈઓની પરસ્પરની લડાઈની.. ભદ્ય/ગ્ય્(ય્ત્ય્:દ્ય ના અત્યાચારો વધી પડયા તો આખરે એનો વિરોધ શરૂ થયો, અને પરિણામે પ્રોટેસ્ટન્ટ ફિરકો અસ્િતત્વમાં આવ્યો. સર્વપ્રથમ લુથરના વિરોધના કારણે આ ફિરકો સામે આવ્યો એટલે આ પ્રોટેસ્ટન્ટ ફિરકાના એક મોટા વર્ગને લુથરીન પણ કહેવામાં આવે છે. હવે કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ વચ્ચેની લડાઈ શરૂ થઈ, બહુમતિમાં રાચતા અને સત્તા ભોગવતા કેથોલિકોએ ઘણા અત્યાચારો કર્યા. જેની દાસ્તાન રુવાંડા ઉભા કરી દેનારી છે.
વચ્ચે ત્રીસ વરસ આ બન્ને ફિરકા વચ્ચે યુદ્ઘનો એવો જુવાળ આવ્યો હતો કે ઇતિહાસમાં 'યુદ્ઘના ત્રીસ વરસો' એક વિષ્ાય સ્વરૂપે સ્થાન ધરાવે છે. વિરોધીઓને સામુહિક રીતે કતલ કરવામાં આવતા, Òવતા સળગાવવામાં આવતા, સામુહિક રીતે ઝાડો પર સુળીએ લટકાવવામાં આવતા. આ બધાના કાલ્પનિક ચિત્રો આજે પણ ઇતિહાસના પૃષ્ઠોમાં મળે છે અને ઇન્ટરનેટ ઉપર આ વિષ્ાયે પુષ્કળ સાહિત્ય મળી આવે છે.
કેથોલિક અને પ્રોટેસ્ટન્ટની દાસ્તાન અત્રે ઉલ્લેખવાનો મકસદ મુસલમાનોની ફિરકાબંદી તરફ ધ્યાન દોરવાનો છે. મુસલમાનોની ફિરકાબંદી, વિશેષ કરીને ભારતીય ઉપખંડમાં આટલી હદે નથી પહોંચી કે એક ફિરકાનો મુસલમાન બીજાને કતલ કરવા કે મારવાની હદે પહોંચે. અને ખુદા ન કરે આમ થાય.
અલબત્ત ટુંકો સ્વાર્થ ધરાવતા ધામર્ક આગેવાનો પોતાના ફિરકાના લોકોને અન્યોથી દૂર રાખવાના, દૂર કરવાના અને અન્યો પ્રતિ વેરભાવ રાખવાની તાલીમ અહિંયા પણ આપે છે, એ આપણે જોઈએ જ છીએ. વિશેષ્ા કરીને દેવબંદી - બરેલ્વી ફિરકાઓ વચ્ચે ચાલતી આવતી ખેંચતાણ ભારતમાં ઘણા તકસાધુ ધામર્િક નેતાઓ માટે એમની આગેવાનીનું એકમાત્ર સુપરફાસ્ટ વાહન છે.
છેલ્લા અમુક વરસોથી આ ફિરકાબંદીમાં એક નવા પરિબળનો ઉમેરો થયો છે. અને એ છે રાજકરણીઓ દ્વારા આ બન્ને ફિરકાઓને પરસ્પર લડાવવા..
અત્યાર સુધી હિન્દુ - મુસ્િલમ નફરત ફેલાવતા તત્વો હવે મુસલમાનોને પણ પરસ્પર લડાવી રહયા છે. આ માટે વધુ વિગત લખવી અસ્થાને ગણાશે. અલબત્ત પાછલા દિવસોમાં કાઠિયાવાડના અમુક વિસ્તારોમાં દેવબંદી - બરેલ્વી ફિરકાના લોકો વચ્ચે થયેલ હિંસક મારામારી બેચેનીનો સબબ છે. મુસલમાનોએ વિચારવાની જરૂરત છે કે પરસ્પરની આ લડાઈ કોને લાભ પહોંચાડશે ?
એક ફિરકાના મતે બીજો ગલત રસ્તે છે તો ખુદાને હવાલે કરી દયો.. દુનિયા સઘળા હિન્દુઓ, ઈસાઈઓ, યહૂદીઓ, અને અન્યધર્મીઓ સાથે તો આપણે આવો શત્રુતાનો વહેવાર નથી કરતા, તો મુસલમાનો કેમ પરસ્પર લડી મરે છે ?
આપણે દુઆ કરીએ કે અલ્લાહ તઆલા મુસલમાનોમાંથી જહાલત દૂર ફરમાવે અને પરસ્પર ઇસ્લામી મહોબ્બતથી જીવવાની તોફીક આપે.

