આતંકવાદથી તાલિબાન પોપેગંડાની સફર
ફરીદ અહમદ
પહેલા ન્યુ વલ્ડ ઓડર્ર પછી વોન ઓન ટેરર
લાગે છે કે ન્યુ વલ્ડ ઓડર્રના નકકી કરવામાં આવેલ પરિણામો અમેરિકાને સમય પમાણે નથી મળયા એને એમ હતુ કે, રશિયા સાથેના શીત યુધ્ધ ખતમ થવાથી આખી દુનિયાની ઇકોનોમી પર મડિવાદના સહારે એ પભાવી થઇ જશે. પણ અમુક કારણોસર મૂડિવાદનો લાભ એકલા અમેરિકાને ફળયો નહી, ઉલટાનું રશિયા સાથેની લડાઇના લાભે પાકિસ્તાન અણુશકિત બની ગયુ તો નિરંકુશ મૂડિવાદના પતાપે તેલના માલિક આરબો માલદાર થઇ ઇકોનોમી પર કંટોલ મેળવવા માંડયા, આમ પોતાની નિષ્ફળતા જોઇ અમેરિકાએ ટેરરિઝમ નામનો નવો શત્રુ શોધી કાઢયો અને ઉંટવૈદુ કરીને અમુક દશો, લોકો સંસ્થાઓને કહયું કે તમને આ રોગ છે, માટે તમાર ગળા પર શસ્ત્ર કિયા કરવી પડશે, આમ ન્યુ વલ્રર્ડ ઓર્ડરમાં રહી ગયેલી કચાશ (પરાયાઓએ મેળવેલ અણુ શકિત અને આર્થિકશકિત) બન્નેવ હવે ખતમ કરવામાં આવી રહી છે,વોર ઓન ટેરર અને વર્તમાન આર્થિક મંદીના બહાને તેલીયા રાજાઓ પર કંટોલ કરી લેવામાં આવ્યો છે. એટલે હવે બાકી રહેલા લક્ષને સાધવા વર્તૂળ નાનું પડે એમ હતું, અને આ લક્ષને મેળવવા એક નવું જ લેબલ તાલિબાન અથવા તાલિબાનાઇઝેશન શોધી કાઢવામાં આવ્યુ, આ લેબલ સીધુ લક્ષને વીંધનારુ છે.
બયતુલ્લાહ મહેસુદ અને અન્યોને પણ થોડી થોડી છૂટછાટ આપીને શકિતશાળી બનાવી દેવામાં આવ્યા, બુગ્તી અને બલૂચ નેતાઓને ખતમ કરીને સઘળી લડાઇને ૫દેશવાદના બદલે તાલિબાની કરણ તરફ વાળવામાં આવી, હવે મોલાના સૂફી મુહંમદને છોડવામાં આવ્યા, અત્યાર સુધી મળેલ સ્વતંત્રતા અને નિરંકુશ છૂટથી પાકિસ્તાની તાલિબાનો કહેવાત લોકો વધુ ખુશ થઇ ગયા, અને એમણે એમના પભાવ વાળા જિલ્લામાં ઇસ્લામી કાયદાઓ લાગુ કરવાની માંગ કરી.
( એમ તો એમણે માગેલી ઘણી વસ્તુઓ પેહલેથી જ સરકારી કાનૂન પમાણે તે પદેશમાં થવી જોઇતી હતી, પણ સરકાર તેનો અમલ કરતી હતી નહી)
હવે શરુ થયો અસલી ખેલ પ્રચાર - પ્રસાર માધ્યમોએ આખી દુનિયામાં શોર મચાવી દીધો કે, તાલિબાન આવી રહયા છે. ખબરદાર .
