યહીં પ્ો શકિત ભી શાંતિ ભી
યહીં પે અહિંસા કી રોશની ભી
ઇસી લીયે તો બુલંદતર હે
જહાં મેં હિંદુસ્તાન વાલે
ઇસ્લામ અને ભારત
મુસલમાનોની માન્યતા પ્રમાણે સૌપ્રથમ માનવી આદમને સ્વર્ગમાથી સીધા ભારતની ધરતી પર અલલાહ તઆલાએ ઉતાર્યા, કેટલાયે આરબ લેખકો ભારતને માનવીનુ પૈતૃક ઘર ગણાવે છે, મુસ્લિમ સંશોધકોએ આ વાત પણ લખી છે કે પ્રથમ માનવી આદમ અલૈ. કેટલાક ફૂલ અને છોડ પણ સ્વર્ગમાથી સાથે લઇ ભારતમાં ઉતર્યા હતા, જેના કારણે ભારતની જમીન ફળદ્રુપ છે.
ઇસ્લામી માન્યતા અનુસાર સ્વર્ગની ચાર નદીઓ ધરતી પર વહેતી મૂકવામા આવી છે, જેમાંથી એક ભારતમાં વહે છે.
મુસ્લિમ ઇતિહાસકારોએ અન્ય્ા એક બાબત પણ વિષેશ રૂપે લખે છે કે અરબસ્તાનમાં પેગમ્બર મુહમ્મદ સાહેબ (સલ)ના નબી હોવાના દાવાને સાભળી પુર્વ ભારતના એક અગ્રણી રાજાએ તેના તરફથી શુભેચ્છા મંડળ અરબસ્તાન મોકલ્યું હતું અને પયગમ્બર સાહેબે એમને આવકારતાં કહયું કે મને ભારતની દિશામાથી ખુશ્બૂ આવે છે.
પયગમ્બર સાહેબનું કથન છે કે હઝરત આદમ અલૈ. સૌથી પહેલા માનવી છે અને માણસોમા સૌથી પહેલા હાજી છે,
અમુક લેખકોના મતે હઝરત આદમ અલૈહીમુસ્સલામે હિન્દુસ્તાનથ પગપાળા ૪૦ હજ કર્યા છે.
મકકા શરીફની મુખ્ય ઇમારત એટલે કે ખાનઅે કાબાથી ભારત પૂર્વ દિશાએ છે, અને મકકાની દરેક મહત્વની અને પવિત્ર વસ્તુઓ , જેમ કે હજરે અસવદ, મુલ્તજમ કાબાનો દરવાજો , મકામે ઇબ્રાહીમ , સફા અને મરવહની પહાડીઓ, મિના, મુઝદલિફહ, અરફાત અને ભારત આ બધુ જ પૂર્વ દિશામા છે ભારતીય મુસલમાનો આને પોતાનું સદભાગ્ય સમજે છે.
ભારતની મહાનતા માટે આથી વિશેષ કઇ કહેવાનું નથી . સ્વયં ભારતની વિશાળતા, સમૃધ્ધતા , વિવિધતા અને ભવ્ય સંસ્કૃતિ નો ઇતિહાસ એ ભારતની એવી મહામૂલી દોલત છે કે વિશ્વમા એનો પર્યાય ઉપ્લબ્ધ નથી.
ભારતની આ મહાનતા અને વિવિધતાનુ મૂળ શું છે ?