Tuesday, February 05, 2013

રાત્રે વહેલા સૂઇ વહેલા ઉઠે વીર..


રાત્રે વહેલા સૂઇ
વહેલા ઉઠે વીર..
હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે રાત્રે ઇશા પછી વાતો કરવા વગેરે ગેર જરૂરી કામોની મનાઈ ફરમાવી છે. હઝરત ઉમર રદિ. તો રાતે વાતો કરતા લોકોને જોતા તો કોરડાથી ફટકારીને ભગાડી મૂકતા. અને રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઉઠવાની તાકીદ ફરમાવતા.
            સામાન્ય રીતે રાતે વાતો કરનારા લોકો એમનો સમય બરબાદ કરતા હોય છે, ઉપરાંત ઊંઘ બગાડીને પછી સવારે પણ મોડા ઉઠતા હોય છે. કોઈ ફજર છોડે છે, તો કોઈ તહજજુદ છોડે છે. એના કરતાં રાત્રે વહેલા સૂવામાં બન્નેવ તરફ ફાયદા છે.
            હઝરત અબૂ બરઝહ અસ્લમી રદિ. ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઇશા પહેલાં સૂવાને અને ઈશા પછી વાતો કરવાને સખત નાપસંદ ફરમાવતા હતા. (બુખારી શરીફ)
            બીજી એક હદીસમાં હઝ. સખ્ર બિન વિદાઅહ રદિ. વર્ણવે છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ દુઆ કરતા હતા કે, હે અલ્લાહ, સવારના પહોરમાં મારી ઉમ્મત માટે બરકત નાઝિલ ફરમાવો.
            નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આદત હતી કે કોઈ લશ્કર કે ટુકડી વગેરે મોરચે મોકલવાની હોય તો સવારની પહોળમાં મોકલતા. (ઇબ્ને માજહ)
            મુસ્લિમ શરીફની એક રિવાયતમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું કથન છે કે, એવો માણસ જહન્નમમાં નહિં જશે, જે સૂરજ ગુરૂબ થવા પહેલાં અને તુલૂઅ થવા પહેલાં નમાઝ પઢતો હોય. (એટલે કે ફજર અને અસરની નમાઝ પઢતો હોય)
            બુઝુર્ગોનું કથન છે કે સવારના સમયે અલ્લાહ તઆલા રોઝી તકસીમ ફરમાવે છે. અને ગાફિલ - સૂઇ રહેનાર માણસ અલ્લાહ તઆલાની બરકતથી મહરૂમ રહે છે.
            વહેલી સવાર અને સારી સવાર માણસના આખા દિવસ માટે ચુસ્તી, ખુશી, તંદુરસ્તી અને ભલાઈનો સબબ બને છે. એનાથી વિપરીત મોડો ઉઠનાર માણસનો આખો દિવસ આળસ, ચીડ, અરૂચિ વાળો રહે છે, અને કામ - ધંધો કે ફરજની અદાયગીમાં દિલ પરોવાતું નથી.

