મુસ્લિમ પર્સનલ લો અને સમાન સિવિલ કોડ
આપણે સહુ જાણીએ
છીએ કે સદીઓ સુધી ભારત ઉપર મુસલમાન બાદશાહોનું શાસન રહયું છે. આ બાદશાહો પોતે
મુસલમાન હોવા છતાં પ્રજાલક્ષી બાબતોમાં સાચા અર્થમાં સેકયુલર હતા,
એટલે એમણે ભારતના દરેક ધર્મના લોકોને એમના ધર્મ પ્રમાણે
અનુરસણ અને આચરણની છુટ આપી હતી. મુસ્લિમ શાસકો પછી અંગ્રેજોનું શાસન આવ્યું. ર૦૦
વરસના અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં જે પરિવર્તનો આવ્યા, અને અંગ્રેજોએ જે પ્રમાણે ભારતને આથિર્ક,
સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે બરબાદ કયુઁ,
એના મુકાબલામાં મુસલમાન બાદશાહોના ૭૦૦ વરસના શાસનને મૂકીને
જોવામાં આવે તો સમજમાં આવી જશે કે ભારતીય પ્રજા માટે મુસલમાન બાદશાહો મુસ્લિમ હોવા
છતાં કેટલા ઉદાર હતા.
અંગ્રેજોએ સત્તા
ઉપર કબજો કર્યો તો સુશાસનના નામે ધીરે ધીરે પોતાના કાયદાઓ થોપવા માંડયા. પણ આ બધું
એકદમ શકય ન હતું, એટલે શાસન અને
સરકારના કાયદાઓ (CRIMINAL CODE) છોડીને સામાજિક
વહેવારોના કાયદાઓમાં મુસલમાનો તેમજ હિંદુઓ વગેરેને બાકાત રાખ્યા. એટલે કે કૌટુંબિક
અને સામાજિક વહેવારોને લગતા મુસ્લિમ કાયદાઓ (CIVIL
CODE) બહાલ રાખ્યા અને કોટુંબિક બાબતોને લગતા મુસલમાનોના કેસોના
નિકાલ માટે અંગ્રેજો તરફથી કાઝી નિયુકત કરવામાં આવ્યા. હિંદુઓ માટે અલાયદી
વ્યવસ્થા કરવામાં આવી. અલબત્ત અંગ્રેજો તરફથી ધીરે ધીરે કાઝી અને એના તાબા હેઠળ
આવતી બાબતોને સિમિત કરવાનું ષડયંત્ર ચાલતું રહયું. બીÒ તરફ મુસલમાનો પણ કમથી કમ પોતાના સામાજિક,
કૌટુંબિક અને ધાર્મિક ઓળખને લગતી બાબતોને સાચવી રાખવા અને
કાયદા - કાનૂનમાં એનું સ્થાન બનાવી રાખવા પ્રયત્નો કરતા રહેતા હતા. છેલ્લે ૧૯૩૭ ઈ.
માં શરીઅત એકટ પાસ કરવામાં
આવ્યો. જે અનુસાર વારસા – વહેંચણી, નિકાહ, તલાક, ખુલઅ,
મહેર, અમાનત, અવકાફ, બખ્શીશ, વસીય્યત, કોઈને દત્તક લેવા... જેવી બાબતોમાં મુસલમાનોના કેસો ઇસ્લામી
શરીઅત મુજબ જ હલ કરવાનો કાયદો બનાવવામાં આવ્યો.
ભારતના આઝાદ થયા
પછી (CRIMINAL CODE) તો બધા જ ભારતીયો
માટે સમાન રાખવામાં આવ્યો. એમાં મુસલમાનો ઉપર પણ આ કાયદો સમાન રીતે લાગુ પડે છે.
અલબત્ત કૌટુંબિક બાબતોમાં એ જ શરીઅત એકટ લગભગ બંધારણમાં દ્વારા ભારતીય મુસલમાનો
માટે બહાલ રાખવા આવ્યો. અલબત્ત એક બાબત રહી ગઈ. અવી કોઈ કલમ કે કાયદો ઉમેરવામાં ન
આવ્યો કે ઉપરોકત બાબતોને લગતો બે મુસલમાન પક્ષોનો કેસ આવે તો જજ સાહેબે મુસ્લિમ
પર્સનલ લો મુજબ જ ફેસલો આપવાનો રહેશે. એટલે આ જ સુધી કોર્ટ કાર્યવાહીમાં જજ સાહેબો
એમની મરÒ
મુજબ મુસલમાનોની કૌટુંબિક બાબતોને લગતો કેસ હોય તો પણ
અને ભારતીય કાયદાઓમાં એને લગતા મુસ્લિમ લોને સ્થાન હોવા
છતાં સામાન્ય નિયમો
મુજબ કાર્યવાહી ચલાવે છે અને ફેસલા કરે છે.
