કુર્આન શરીફ ઇસ્લામ અને ઇસ્લામી શરીઅતનું મૂળ અને પાયો છે, ઇસ્લામી આદેશો અને અને નિષેધોના આધારો અને દલીલોમાં તેનું સ્થાન પ્રથમ છે, એટલે ઇસ્લામી કાયદાઓમાં કુર્આને દર્શાવેલ નિયમ, આદેશ કે નિષેધના ઉલ્લંઘન કેમેય માફ નથી, અને કુર્આનનું સ્થાન અટલ, અફર, અચલ એટલે કે ફેરફારપાત્ર ન હોવાથી એના આદેશોની પણ એ જ હેસિયત છે. જેમ કે દારૂ પીવા વિષે કુર્આનમાં સાફ શબ્દોમાં નિષેધાત્મક આદેશ ઉપરાંત તેની ખરાબીઓનું વર્ણન છે, માટે મઘપાન સદાને માટે હરામ છે. કોઇનું ખૂન કરવા, જુગાર સટ્ટો, જુગાર ખેલવા અને પાંસા ફેકી પૈસાની શરત મારવા કે શુભ – અશુભના શુકન લેવા વિશે પણ સ્પષ્ટ મનાઇ કુર્આનમાં છે. કોઇનો માલ ખોટી રીતે હડપ કરવા, વ્યાજ ખાવા વિષે પણ કુર્આનમાં મનાઇ છે.
આ જ પ્રમાણે અનેક સદકાર્યો, ઇબાદતો, ફરજોના અમલ કરવાનો સ્પષ્ટ આદેશ કુર્આનમાં છે, જે સદાને માટે કરવા જ રહ્યા, કદી એને નકારી ન શકાય, જેમ કે નમાઝ પઢવી, રોઝા રાખવા, એક નક્કી માત્રામાં માલ હોય તો ચાલીસમો ભાગ ઝકાત રૂપે ગરીબોને આપવો, સગાઓ ને હકદારોને અને પાડોશીઓને એમનો હક આપવો, યતીમો, નિરાધારો અને માંગનારાઓને મદદ આપવી, બાળકો અને પત્નિ સાથે સદવર્તન કરવું અને તેમનું ભરણ પોષણ કરવું, વગેરે કુર્આનના સ્પષ્ટ આદેશો છે.
પવિત્ર, પાક ઇશ્વરીય આદેશોનો આ ગ્રંથ અલ્લાહ તઆલાએ લોકોને સીધી રીતે નથી આપ્યો, કે લ્યો વાંચો, સમજો અને સમજીને અમલ કરો, બલકે પ્રથમ એક માનવ સંસ્કારોથી સંપૂર્ણ, સદાચારી, સજ્જન અને નિર્મળ માણસને અલ્લાહના નબી તરીકે સ્થાપવામાં આવે છે, લોકો સમક્ષ એને અલ્લાહના નબી, પયગંબર અને અલ્લાહના આદેશો, કુર્આનના સાચા અર્થ અને આદેશોના અમલીકરણનો નમૂનો હોવાનું લોકોને મનાવવામાં આવે છે. પછી આ નબી-રસૂલ અલ્લાહના કે કુર્આનના આદેશો અલ્લાહના હુકમ અનુસાર લોકોને સંભળાવે છે, સમજાવે છે, અને નમૂનો પૂરો પાડે છે, આમ થવાથી લોકોને એ પણ સમજમાં આવે છે કે અલ્લાહના આદેશો પર અમલ કરવો માનવીઓ માટે શકય છે.
વર્તમાન સમયની બલિહારી આ છે કે કાનૂન બનાવનાર મંડળો, પાર્લામેન્ટો, ગૃહો, બેન્ચો, અને અન્ય બધા.... કાનૂન બનાવી પોતે તેનો અમલી નમૂનો રજૂ નથી કરી શકતા, માટે લોકોના મનમાં એ કાનૂનનું મહત્વ બેસતું નથી, તેઓ જુએ છે કે કાનૂન બનાવાના સ્વંય એના ઉપર અમલ નથી કરતો એનો મતલબ એ છે કે આ કાયદો કંઇ અમારા ભલા માટે નહી, બલકે કાયદો બનાવનારે એના સ્વાર્થ માટે જ બનાવ્યો છે.

I want to see or read the bukhari shareef hadish in gujarati. please help me.
ReplyDeleteMy e-mail address is
km6dotcom@rediffmail.com