Sunday, September 10, 2006

રાષ્‍ટ્રગીત અને રાષ્‍ટ્રપ્રેમ બન્‍ને જુદી બાબતો છે.

રાષ્‍ટ્રગીત અને રાષ્‍ટ્રપ્રેમ બન્‍ને જુદી બાબતો છે.
માદરે વતન એટલે વતન રૂપી માતા. ધરતીના ખોળે રમતો માણસ એટલે જાણે માતાના ખોળામાં રમતું બાળક. એટલે જ ફારસીમાં માદરે વતન, ગુજરાતીમાં ધરતીમાતા, અને અરબીમાં પણ મોટા શહેરને કે કેન્‍દ્રને ‘‘ ઉમ્‍મ ‘‘ (માતા) કહે છે. આ આધારે વતનની માટીને , દેશની ધરતીને એટલો જ પ્રેમ કરવો જોઇએ, જેટલો જનેતાથી. અરબીમાં ‘‘ હુબ્‍બુલ વતનિ મિન લ ઇમાન ‘‘ નો મતલબ જ એ છે કે વતનથી પ્રેમ એ મુસલમાનના ઇસ્‍લામનો એક ભાગ છે.
પયગંબર મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ જયારે તેમનું વતન મક્કા છોડી મદીના હિજરત કરી રહયા હતા, ત્‍યારે મક્કાથી બહાર નીકળી અફસોસ સહિત જે ઉદગારો તેમના મુખેથી નીકળ્યા તે આ હતા, હે મક્કા તારો વિરહ મને કદાપિ સ્‍વીકાર્ય ન હોત, જો તારા રહેવાસીઓ મારી સાથે અપમાનજનક વર્તાવ ન કરતા હોત.
પયગંબર મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમના અનુયાયીઓ અન દેશપ્રેમને ધર્મનો જ અંશ માનનારા મુસલમાનોને જો કોઇ એમ કહે કે તમારામાં દેશ પ્રેમ નથી તો સો વારના પ્રયાસો પછી પણ તેના કથનને તે પૂરવાર ન કરી શકે.
અત્રે યાદ રાખવું ઘટે કે દેશપ્રેમ કે રાષ્‍ટ્રપ્રેમ એ કોઇ કપડાંનો યુનિફોર્મ નથી, યુનિવર્સિટીની ડીગ્રી નથી, કોઇ પરવાનો કે લાયસન્‍સ નથી કે તમે એ ધારણ કરી લો, ખભે લગાવી દો, ગળે લટકાવી દો કે દીવારે કોતરાવી નાંખો એટલે પત્‍યું. પ્રેમ તો દિલમાં હોય છે, અને જાહેર રૂપે એના વ્‍યકત થવાના અનેક સાધનો છે. દેશપ્રેમના ગીતો ગાવા પણ એક સાધન છે. પણ જો કોઇ માણસ દેશપ્રેમના બદલે ભગવાનના ભજનને દેશપ્રેમમાં ખપાવવા માંડે તો પછી એ ભજન તો પૂજારીએ જ ગાવું રહ્યું.
આવું જ કંઇક ‘ વંદે માતરમ ‘ ગીત બાબતે છે. એમાં દશેની અને વતનની ધરતી પ્રત્‍યે પ્રેમ વ્‍યકત કરવામાં આવ્‍યો છે, એ બરાબર. પણ એમાં એથી આગળ વધીને ધરતીને માતા કે દેવી ગણી એની વંદના-ઇબાદત કરવાનો એકરાર છે. માટે આ ગીત રાષ્‍ટ્રપ્રેમનું ન હોય રાષ્‍ટ્રપૂજનનું છે, હિંદુઓ ચાહે તો ધરતીમાતાનું અલગ મંદિર બનાવી એમાં ધરતીના ગોળાને દેવી રૂપે સ્‍થાપી વંદે માતરમનું ભજન ગાય, પણ અલ્‍લાહ સિવાય અન્‍ય કોઇને પણ નહીં પૂજનાર મુસલમાનોથી આવી માંગણી ન કરી શકાય.
એમ જોવા જઇએ તો આ ગીત બાબતે અનેક સળગતા પ્રશ્નો છે,
વંદે માતરમ ગીતની કેટલી પંકતિઓ રાષ્‍ટ્રગીત તરીકે સ્‍વીકારાયેલ છે ?
શું કાનૂની રીતે રાષ્‍ટ્રગીત ગાવું ફરજિયાત છે ?
