Wednesday, August 04, 2010

લગ્ન પહેલા સેક્સ પર રોકાણ કેમ? - Why Prohibition On Sex Before Marriage? - religion.divyabhaskar.co.in

લગ્ન પહેલા સેક્સ પર રોકાણ કેમ? - Why Prohibition On Sex Before Marriage? - religion.divyabhaskar.co.in

ચાલો જાણીયે તે વૈજ્ઞાનિક કારણ જે લગ્ન પહેલા સેક્સ અથવા યૌન સંબંધને પુરી રીતે વર્જિત માનવામા આવ્યુ છે. : -

- 25 વર્ષની ઉમર સુધી શરીર અને મસ્તિષ્કનો પુરો વિકાસ થવા માટે બ્રહ્મચર્યનુ પાલન હોવુ જરૂરી છે.

- સમાજ જે આધાર પર ઉભો છે, તે પતિ-પત્નિના સંબંધ છે. લગ્ન પહેલા થયેલો યૌન સંબંધ આ આધારને નબળો બનાવીને સમાજનું પતનનુ કારણ બને છે.

- એઈડ્સ જેવા રોગો જેનો ઈલાજ નથી તે પ્રમુખ કારણ પણ અનૈતિક અને અધાર્મિક યૌન સંબંધ જ હોય છે.

- લગ્ન પહેલા માણસને પોતાની યોગ્યતાઓ અને ક્ષમતાઓને વિકસિત કરવો પડે છે. આ કાર્ય માટે જે એકાગ્રતા અને દ્રઢતાની આવશ્યક્તા છે તે જ યૌન સંબંધન કારણે નાશ પામે છે.

- યોગ્ય, બુદ્ધિમાન અને પ્રતિભાશાળી સંતાનની પ્રાપ્તિ માટે લગ્ન પહેલાનુ ચરિત્ર અને પવિત્રતા મોટી ભુમિકા ભજવે છે.

Sunday, August 01, 2010

અમિતશાહ અને ચુડાસમા વગેરેનું પણ એન્‍કાઉન્‍ટર ?

ગુણવંત શાહ, તમને નથી લાગતું કે હવે તમારે પણ પેલા છેલ્‍લા આશ્રમમાં વાસ કરવાનો સમય પાકી ગયો છે, છોડોને આ બધી સમીક્ષા , યુવાનોને આપી દો, અડવાણી, રાજનાથ, અને સંઘના વડાઓને પણ આ બધું કહી દો, મોદીને પણ કહી દો, કંઇ નહી તો તમારી વાતનું તમે તો પાલન કરો.


ફેક એન્‍કાઉન્‍ટર યોગ્‍ય હોય તો પણ સો મણનો સવાલ આ છે કે કોઇ વ્‍યકિતના અનિષ્‍ટ હોવાનો ફેસલો કોણ કે ? કોઇ નેતા, પ્રજા કે તમે કે મીડીયા વાળા ?
કાલે કોઇ એવી સરકાર આવે કે એને તમારા આ ફેક એન્‍કાઉન્‍ટરના વિચારો સમાજ માટે ઘાતકી લાગે અને તમે લખવાનું ચાલુ જ રાખો તો એ તમારા ફેક એન્‍કાઉન્‍ટરને યોગ્‍ય ઠેરવશે, બોલો શું કહેવું છે ?
વાત એન્‍કાઉન્‍ટરના યોગ્‍ય અયોગ્‍ય હોવાની નથી,
કોઇને ગુનેગાર ઠેરવવાની છે,
નકસલવાદી આઝાદ અને સોહરાબુદ્દમાં શું સામય્‍તા,
સીબીઆઇની વિગતો જોતાં તો સોહરાબુદ્દીન અમિતશાહ, ચુડાસમા અને વણઝારા કરતા ઓછો ગુનેગાર હતો,
આ આધારે તો અમિતશાહ અને ચુડાસમા વગેરેનું ફેક એન્‍કાઉન્‍ટર કરી નાખવું જોઇએ.

ગુણવંત શાહના તા. ર૫ જુલાઇ ના અનુસધાનમાં