(1) નમાઝ વેળા માણસનું પૂરું શરીર કિબ્લા તરફ હોય એ આવશ્યક છે. પગોના પંજા અને આંગળીઓ પણ કિબ્લા તરફ હોય.
(2) હવે નિય્યત કરે.
નિય્યત દિલમાં કરવાની હોય છે. મોઢેથી બોલવું જરૂરી નથી, નમાઝ વેળા એટલું વિચારે કે હું ફલાણી (ફજર કે ઝોહર....) નમાઝ પઢું છું, તો આ નિય્યત થઇ ગઇ. નમાઝ ફરજ કે સુન્નત કે વાજિબ હોય તો એ પ્રમાણે નિય્યત કરે.
(3) હવે તકબીરે તહરીમા ( અલ્લાહુ અકબર ) કહેવાની સાથે હાથ કાનો સુધી ઉઠાવે. હથેળી કિબ્લા તરફ હોય, હાથ એટલા ઉંચા કરે કે અંગુઠા કાનો સુધી આવી જાય.
(4) ત્યાર પછી હાથ નીચે લાવી ડૂંટી નીચે બાંધી દે. જેની રીત આ છે કે જમણા હાથના અંગૂઠો અને છેલ્લી આંગળી એના વચ્ચે ડાબા હાથને પકડે અને વચ્ચેની ત્રણેવ આંગળીઓ ડાબા હાથની કાંડા પર મૂકી દે.
હવે બિલ્કુલ સીધા ઊભા રહે, આમ ઊભા રહેવાને ‘કિયામ‘ કહે છે. આ દરમિયાન આંખો સજદહની જગા સમક્ષ ઢાળેલી રાખવામાં આવે. બંધ ન કરવામાં આવે. અને બને ત્યાં સુધી હલન ચલન વગર શાંત ઊભા રહેવું આવશ્યક છે. યાદ રાખો તમે સર્વશક્તિમાન અલ્લાહ તઆલાના દરબારમાં ઊભા છો, અને તેના સમક્ષ ઊભા રહેવા માટે સંપૂર્ણ રીતે અદબ અને સ્વસ્થતા હોવી જરૂરી છે, કિયામમાં સૌપ્રથમ ‘ષના‘ દુઆ પઢે. ત્યાર પછી સૂરએ ફાતિહા ( અલ્હમ્દુલિલ્લાહિ... ) અને પછી કોઇ અન્ય સુરત અથવા કુર્આન શરીફની કોઇ પણ ત્રણ આયતો પઢે..
(5) કિયામ પછી હવે રુકૂઅ ..
કમરે થી વાંકા વળી
પીઠ બિલ્કૂલ સીધી,
આંખો અને મોઢું નીચું,
પગ ટટ્ટાર રાખી હાથના પંજા વડે ઘુંટણોને પકડી
અલ્લાહ સામે ઝૂકવાને રુકૂઅ કહે છે.

પ્રિય મિત્ર,
ReplyDeleteઆપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે ઉમેરવા વિનંતી છે:
શબ્દો છે શ્વાસ મારાં
www.vmtailor.com
વિવેક
Thanks bhai
ReplyDelete