રાષ્‍ટ્રગીત ગાનાર રાષ્‍ટ્રપ્રેમી છે જ અને નહીં ગાનાર રાષ્‍ટ્રવિરોધી જ છે, એ કેટલો પ્રમાણિત નિર્ણય છે ?
લોકો જાણે જ છે કે પહેલાં ફિલમના આરંભે અને અંતમાં વંદે માતરમ વગાતું હતું, પણ કોઇ ઉભું થતું ન હતું એટલે કોર્ટે બંધ કરાવ્‍યું ! આજે પણ સંસદમાં આરંભે અને અંતે આ ીત ગવાય છે, પણ એનાથી જે રાષ્‍ટ્રપ્રેમનો જુસ્‍સો ઉભરાય છે તેનાથી સંસદનું કીંમતી ફર્નિચર રોજ તૂટે છે. અધિકારીઓ, સાહેબો, વેપારીઓ વારે – તહેવારે આ ગીત ગાય છે, અને પછી ખુરશી પર બેસી ભ્રષ્‍ટાચાર કરે છે. રાજકરણીઓ આ ગીત બાબતે જુસ્‍સાદાર નિવેદનો કરે છે, પછી નાગરિકોની લાશો પર ગીધોની મિઝબાની ઉડાવે છે.
મુળ વાત એ છે કે પૂર્વાગ્રહથી ભરેલ, ગંદુ માનસ ધરાવતા અમુક વિશેષ તત્‍વો ફકત અને ફકત મુસલમાનોના વિરોધ ખાતર આ મુદ્દાને ચગાવે છે. આજકાલ આ મુદ્દો ગરમ છે એટલે લેખકોને પણ ટોપિ‍ક મળી ગયો છે, અનેક નામી અનામી મુસલમાન નેતાઓના નામ લઇ એમની સાથે વંદેમાતરમનું ગાન જોડી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. મોલાના આઝાદ , હસરત મોહાની કે અન્‍ય જે કોઇ હોય, એ બધા કંઇ મુસલમાનોના ધાર્મિક ગુરૂઓ નથી, રાજકીય નેતાઓ છે, તેઓ વંદે માતરમને આપત્તિજનક ન સમજતા હોય તો એ એમનો મત છે, અન્‍ય મુસલમાનો એનાથી સંમત હોત તો આજ સુધી એનો વિરોધ બાકી ન રહેત. મોલાના આઝાદનું નામ લેનારા કેમ ભૂલી જાય છે કે એમણે તો ભાગલાનો પણ વિરોધ કર્યો હતો, ગાંધીજી અને સરદાર શા માટે માની ગયા ? ભારતના માથે કેટલું દેવું છે ? એ કોના તાગડધિન્‍ના કરવાથી ચડયું છે ? હે રાષ્‍ટ્રપ્રેમીઓ એનો ઉકેલ લાવો, પરિષદ અને સંઘ એની સંપત્તિ દેશને બખ્‍શી દે . પ્રજાનો કરોડોનો ટેકસ કયાં જાય છે ? કંપનીઓનો અરબોનો નફો કયા માલેતુજારો સમેટી જાય છે? સરકારી ગ્રાન્‍ટો, ફંડો, અને લોનો કોણ ઓહિયા કરી જાય છે ? મુસલમાનો જ કે પછી રાજકરણીઓ ? વંદેમાતરમ ગાનારા કે બીજા કોઇ ?
વિચારવા લાયક બાબત આ પણ છે કે દેશની એક ચતુર્થાંશ વસતીને જેના પ્રત્‍યે અણગમો છે તે ગીતને શા માટે આપણે રાષ્‍ટ્રગીતનો દરજો આપી રાખ્‍યો છે ? આતો એવું થયું કે રાષ્‍ટ્રપ્રેમ વ્‍યકત કરવાનું માધ્‍યમ જ રાષ્‍ટ્રવાસીઓના અણગમા અને જુથવાદ માટે કારણભૂત બની રહયું છે.
હિંદુ ધર્મમાં તો પતિ , આગ, નાગ, પથ્‍થર પાણી, ગાય અને ગરૂડ બધાં જ દેવ – દેવીઓ છે, રાષ્‍ટના આ બધા જ અવયવો પૂજવા-ભજવા પર કોઇ અન્‍ય ધર્મીને કેવી રીતે બાધ્‍ય કરી શકાય ?
ખૂબ ચગેલા પ્રકરણ વિશે ગત દિવસોમાં આ લેખ અનેક સમાચાર પત્રોમાં મોકલવામાં આવ્‍યો, પણ તોગડિયા કે સિંઘલની ધમકીઓ છાપતા આ સમાચાર પત્રોએ આ લેખ ન છાપ્‍યો !

