તા. ર૩ ફેબ્રુઆરી ર૦૦૮ ના ગુજરાત સમાચારમાં તંત્રીપેજ પર આવકાર્ય તંત્રીલેખ ઉપરાંત યાસીન દલાલનો એક મનનીય લેખ પણ છે, અમે તેના એક બે અંશ અત્રે રજૂ કરીએ છીએ.
યાસીન દલાલ લખે છે
આ પ્રકરણ ( પાટણની ઘટના - વિધાર્થીની ઉપર શિક્ષકોનો અનેકવારનો બળાત્કાર) ની વધુ એક શરમજનક આબાત એ છે કે પકડાયેલાઓમાંથી મોટા ભાગના ગાંધીનગરના પ્રધાનોના નિકટના સ્વજનો છે. એક આરોપી શિક્ષણમંત્રી આનંદી બેન પટેલનો માનીતો છે. અને બે આરોપી શિક્ષણ મંત્રીના સ્વજનો છે.... એવો આરોપ થાય છે કે ગાંધીનગરથી આરોપીઓને છાવરવાના પ્રયાસો થાય છે.
રાજકોટમાં મુખ્યમંત્રીને આ સવાય પૂછાયો ત્યારે એમણે નો કોમેન્ટ કહીને જવાબ ટાળ્યો હતો.
http://www.gujaratsamachar.com/gsa/20080223/guj/supplement/vichar.html
પ્રશ્ન એ છે કે આવું કેમ ? પાંચ કરોડ ગુજરાતીઓની વાત કરનારા મુખ્યમંત્રી કોનાથી બીએ છે ?
અથવા મૂક સંમંતિ આપી રહ્યા છે ?
શા માટે ચૂપ છે ?
કદાચ એટલા માટે કે પિડિત વિધાર્થીની આદિવાસી છે, પછાત છે, ઉચ્ચવણર્ની નથી, અને શિક્ષકો ......વર્ગના છે.
કે પછી એટલા માટે કે શિક્ષકો રાજકીય પીઠબળ ધરાવે છે. જે તરફ યાસીન દલાલે નિર્દેષ કર્યો છે.
Sunday, February 24, 2008
ત્રાસવાદ અને ઇસ્લામ
તા. ર૩ ફેબ્રુઆરીના રોજ ગુજરાતસમાચારમાં છપાયેલ તંત્રી લેખ આજે પ્રસ્તુત છે.
આ સાથે એટલું યાદ રાખવા વિનંતી કે નિર્દોષોને મારવું બિન ઈસ્લામી હોવાનું મુસલમાનો પહેલેથી જ કહેતા રહયા છે. દારૂલ ઉલૂમ દેવબંદ, અને અન્ય સંસ્થાઓ વારંવાર કહી ચૂકી છે, પણ આપણા પીળા પત્રકારત્વને લાગણીઓ ભડકાવાવમાંથી જ ફુરસદ નથી. જે એની નોંધ લે. મોડે મોડે પણ આજે નોંધ લીધી એ બદલ આભાર... દેર આયદ દુરૂસ્ત આયદ... જાગ્યા ત્યાથી સવાર...
હવેથી પેલા નેટવર્ક વાળા ‘શાહ‘ ભાંગફોડિયા પ્રવર્તિઓને ઈસ્લામી જિહાદ નામ નહી આપે. એવી આશા...
આસામ, ઓરિસ્સા, નાગાલેન્ડ, આંધ્ર પ્રદેશ અને અન્ય રાજયોમાં ફેલાયેલ નકસલ આંતકને તો ત્રાસવાદ કહેતા પણ ખચકાટ છે ! ભલેને હિંદુ ત્રાસવાદ ન કહો, ત્રાસવાદ તો કહો.
Subscribe to:
Posts (Atom)