આજકાલ વડોદરાની મ.સ. યુનિવર્સિટીના ફાઇન આર્ટસ વિભાગના કલાકારો દ્વારા હિંદુઓના ધાર્મિક ચિહ્નો, ભગવાન - માતા અને મૂર્તિઓને વિકૃત રીતે ચીતરીને તેને કલામાં ખપાવવના હીન કૃત્ય બાબતે હોબાળો મચી રહયો છે, એક ચંદ્રમોહન નામના વિર્ધાથી દ્વારા આ કૃતિઓ રચવામાં આવી હતી, અને પછી વિહીપ, ભાજપ્, તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહયો છે. સત્ય આ બાબતે એ છે કે અભિવ્યકિતની સ્વતંત્રતાના નામે કે કલાના નામે આવી વિકૃત માનસિકતાને છાવરી ન શકાય, એનું સમર્થન ન કરી શકાય...
ચિત્રો બાબતે આવા જ વિવાદો બલકે વિરોધના શિકાર ચિત્રકાર એમ.એફ. હુસેન પણ છે, અને એમના આવા ચિત્રોને પણ આપણે વખોડવા જ રહયા....
પરંતુ અમુક લોકો આ બાબતને ચિત્રકાર એમ.એફ.હુસેનના વિવાદિત ચિત્રો સાથે જોડી આખી ઘટનાને અત્યંત ભૂંડી દષ્ટિએ મુલવવાની કોશિશ કરે છે, એટલે કે એમ.એફ. હુસેનના ચિત્રોને બહાનું બનાવી ઈસ્લામ કે મુસલમાનો સાથે આ વિકૃતી જોડી એમના ધાર્મિક ચિહ્નો કે પયગંબર કે અન્ય બાબતે આવા ચિત્રો બનાવવાની માંગણી કરે છે, હમણાં જ વડોદરાની ઉપરોકત ઘટના પછી કોઇકે પયગંબર સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નગ્ન ચિત્ર બનાવાનારને એક લાખ ઇનામ આપવાની જાહેરાત કરી......
જયાં સુધી ઇસ્લામ કે મુસલમાનોને લાગે વળગે છે, તો પ્રાણીઓ (ચાહે તે માનવી હોય કે જનાવર ) ના ચિત્રો બનાવવા ઇસ્લામમાં પ્રતિબંધિત છે, એ ગુનાહિત કૃત્ય છે, એટલે કોઇની પણ ચિત્રકળાને ઈસ્લામ કે મુસલમાનોથી જોડીને જોવું ખોટું છે. માટે જ એમ. એફ. હુસેન ના કૃત્યો અને ચિત્રોને ઇસ્લામ કે મુસલમાનોથી કોઇ સંબંધ નથી એ નક્કી વાત છે. આજના ગુજરાત સમાચાર દૈનિકના તંત્રીલેખમાં વિશુદ્ધ કલાના નામે કેટલે છૂટ લઇ શકાય ? ના મથાળા હેઠળ આ જ બાબતે ચર્ચા છે,
ઉપરોક ચર્ચા વાંચીને અમને અત્યંત ખેદ, આઘાત ઉપરાંત અચંબો પણ થયો, કે આવડા મોટા સમાચાર પત્રનો તંત્રી લેખ આવો ઉતરતી કક્ષાનો, અને અતાર્કિક અને દ્રેષભર્યો હોય શકે ! ! !
તંત્રી શ્રીના કહેવા પ્રમાણે હુસેને આવા ચિત્રો ઈસ્લામની ઐતિહાસિક ઘટનાઓ સંબંધે કેમ નથી બનાવ્યા ? વગેરે....
આમાં કોઇના સહિષ્ણુ કે અસહિષ્ણુ હોવાની કોઇ બાબત નથી. કોણ કેટલું સહિષ્ણુ છે એ રોજ રોજની ઘટનાઓથી સ્પષ્ટ જ છે.
પયગંબર સાહેબ કે ઇસ્લામને વિકૃત રીતે રજૂ કરતા અનેક ચિત્રો-કાર્ટૂનો-લેખો ગુજરાતમાં પણ છાસવારે છપાતા જ રહે છે, પરંતુ મુસલમાનો પાસે એવી સત્તા કે સમય છે જ નહી આવા ઝઘડાઓમાં પડી પોતે જ નુકસાન ઉઠાવે !
પોલીસ કે સરકાર અંતે તો મુસલમાનોનો જ વાંક શોધી એમને દંડશે એ નક્કી છે.
મુળ વાત એ છે કે ઇસ્લામમાં તસવીર સમુળગી જ નાજાયેઝ અને અપરાધ છે. એટલે મુસલમાનોના ધાર્મિક ચિહ્નો, પયગંબરો કે અન્ય બાબતોની તસવીર પહેલી થી જ નથી, અને ધામિર્ક રીતે વર્જિત હોવાથી સામાન્ય મુસલમાનને એનાથી કોઇ દિલચસ્પી પણ નથી, એટલે આવી તસવીરોથી એમ. એફ હુસેન કે કોઇને કંઇ મળવાનું નથી એ નકકી છે. આ બાબતને ઇસ્લામ ધર્મની પૂર્ણતા અને સલામતીની દલીલ ગણવી જોઇએ કે તસવીર પર પાબંદી હોવાથી આવી વિકૃતિઓ દરવાજો પહેલેથી જ બંધ થઇ ગયો છે, આ બધી બલા શ્રદ્ધા અને સન્માનના નામે તસવીર કે મૂરત બનાવવાની પ્રથા ચાલી ત્યારે ઉભી થઇને ! ! ! અને ઇશ્વર નિરાકાર છે એમ હિંદુઓ પણ કહે છે.