16 comments:

  1. Anonymous7:32 PM

    અત્રે એ નોંધવું જરૂરી છે કે "વંદે માતરમ્" માં "વંદે" એટલે માતૃભૂમિની પૂજા કરવાનો હેતુ નથી, પરંતુ "વંદે" એટલે માતૃભૂમિને અહોભાવથી નમન કરવાનો હેતુ છે જેમાં કોઇ પણ ધર્મ અને સંપ્રદાયને લાગતું વળગતું નથી... "વંદે માતરમ" નું ગાન કરવું એ માત્ર એક ભારતીય તરીકે પોતાની માતૃભૂમિ પ્રત્યે અહોભાવ અને પ્રેમ દર્શાવવાની ક્રિયા છે. અને કેટલાક લોકો માટે આટલી સહજ વાતને પણ ધર્મ સાથે જોડી દઇ વિવાદ જગાડવાનું બહાનું શોધવું એ પણ કંઇ આજની કે કોઇ નવી વાત નથી. પેલી કહેવત છે ને કે "નાચવું નહિ ને આંગણું વાંકુ!" બસ કંઇક એના જેવી જ આઅ વાત છે!!!

    ReplyDelete
  2. Anonymous10:02 AM

    અમારે તૉ નાચવું નથી જ
    7 ઽેમબરના
    સાચારપત્રૉમાં
    જે
    અનુવાદ
    છપાયૉ
    છે
    વાંચી
    લૉ

    ReplyDelete
  3. Anonymous8:35 PM

    સુવાસ,

    જે લોકો રાષ્ટ્રપ્રેમી છે એમના માટે પ્રેમ દર્શાવવા માટે રાષ્ટ્રગીતની જરૂર જ નથી. એ લોકો કોઈપણ રીતે પ્રસિદ્ધીની ખેવના વગર એમનુ કાર્ય કરે જ છે. મોટા ભાગના સામાન્ય લોકોને કોમવાદમાં કોઈ રસ જ નથી. ફક્ત વિચારો કે સુંદર પરિવાર હોય, ખપ પૂરતી કમાણી હોય, સારો ધંધો અને સરસ મિત્રવર્તુળ હોય તો મોટા ભાગના માણસોને બીજી બધી બાબતોમાં રસ જ નથી. પરંતુ આપણા નેતાઓ ખાસ કાળજી રાખે છે કે આ પ્રકારની વ્યવસ્થા થાય જ નહિ અને ત્યારબાદ કંટાળેલા બેરોજગાર યુવાનોને ભડકાવીને તેઓ એમનુ કામ કઢાવી લે છે. લોકો ઘેટાના ટોળા જેવા છે તેઓને બહેકાવવા એટલે રમત વાત છે. તમે એક જાગૃત મુસલમાન છો અને ઈસ્લામની સાચી સમજણ ફેલાવો છો એ આનંદની વાત છે. તમારા સમાજમાં ફક્ત આધુનિક શિક્ષણની જરૂર છે ત્યારબાદ પરિસ્થિતિ આપમેળે થાળે પડશે. જો કે ઘણીવાર શિક્ષિત લોકો પણ પોતાના સ્વાર્થ માટે કેવો અયોગ્ય પ્રચાર કરે છે એ જોવુ હોય તો પ્રો. બંદૂકવાલાનો નેટૅ બ્લોગ જરૂરથી જોજો. આવા મુસલમાનો અને નકામા હિન્દુઓથી તમને અને મને અલ્લાહ અને ભગવાન બચાવે.