Saturday, February 02, 2013

મુસલમાનોની ધાર્મિક સંસ્થાઓને વિદેશથી મબલખ નાણા મળે છે


મુસલમાનોને અને વિશેષ કરીને એમની ધાર્મિક સંસ્થાઓને વિદેશથી મબલખ નાણા મળે છે, અને એના થકી તેઓ દેશમાં ઇસ્લામી કટ્ટરવાદ અને ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવતી પ્રવૃતિઓ કરે છે, એવા આરોપો સામાન્ય છે, લડાવીને સત્તાનો રોટલો શેકતા રાજકરણીઓ ઉપરાંત ઘણા સમજદાર લોકો પણ આવી વાતો કરે છે. વાસ્તવમાં ધાર્મિક દાન, સખાવત, ઝકાત, સદકહ, લિલ્લાહ વગેરે પૈસા ખર્ચ કરવાની રીતોથી બિલ્કુલ અજાણ અને પૈસા બાબતે બિલ્કુલ કંજૂસ સ્વભાવ ધરાવતા 'બિરાદરાને વતન'ને મુસલમાનોની ધાર્મિક સંસ્થાઓના ધાર્મિક સમજમાં જ નથી આવતા. ખૈર....
            તાજેતરમાં જ ભારતમાં આંતકવાદના કેસોની તપાસ કરતી સરકારી એજન્સી એન.આઈ.એ. દ્વારા હાલમાં જ એક એફ.આર.આઈ. નોંધાવવામાં છે, જેમાં એણે શંકા વ્યકત કરી છે કે દેશમાં લઘુમતિઓ સંચાલિત સંસ્થાઓ વિદેશથી જે ફંડ - ફાળા મેળવે છે, એ દેશમાં સામાજિક કામોમાં વાપરવાના બદલે આંતકવાદને પ્રોત્સાહન આપવામાં વાપરવામાં આવે છે.
            રિપોર્ટ અનુસાર અમુક શિખ સંસ્થાઓ ૧૯૮૪ના તોફાન પીડિતોના પુર્નવસન અને સહાય માટે વિદેશમાંથી રકમ મેળવે છે અને એ રકમ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ, અને ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સને ફરીથી જીવંત કરવા માટે વાપરે છે. એન.આઈ.એ દ્વારા ગૃહ મંત્રાલયના એફ.સી.આર વિભાગથી પૂછયું હતું કે લઘુમતિ સંસ્થાઓ વિદેશથી કેટલા નાણા મેળવે છે, અને આવી સંસ્થાઓની સંખ્યા કેટલી છે ?
            આના જવાબમાં ગૃહ મંત્રાલયે જે આંકડાઓ આપ્યા છે, એ ચોંકાવનારા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર મુસલમાનોની રપ૦ સંસ્થાઓને ૩૩૭ કરોડ રૂપિયા, શીખોની ૧૪ સંસ્થાઓને ર૩ કરોડ, બોદ્ઘ સંપ્રદાયની રપ૦ સંસ્થાઓને પ૦૪ કરોડ, અને સૌથી વધારે ઈસાઈઓની ૪૭૦૦ મીશનરીને ૧૦,૬૧૭ કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું છે.
            નવાઈની વાત આ છે કે એન.આઈ.એ. દ્વારા આંતકવાદની ઘટનાઓની તપાસ માટે ફકત લઘુમતિ સંસ્થાઓના ફંડના જ આંકડા માંગવામાં આવ્યા હતા. બહુમતિ સમાજ દ્વારા સંચાલિત સંસ્થાઓને મળતા ફંડની કોઈ તપાસ કરવામાં નથી આવી. ર૦૦૮થી ર૦૧૦ વચ્ચે આવેલ પૈસાનો આ હિસાબ છે. આ સમયગાળામાં જ હેમંતકરકરે દ્વારા દેશમાં સૌપ્રથમ કેસરિયા આંતકવાદને ઉઘાડો પાડવામાં આવ્યો હતો. અને માલેગાંવ ઉપરાંત અનેક ઘટનાઓમાં હિંદુ આંતકવાદીની સંડોવણી બહાર આવી હતી. આમ છતાં એન.આઈ. એ. દ્વારા હિંદુ સંસ્થાઓના ફંડની તપાસ કરવામાં નથી આવી.
            આવી સ્થિતિમાં એન.આઈ. એ. દ્વારા હિંદુઓને મળતા વિદેશી ફંડની પણ તપાસ કરવી જોઈએ. જેથી સાચી હકીકત સામે આવે.
            વિદેશી નાણાનો આરોપ લગાવીને મુસલમાનોને બદનામ કરતું મીડીયા આ બાબતે મોન છે. મુસલમાનો અને શીખો મળીને પણ બોદ્ઘો જેટલા પૈસા નથી મેળવતા. અને ઈસાઈઓને મળતા પૈસા તો અધધધધધ કહેવાય. છતાં કોઈ એમનું નામ પણ નથી લેતું.

