તા. ર૩ ફેબ્રુઆરીના રોજ ગુજરાતસમાચારમાં છપાયેલ તંત્રી લેખ આજે પ્રસ્તુત છે.
આ સાથે એટલું યાદ રાખવા વિનંતી કે નિર્દોષોને મારવું બિન ઈસ્લામી હોવાનું મુસલમાનો પહેલેથી જ કહેતા રહયા છે. દારૂલ ઉલૂમ દેવબંદ, અને અન્ય સંસ્થાઓ વારંવાર કહી ચૂકી છે, પણ આપણા પીળા પત્રકારત્વને લાગણીઓ ભડકાવાવમાંથી જ ફુરસદ નથી. જે એની નોંધ લે. મોડે મોડે પણ આજે નોંધ લીધી એ બદલ આભાર... દેર આયદ દુરૂસ્ત આયદ... જાગ્યા ત્યાથી સવાર...
હવેથી પેલા નેટવર્ક વાળા ‘શાહ‘ ભાંગફોડિયા પ્રવર્તિઓને ઈસ્લામી જિહાદ નામ નહી આપે. એવી આશા...
આસામ, ઓરિસ્સા, નાગાલેન્ડ, આંધ્ર પ્રદેશ અને અન્ય રાજયોમાં ફેલાયેલ નકસલ આંતકને તો ત્રાસવાદ કહેતા પણ ખચકાટ છે ! ભલેને હિંદુ ત્રાસવાદ ન કહો, ત્રાસવાદ તો કહો.
No comments:
Post a Comment