    એક સાચો અને રાષ્ટ્રભક્ત હિન્દુ

    ReplyDelete
  4. Anonymous3:52 PM

    રહેવુ હિન્દુસ્તાનમા, પ્રેમ પાકિસ્તાનનો,
    આવુ હવે નહિ ચાલે.

    if you want to live in India,
    You will have to sing this song.

    ReplyDelete
  5. Anonymous3:52 PM

    રહેવુ હિન્દુસ્તાનમા, પ્રેમ પાકિસ્તાનનો,
    આવુ હવે નહિ ચાલે.

    if you want to live in India,
    You will have to sing this song.

    ReplyDelete
  6. Anonymous7:27 AM

    આમાં પાકિસ્‍તાન પ્રેમ કયાંથી ?
    શું ભારતપ્રેમનો મતલબ એ છે કે દરેક તેનો ધર્મ છોડી હિન્‍દુ બની જાય ?
    વંદે માતરમ સંપૂર્ણ હિન્‍દુ ધામિર્કમાન્‍યતાઓથી ભરેલ ગીત છે.
    મુસલમાનોના વિરોધીઓને તો જાણે આ એક બહાનું મળી ગયું છે, પેલા શિયાળની જેમ, જેણે મરઘાને ખાવા એના પર ધોંધાટનો આરોપ મૂકયો અને સફાચટ કરી ગયું,

    ReplyDelete
  7. Anonymous7:57 PM

    Are Yaar... Vande Matram e koi Bhakti geet nathi... aato Bharat Mata means Mother ni vandana karavanu geet chhe.. Pujan ane vandan ma fer chhe... aa aakhu geet Gujarati ane beeji bhashana akhabaro ma pan URDu ma chhapayu hatu.... Aa Geet ma koi j bhakti ni bhavana nathi ane je shabdo hata te to nikali ne aa aakhu rashtra geet banavyu chhe... aa gavathi koi beeja dev ke devi ni pooja nathi thati...


    pahela barabar geet ne samajo ane pachhi prashno uthavo.. azadi ni ladat ma badha j aa geet gata hata ane ek sutra rupe bolta hata...

    "" VANDE MATRAM ""


    BHARAT MATA KI JAI.

    ReplyDelete
  8. Anonymous12:52 PM

    vahala bhai

    vivado ma ne vivadoma aapne ghanu gumavi chukya chhiye. vivado ne badle samvado karine have je baki rahyu chhe teno aannd laiye.

    hu ek sacho manas banu to allah pan raji ane bhagvan pan raji. taklif hamesh tya pade chhe ke aapne aapno kako j sacho maniye chhiye ane etle aapne baki bada khota lage chhe. jo hindu, muslim na drastikon thi juve ane muslim hindu na drasti kon thi juve to koi samsya ubhi thayj nahi.

    dost mane lage chhe ke aa badha prasno ke vivado lagni na chhe j nahi pan akankar na j chhe