જીવનની છેલ્લી ઘડીઓ અને ઇશ્કે નબવીનો અંતિમ પડાવ


ઇશ્કે નબવીમાં ચકચૂરહઝરત સઅદ બિન રબીઅ રદિ.

જીવનની છેલ્લી ઘડીઓ અને ઇશ્કે નબવીનો અંતિમ પડાવ

            ગઝવએ ઉહદ ઇસ્લામી ઇતિહાસની મહત્વપૂર્ણ લડાઈ હતી. ૬રપ ઇ. હિજરી સન ૩ માં મદીના પાસે ઉહદના મેદાનમાં આ ઘમસાણની લડાઈ થઈ હતી. લડાઈની આ એક ઘટના એના પાલવમાં અનેક એવા કિસ્સાઓ ધરાવે છે જે માણસના ઈમાનને તાજું કરી દે છે. જોશ, હિંમત અને બલિદાનની ભાવના જગાવે છે. એમાંથી એક કિસ્સો અત્રે આપણે જોઈએ.
            હઝરત સઅદ બિન રબીઅ એક મહાન સહાબી હતા. યુદ્ઘમેદાનમાં લડાઈના અંતે બંને પક્ષો અળગા થયા તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હઝરત ઝેદ બિન ષાબિત રદિ.ને આદેશ આપ્યો કે, ઝેદ,  જુઓ તો સઅદ કયાં છે ? એમને શોધો અને મારા સલામ કહીને એમના ખબર અંતર પૂછો હઝરત ઝેદ આ આખી ઘટનાના શાહેદ છે, પોતે જ વર્ણવે છે કે,
            હું એમને શોધવા નીકળ્યો. મેદાનમાં ચારે તરફ લાશો હતી, ધુળિયું વાતાવરણ અને માણસના લોહીની વાસ પ્રસરેલી હતી. શોધતો શોધતો હું મેદાનની વચ્ચોવચ પહોંચ્યો તો જોયું કે સઅદ બિન રબી રદિ. ઝખ્મોથી બેહાલ થઈને જમીન ઉપર પડેલા છે. શરીર આખું લોહીલુહાણ. તીર, તલવાર અને ભાલાના ઝખ્મોથી ચારણી... છેલ્લા શ્વાસ હતા...
            ....... આખા શરીરે સિત્તેરથી વધારે ઘા હતા.
            હઝરત ઝેદ રદિ.એ એમને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સલામ પહોંચાડયા અને એમના હાલ પૂછયા.
            હઝરત સઅદ રદિ.એ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સલામ સાંભળીને આંખો ખોલી, ધીરે રહીને મુસ્કુરાયા, પછી બોલ્યા :
            ઝેદ, મારી આંખોના કિનારો હમણા પણ મારા મહબૂબને જોઈ રહયા છે. તમે         રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બારગાહમાં મારા પણ સલામ અરજ કરજો, અને કહેજો કે યા રસૂલલ્લાહ૪ જન્નતની ખુશ્બુ સૂંઘી રહયો છું, આ મારો હાલ છે.
            અને મારી કોમ અન્સારથી કહેજો કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કોઈ થોડી અમથી તકલીફ પણ પહોંચશે તો તમારું કોઈ બહાનું અલ્લાહ તઆલા પાસે કબૂલ કરવામાં આવશે નહી.   ......