દુનિયાના અનેક દેશોમાં એવા સંગઠનો છે જે એ દેશના અમુક ભાગો પર એક સ્વતંત્ર સરકાર જેટલો અંકુશ ધરાવે છે, શ્રીલંકામાક્ષ્ તામિલો (જેમનો હવે ખાતમો થઇ રહયો છે) અને નેપાળમાં માઓવાદીઓ સ્વતંત્ર પ્રદેશો પર અંકૂશ ધરાવતા હતા, આફિકાના અનેક દેશોમાં આ પરિસ્થિતિ છે, ભારતમાં પૂર્વોત્તર રાજયોમાં રાજયા સરકારોએ અલગતાવાદી સંગઠનો સંર્ઘષ વિરામનો કરાર કરવો પડે છે, આમ આ કોઇ નવાઇની ઘટના ન હતી પાકિસ્તાનમાં પણ આવું વધુ અલગ બલૂચ દેશ માટે, અલગ સિંધ માટે પણ થઇ ચુકયું હતુ, પણ ઉપર જણાવ્વામાં આવ્યુ એમ અહિંયા એક નવા ધ્યેય પ્રાપ્િત સામે હતી, એટલે પ્રોપેગન્ડો શરુ કરવામાં આવ્યો કે, તાલિબાન આવી રહયા છે, ખબરદાર. ઇસ્લામાબાદથી ૧૦૦ કિ. મી. દૂર ભારતથી ર૦ કિ. મી દૂર કરાંચી પર તાલિબાનો કંટોલ કરી શકે છે, તાલિબાનો ભારતની સરહદમાં ઘુસવા તૈયાર... વગેરે
દાઢી ,પાઘડી અને કફની લેંગાવાળા લોકો, બંદૂરો રાઇફલો લઇને ફરતા હોય અને મીડીયા વાળાઓ એની સાથે અત્યંત બિહામણા વાકયો બોલતા હોય, એક એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે કે, સામાન્ય માણસને જાપાન પર પડી રહેલા અમેરિકાના અણુબોમ્બ, પાકિસ્તાનમાં હજુ પણ ચાલુ અમેરિકાના મિસાઇલ આકમણો, ઇરાક અફગાનિસ્તાન અને પેલેસ્ટાઇનમાં અમેરિકા અને ઇસરાયેલના રોકેટમારા, ટેન્કોની વિનાશકતા કૂચ અને સૈનિકોના બેફામ ગોળીબારથી એટલો ખોફ અને ડર નહી ઉત્પન્ન થાય,જેટલો દાઢી, પાઘડી, કફની લેંગાવાળા લોકોના હાથમાં એક રાયફલ અને બંદૂકવાળા દશ્યોથી થાય છે.
હવે મહત્વનો પ્ર..ન એ છે કે,આ સિવાય પણ અમેરિકાનું બીજુ કોઇ લક્ષ્ય છે? જેને પ્રાપ્ત કરવા તે કોઇ બીજુ બહાનું શોધે? અથવા બસ અમેરિકા શાંત થઇ બેસી જશે ? જાણકારો કહે છે કે અમેરિકાની લગામ આજકાલ ઇસ્લામ વિરોધી યહૂદી લોબી પાસે છે, અને આ લોબીનું મુખ્ય ધ્યેય જગતમાંથી ઇસ્લામ અને મુસલમાનોને નષ્ટ કરવા છે, આતંકવાદનો શબ્દ કોઇ ધર્મ વિષેશનો અર્થ ન રાખવા છતાંતેને મુસલમાનનો પર્યાય બને એમ પ્રચલિત કરવામાં આવ્યો છતાં તેમાં અમુક અન્ય શકિતઓ અને પ્રવૃત્તિઓ આવી જતી હતી, જે અમેરિકાને સ્વીકાર્ય હતુ નહીં માટે હવે તેને સિમિત કરીતે તાલિબાનાઇઝેશન નામની નવી પરિભાષા બનાવવામાં આવી છે, જે સીધી રીતે જ મુસલમાનોને બદનામ કરે છે, હમણાં જ સંપન્ન થયેલ ચૂંટણીમાં ભારતીય મીડીયાએ પણ આ જ વલણ અપનાવ્યું હતું, આ દરમિયાના સામે આવેલ અન્ય શબ્દ પ્રયોગો અને જગતમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓ જોતાં કહી શકાય કે આ પરિભાષાને હજુ વધારે સિમિત કરીને કઇ રીતે મુસલમાનોને બદનામ કરવામાં આવશે.
મુસલમાનોને ઇસ્લામના પ્રતિ લગાવ અને અન્યોના આકર્ષણ અને ઇસ્લામ સ્વીકાર જોતાં અમેરિકા અને યહૂદીઓ ઇસ્લામને જ ટાર્ગેટ બનાવવાનું ધ્યેય રાખે છે, એ સ્પષ્ટ છે.
આવી પરિસ્થિતિમાં મુસલમાનો માટે આવશ્યક થઇ પડે છે કે, ઇસ્લામ અને શરીઅતના આદેશોને જીવનમાં અપનાવવાની સાથે તેને સમાજ અને સામુહિક જીવનમાં પ્રચલિત અને સામાન્ય કરી દેવામાં આવે, લોકો માટે તે કોઇ નવી કે અણગમાની વાત ન રહે, ઉપરાંત ઇસ્લામી ઓદેશોની સાર્થકતા અને ઉપયોગિતા પૂરવાર કરવામાં આવે, વર્તમાન વૈસ્વિક નિયમોનો અભ્યાસ કરીને ઇસ્લામી કાયદા - કાનૂન શ્રેષ્ઠતા અને સર્વોપરિતા દર્શાવવામાં આવે.