    ReplyDelete
  9. Anonymous12:43 PM

    wahala hindustani muslimo ane hinduo...bhaio...tame banne kom na loko khara arth ma bhai bano...koi vaar sutra bolay chee "hindu-muslim bhai-bhai) pan khara arth ma to banne kom ek bijani hi hi mathi uncha nathi aavta, badha dharmo na sikshan na dakhla no jawab chhe PREM-MANAVTA, but tame loko dakhlo ganva maj uncha nathi aavva na, pela gora(angrejo) loko aapna desh par raj kari ne gaya, je khare khar nafrat ne patra chhe, e loko no jetlo virodh nathi karta aapne etlo aapne hindu ane muslim no kariye chhiye, aa jangaliyat muki do...sahabuddin rathod ek saru vakya hasta hasta bole chhe, HE GANDA MANVI TARE KOI PUJA-PUNYA-IBADAT KARVANI JARUR NATHI, TU MATRA BIJA MANSO NE NAD NAI, BIJA MATE AVRODH NA BAN, JO AATLU SIKHI JAIS TO TANE MOX MALVANI SHAKYATA VADHI JASE" to he mara wahala indian hindu-muslimo tame ek bija ne nadvanu band karo...ane chelle vandemataram ni vaat to bhuli j gayo, darek manas potani mummy ne alag alag rite prem kare chhe...sikshit gharna balako potani mummy ne dar roj "ilove u mo" kahe chhe, jyare arthik-saikshanik rite nicha star nna balko eni mummy ne keta j nathi ke ma hu tane prem karu chhu, pan prem na darshavnar balak jyare mummy bimar hoy ke koi taklif ma hoy to potano jiv pan aapi shake che mummy mate...
    have mara bhai o tamej kaho ke su potano prem na darshavnar garib balak eni mummy ne love nai karto hoy...jarur karto hpy pan eni prem darshavava ni rit alag chhe...aavi ritej VANDE MATRAM ganara sacha rastra premi che ane na ganara khota chhe em kevi rite kahi shakay...koi pan prem ni koi ek rit na hoy ...badha alag alag rite prem darshave chhe, jene sacho prem hoy ne rastra pratye ....e jaher maj kem gaay chhe vandemataram? jao koi nirjan tapu par jao...ekla ekla beso ane rastra ne sacha dil thi vandan karo...
    kem jaher sthalo ane sanskrutik samaroh maj vandematram gao chho? ekla ekla gao, ghar ma saware uthine gao, ratre suti vakhte gao, bhojan karta pehla gaao...karo aavu rastra bhakto...aavu karva thi j koi rastra bhakta na thai jaay...khara time par rastra ne wahare aave ej sacho dharti putra...aapna desh na ghana dikrao ane maa o roj ratre garibi ma bhukha sui jaay chhe, aa loko ne jaine khavdavo ane dharti ma na putro ane mao ne bachao, aaj rastra bahakti che, hu bau vadhare lakhi rahyo chhu, hu ek designer chhu ane kalakar chhu etle dil ubhrai jaay chhe...ek vinanti chhe darek thi ke plzzzzzzzzzz aavi rite vivao thi kai faydo nai thay...bhai bano, BHAI(gunda) na bano

    jai hind

    imran shaikh

    ReplyDelete
  10. Anonymous11:42 AM

    what is the hadish/hadidh say about RASTRA PREM ?
    please clarify ? (Mare a janvu chhe ke rashtra prem (Islam na man-nara hadish/hadidh per iman rakhe chhe)vishe Pegambar saheb shu kahe chhe ?

    ReplyDelete
  11. Anonymous11:44 AM

    what is the hadish/hadidh say about RASTRA PREM ?
    please clarify ? (Mare a janvu chhe ke rashtra prem (Islam na man-nara hadish/hadidh per iman rakhe chhe)vishe Pegambar saheb shu kahe chhe ?

    my e-mail addresse is km6dotcom@rediffmail.com

    ReplyDelete
  12. please koi mane kahe ke vande matram no matlab ? what is meaning of vande matram?

