Thursday, September 06, 2007

ગુજરાત સમાચાર- નેટવર્ક નું જુઠાણું . . .

ગુજરાત સમાચારની નેટવર્ક કોલમ એના લેખકની ધારદાર કલમને કાણે જાણીતી છે, હમણા જ એમાં ક્ષત્રિયોની ગાથા ગાવામાં આવી હતી, તા. ૪ સપ્‍ટેમ્‍બરના રોજ લેખાંક બીજો છપાયો છે, પણ માણસ બડાઇ હાંકવામાં સત્‍યનો ખુરદો બોલાવી દે છે, કલમ લપસી જાય છે, જુઠ અને સત્‍યનો ભેદ ઉડી જાય છે,
અમે લેખને અત્રે બોકસમાં આપ્‍યો છે, એના છેલ્‍લા બે ફકરામાં પાયા વગરની બે બુનિયાદ વાતો લખવામાંઆવી છે,




તેમના કહેવા પ્રમાણે ઈજિપ્‍તમાં વિ.સ. ૬ર૮ થી ૬૮૩ સુધી યદુવંશી રાજા દેવેન્‍દ્રનું રાજ હતું,
આ સમયે નબી મુહંમદ જુલમથી ઈસ્‍લામનો ફેલાવો કરતા હતા,
દેવેન્‍દ્રના મોટા પુત્ર અસપતે નબી અહમદ સાથે સંધિ કરી
નબીએ બહેન ફરીદાબાનુના લગન અસપત સાથે કરાવ્‍યા.
એટલે અસપતે ઈસ્‍લામ અંગીકાર કર્યો.
દેવેન્‍દ્રના બીજા ત્રણ પુત્રો વેરાવળ આવી ગયા.
અત્રે ઇજિપ્‍તના ઇતિહાસની ચર્ચા ન કરીએ કે કયારે ત્‍યાં કોણ રાજ કરતું હતું , સમય મળ્યે એ શોધીશું
પણ ફકત રાજા દેવેન્‍દ્રના રાજની સંવંત જોઇએ,
૬ર૮ થી ૬૮૩ ,
ત્‍યાર પછી અસપત આવ્‍યો.
અને મુહંમદ પયગંબર સાહેબનું અવસાન થયું છે વિ.સં ૬૮૪ લગભગ.
હવે સવાલ એ છે કે અવસાન પછી નબી સાહેબ તેમની બહેનના લગન અસપત સાથે કેવી રીતે કરાવ્‍યા ?
ઈતિહાસમાં આજ સુધી કોઇએ આ વાત કહી નથી, અને કહેવાય પણ કેવી રીતે ?
મુહંમદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને કોઇ ભાઇ કે બહેન હતાં જ નહીં
અને ‘ ફરીદા ‘ નામ સ્‍ત્રીનું તે સમયના અરબસ્‍તાનનના ઇ‍તિહાસમાં છે જ નહી, આ નામ તે સમયે પ્રચલિત હતું જ નહી,
અનેક જુઠાણા ભરી આ વાત સામે અમે વિરોધ નોંધાવી અનુરોધ કરીએ છીએ કે આવા જુઠાણા પછા લેવામાં આવે. અને તંત્રી શ્રી એ આવા લેખોને ચકાસીને છાપવા જોઇએ.

શું હિંદુત્‍વનો ભવ્‍ય ઈતિહાસ જુઠાણા પર આધારિત છે ?

શું હિંદુત્‍વને ભવ્‍ય ચીતરવા માટે મુસલમાનો કે ઇસ્‍લામને ભુંડો ચીતરવો આવશ્‍યક છે ?

શીદને આ જુઠાણાનો પાપ માથે લેવામાં આવે છે ?

2 comments:

  1. Anonymous12:01 AM

    Dear Muslim Follower,
    Hindu is a SANATAN Dharma, means it does not have starting ( just like any other religion) and it does not have end.

    If you are saying that hindu religion is based on lies.

    I will ask you only one question, which will prove who is right who is wrong.

    Post a sigle real picture of Paygamber on your site. Why there is no single picture or its realization of mohamad paygamber in the world ?

    Think what you are following since only last 2000 years is based on some text (kuran).

    who will trust the test if there is not even a picture of its auther.

    ReplyDelete
  2. Anonymous8:23 AM

    ઇસ્‍લામ ધર્મમાં સજીવનું ચિત્ર પહેલેથી જ મના છે. એકલા પયગંબરનું નહિ, તે સમયના એમના કોઇ પણ અનુયાયીનું ચિત્ર કોઇને નહિ મળે,
    શું આટલું પૂરતું નથી કે કુરાન ૧૪૦૦ વરસથી કંઇ પણ ફેરફાર વગર ચાલ્‍યું આવે છે.
    કુરાન પયગંબર સાહેબ દ્વારા લિખિત પુસ્‍તક નથી, એ તો ઇશ્વર તરફથી એમના થકી તમામ માનવોને આપવામાં આવેલ સંદેશ છે, પયગંબર મુહંમદ તો સંદેશવાહક હતા.
    શું કોઇ હિંદુ રામ સીતા કે કૃષ્‍ણ કનૈયાના ફોટાઓ વિશે દાવો કરી શકે છે કે એ એમના વાસ્‍તવિક ફોટા છે ?
    વિશ્વમાં આજે અનેક સંશોધકો અને એમના સંશોધનપેપરો છે જે રામ સીતા કે હનુમાનના કલ્પ્‍િત હોવાનું પુરવાર કરે છે.
    કોઇ ઇસ્‍લામને નકારતો હોય એવો બતાવો ?

    ReplyDelete