તેમણે કહ્યું હતું કે મહીલાઓએ રાજનીતિ કરવી જોઈએ નહીં. તેનાથી સમાજ પર સારી અસર પડતી નથી કારણ કે મહીલાઓ રાજકારણમાં સક્રિયતાથી કામ કરી શકતી નથી. કામતે કહ્યું હતું કે મહીલાઓને 33 ટકા અનામત માટે ન જવું જોઈએ. તેમણે પોતાની આગળની પેઢીને જોવી જોઈએ.
મહીલાઓના એક સંમેલનને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ રાજકારણથી દૂર રહેશે, તો સારુ થશે. કારણ કે રાજનીતિ તમને પાગલ બનાવી દેશે. જો કે સમાજનો નકશો બદલવામાં મહીલાઓની ભૂમિકા સૌથી વધારે છે. પરંતુ રાજકારણનો રસ્તો કાંટાઓથી ભરપૂર છે કે જેને પાર કરવો ઘણો મુશ્કેલ છે.
મહત્વપૂર્ણ છે કે યુપીએએ જ્યારે મહીલાઓને 33 ટકા અનામત આપવાનું મન બનાવ્યું હતું, ત્યારથી માત્ર વિપક્ષી દળો જ વિરોધ નથી કરતાં, પરંતુ કોંગ્રેસની અંદર પણ કેટલાંક નેતાઓ આ મુદ્દે મોઢું ફુલાવીને ફરી રહ્યાં છે અને તક મળે ત્યારે તેઓ મહીલા અનામતનો વિરોધ પણ કરે છે. લાલુ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ યાદવ અને શરદ યાદવ તો પહેલેથી જ મહીલા અનામતનો વિરોધ કરતાં આવ્યા છે. ફક્ત ભાજપ જ એવી પાર્ટી છે કે જે 33 ટકા મહીલા અનામત માટે સહમત છે.