    ReplyDelete
  13. Suvas felavo. Controversies to badhej rahevani. Manav bano. Political loko badhi vato chagavshe pan tame tamaru dhyan sara manav banavva mate aapo. Tamare Islam ma je saru chhe teno prachar karvo joiye. Do not be reactive to every little news printed in media. if you do that you will always try to defend your views. YOu will have to employ lot more people to review all the anti-Islam news and keep defending it. There is no end to fight. When it comes to "Rashtrageet" or Rashtrabhavna, there is no hindu, muslim. We all have to be there to defend it. If you will start finding objections in words of a rashtrageet based on your religious beliefs, I think you may have to create a different country where you can freely excercise your religious views. I believe we should have only one law in India but we do have Muslim Personal Law why ? There should be single Law governing the society living in one country. But forget all these things and let's spread good things from Islam. We would like to learn more about Kuran and Islam from "Suvas". We do not want to debate about religious rights. All we should know that we are lucky that we are human and we have human rights to live on this beautyful earth. and let's live with peace and harmony. I would love to read Suvas everyday if I learn one new thing about Islam everyday rather than reading about who said what and how is it against Islam. Man is product of his environment but God also gave him Brain to think and will to change and he can change the environment for good of society. Religions give guidelines but not rules. Do you consider yourself son of holy allah or god ? How do you behave with your son ? with rules described in some book ? or with love? So, Human love is the ultimate thing. Love thy neighbour says that love the person inside you. He is your first neighbour and same person(spirit) is in others so try not to encourage any debates in Suvas. There are many good things we would like to see from Suva. Good Luck..

    ReplyDelete
  14. aa topo sudharvano nathi..... champak controvercy felave rakhe chhe.... dofa aaj sudhi bas hindu muslim siva kasi progressive vato ma dahpan karyu chhe tue....

    ReplyDelete
  15. મારી નમ્ર વિનંતી છે કે ....સુવાસ
    ==================================
    મુસ્લિમ અને બિન મુસ્લિમને જોડે તેવી ચર્ચા અને મુદ્દાઓ લાવે અને તટસ્થ રીતે તેનું નુંરુપણ કે મુલ્યાંકન કરે.

    વંદે માતરમ વિષે ખાસ ઉલ્લેખ(પ્રમાણભૂત સ્ત્રોત સાથે)

    વંદે એ સંસ્કૃત શબ્દ છે જેનો સૌથી પ્રમાણિત અર્થ શબ્દકોશ અનુસાર respect to someone to whom one feels indebted અર્થાત સાદર આભાર વ્યક્ત કરવાની વાત છે.

    Source:
    http://en.wikipedia.org/wiki/Vande_mataram
    http://en.wikipedia.org/wiki/Homage



    મારી નમ્ર વિનંતી છે કે ....સુવાસ ગૈર મુસ્લિમ
    ==================================
    મુસ્લિમ ભારતીયોને વધુ દેશભાવ સાથે જુઓ.

    ભારતીય મુસ્લિમ નો પાકિસ્તાનને જવાબ:
    http://www.youtube.com/watch?v=ZO1sUdAdlNI&feature=related

    નોધ:આ સિવાય વંદે નો સૌથી પ્રમાણિત અર્થ સૌથી પ્રમાણિત સંસ્કૃત શબ્દકોશ માંથી શોધીને "આપ કી અદાલત" ના એપિસોડ મા બતાવ્યો હતો જેની લીંક હાલ મા ઉપલબ્ધ નથી.

    ReplyDelete
  16. "રાષ્‍ટ્રગીત અને રાષ્‍ટ્રપ્રેમ બન્‍ને જુદી બાબતો છે."??

    Its fundamental duty (Source: Indian Constitution)
    (a) To abide by the Constitution and respect its ideals and institutions, the National Flag and the National Anthem.


    Vande mataram is part of indian national symbol.
    (Source : http://india.gov.in/knowindia/national_symbols.php)

    ReplyDelete