Sunday, August 01, 2010

અમિતશાહ અને ચુડાસમા વગેરેનું પણ એન્‍કાઉન્‍ટર ?

ગુણવંત શાહ, તમને નથી લાગતું કે હવે તમારે પણ પેલા છેલ્‍લા આશ્રમમાં વાસ કરવાનો સમય પાકી ગયો છે, છોડોને આ બધી સમીક્ષા , યુવાનોને આપી દો, અડવાણી, રાજનાથ, અને સંઘના વડાઓને પણ આ બધું કહી દો, મોદીને પણ કહી દો, કંઇ નહી તો તમારી વાતનું તમે તો પાલન કરો.


ફેક એન્‍કાઉન્‍ટર યોગ્‍ય હોય તો પણ સો મણનો સવાલ આ છે કે કોઇ વ્‍યકિતના અનિષ્‍ટ હોવાનો ફેસલો કોણ કે ? કોઇ નેતા, પ્રજા કે તમે કે મીડીયા વાળા ?
કાલે કોઇ એવી સરકાર આવે કે એને તમારા આ ફેક એન્‍કાઉન્‍ટરના વિચારો સમાજ માટે ઘાતકી લાગે અને તમે લખવાનું ચાલુ જ રાખો તો એ તમારા ફેક એન્‍કાઉન્‍ટરને યોગ્‍ય ઠેરવશે, બોલો શું કહેવું છે ?
વાત એન્‍કાઉન્‍ટરના યોગ્‍ય અયોગ્‍ય હોવાની નથી,
કોઇને ગુનેગાર ઠેરવવાની છે,
નકસલવાદી આઝાદ અને સોહરાબુદ્દમાં શું સામય્‍તા,
સીબીઆઇની વિગતો જોતાં તો સોહરાબુદ્દીન અમિતશાહ, ચુડાસમા અને વણઝારા કરતા ઓછો ગુનેગાર હતો,
આ આધારે તો અમિતશાહ અને ચુડાસમા વગેરેનું ફેક એન્‍કાઉન્‍ટર કરી નાખવું જોઇએ.

ગુણવંત શાહના તા. ર૫ જુલાઇ ના અનુસધાનમાં

1 comment:

  1. Anonymous9:07 AM

    સાહેબ આ ગુણવંત શાહનું ચસકી ગયું છે.નિરીક્ષકમાં યાસીન દલાલે એને જડબાતોડ જવાબો આપ્યા છે.આમાણસ બુંધા વગરનો છે.આ માણસ મરવા પહેલાં વસિયત કરે કે હું કુદરતી મોતે મરું એના કરતાં મારું એનકાઉન્ટરર કરાવશો.આવું જો બને તો આ ભેજા વગરના માણસ માટે કોઈને અચંબો નહીં લાગે.
    --ઈબ્ને ખતુતા

    ReplyDelete