અફસોસ સાથે
કહેવું પડે છે કે અમને યાદ નથી કે આઝાદી પછીથી આજ સુધી આ બાબતે કોઈ મુસ્લિમ સંસ્થા
અથવા વ્યકિતએ માંગણી કરી હોય કે જજ સાહેબોને બાધ્ય કરવા માટે કોઈ ઠરાવ પાસ કરવામાં
આવે. સ્પષ્ટ છે કે આવા કોઈ કાયદા કે બંધન વગર બંધારણ દ્વારા મુસ્લિમ પર્સનલ લોને
જે સ્થાન આપવામાં આવ્યું છે, એનો કોઈ ફાયદો થવાનો નથી. જયારે જયારે સમાન સિવિલ કોડનો હાઉ
ઉભો કરવામાં આવે છે ત્યારે આપણે એને બચાવવાના નામે લાખો ઉધમ પછાડા કરીએ છીએ,
પણ કરવાનું આ મહત્વનું કામ આપણે કરતા નથી. અલ્લાહ તઆલા મુસ્લિમ
નેતાગીરીને સાચી સમજ આપે.
આઝાદી પછી જયારે
બંધારણની રચના અને સંપાદન થઈ રહયું હતું ત્યારે બંધારણના શરૂમાં બંધારણના રચિયતાઓએ
અમુક માર્ગદર્શન સિદ્ઘાંતો પણ લખ્યા છે. જેમાં શિક્ષણ, રોજગાર, સલામતી, ધાર્મિક સ્વતંત્રતા, વગેરેના બુનિયાદી અધિકારો લોકોને આપવા માટે સરકારોને અનુરોધ
કરવામાં આવ્યો છે. શિક્ષણ, રોજગાર, સ્વાસ્થય સેવાઓ, દારૂબંધી જેવી ઘણી બાબતો સઘળા નાગરિકો સુધી પહોંચતી ન હતી,
અને એકદમ બધાને આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી સરકારો માટે શકય ન
હતી એટલે કહેવામાં આવ્યું કે સરકારો આ માટે પ્રયાસો કરશે. આ બધામાં એક બાબત સમાન
કાયદાની એટલે કોમન સિવિલ કોડ માટે પ્રયાસ કરવાનું પણ સરકારોને સુચવવામાં આવ્યું.
માર્ગદર્શન સિદ્ઘાંતની આ કલમ જયારે બંધારણ સભામાં ચર્ચામાં આવી તો બંધારણ સભામાં
દેશ અને મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતા શ્રી મુહમ્મદ ઇસ્માઈલ,
શ્રી નઝીરુદ્દીન અહમદ, શ્રી મહેબૂબ અલી, શ્રી બી. પોકર બહાદુર વગેરે એના ઉપર વાંધો ઉઠાવ્યો,
એટલા માટે કે આ સમાન સિવિલ કોડની કલમ ૪૪,
ધાર્મિક સ્વતંત્રતાની કલમ સાથે ટકરાય છે. એટલે કાં તો એમાં
સંશોધન કરવામાં આવે અથવા ખતમ કરવામાં આવે. અલબત્ત ડો. ભીમરાવ આંબેડકરે આશ્વાસન
આપ્યું કે કોઈના ઉપર સમાન સિવિલ કોડ થોપવામાં આવશે નહી, જે લોકો સ્વેચ્છાએ એને અનુસરશે એમને જ લાગુ પડશે. ઘણી બધી ચર્ચાઓ
અને આશ્વાસનોના અંતે આ કલમ સ્વીકારી લેવામાં આવી. પણ .. બંધારણના માર્ગદર્શન
સિદ્ઘાંતોની અન્ય કલમો કરતાં આજે આ કલમ ઉપર જ બધું ધ્યાન આપીને મુસલમાનોને
રંજાડવાના પ્રયત્નો કરવામાં આવે છે.
બીજી મહત્વની બાબત આ છે કે બંધારણમાં અુમક બાબતોને બુનિયાદી
અધિકારો તરીકે પણ ગણાવવામાં આવ્યા છે. એટલે કે કોઈ પણ સ્થિતિમાં આ બુનિયાદી
અધિકારો ભારતમાં વસતા નાગરિકને પ્રાપ્ત રહેશે. અને આ બુનિયાદી અધિકારોને ખતમ કરતો
હોય અથવા સિમિત કરતો હોય એવો કોઈ પણ કાયદો અમલપાત્ર ન રહેશે. આ બુનિયાદી
અધિકારોમાં ધાર્મિક સ્વતંત્રતા અને ધર્મ ઉપર અમલ કરવાની અને એનો પ્રસાર કરવાની આઝાદી પણ
શામેલ છે. એટલે ખરી રીતે જોઈએ તો માર્ગદર્શન સિદ્ઘાંતોની આ બાબત બુનિયાદી
અધિકારોની કલમ સાથે સીધી રીતે ટકરાય છે.
અમારી માંગણી છે
કે માર્ગદર્શન સિદ્ઘાંતોને એના સ્થાને રાખવામાં આવે, એમાં સમાનતા, શિક્ષણ, રોજગાર, સ્વાસ્થય સેવાઓ, વગેરે જે બાબતો સમાન રીતે દરેક નાગરિકને લાગુ પડે છે,
એને લાગુ કરવામાં જ સાચો યુનિફોર્મ અને સમાનતા છે. સમાન સિવિલ કોડના નામે સરકાર અને જયુડીશરી
પોતે જ અમુક તમુક કાયદાઓ અને સિદ્ઘાંતોમાં વાડાબંધી અને ભેદભાવ કરતી હોય તો એને
સામાન્ય લોકો માટે કોઈ સમાન કાયદાની વકાલત કરવાનો શો અધિકાર ?