Friday, October 15, 2010

માલ ખર્ચ કરો, ઈબાદતનો સવાબ મેળવો

હઝરત શાહ અબ્‍દુલ અઝીઝ રહ. ફરમાવે છે કે માલ ખર્ચ કરવો સાત રીતે ઇબાદત છે,
(૧) ઝકાત, ઉશ્‍ર અદા કરવાં.
(ર) સદકએ ફિત્ર.
(૩) નફિલ ખયરાત, મહેમાની, હદીયો, કરજદારોની મદદ કરવી.
(૪)વફક, મસ્જિદો - મુસાફરખાના, પ્‍ુલ બનાવવા વગેરે.
(પ) હજ્જ, ફરજ કે નફિલ અદા કરવી, કોઇ બીજાની હજમાં સવારી અથવા ખાધા ખોરાકીથી મદદ કરવી.
(૬) જિહાદમાં ખર્ચ કરવો,
(૭) જેમનું ભરણ પોષણ આપણા જિમ્‍મે છે, તે પુરું કરવું.

Wednesday, October 06, 2010

''તુલસીદાસે કેમ ન લખ્યું કે રામમંદીર તૂટ્યું?’’: જસ્ટિસ ખાન - observations of justice khan - www.divyabhaskar.co.in

''તુલસીદાસે કેમ ન લખ્યું કે રામમંદીર તૂટ્યું?’’: જસ્ટિસ ખાન
Source: Agency, Lucknow | Last Updated 5:15 PM [IST](04/10/2010)

અયોધ્યામાં વિવાદાસ્પદ જમીનના માલિકી હક્ક અંગે અલ્લાહબાદ હાઈકોર્ટની ત્રણ જ્જોની બેન્ચ ચૂકાદો આપ્યો છે. ત્રણેય જ્જોએ તેમના ચૂકાદા અલગ-અલગ નોંધ્યા છે. ત્યારે સમય સાથે તેમના ચૂકાદાઓનું વિશ્લેષણ થઈ રહ્યું છે. જેમાં જસ્ટિસ ખાન કેટલીક અગત્યની બાબતો ઉપર સવાલ ઉઠાવ્યા છે.



પોતાના ચૂકાદામાં જસ્ટિસ ખાને નોંધ્યું હતુંકે, તુલસીદાસ મુઘલ બાદશાહ અકબરના સમકાલિન હતા. આ સમયગાળા દરમિયાન તેમણે વિખ્યાત પુસ્તક 'રામચરિત માનસ' લખ્યું હતું. જો, રામજન્મભૂમિને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી, તો તુલસીદાસે તેમના પુસ્તકમાં મંદિર તૂટવાનો ઉલ્લેખ કેમ નથી કર્યો ?



પોતાની દલીલમાં હિન્દુ પક્ષના વકીલોએ એવી શક્યતા વ્યક્ત કરી હતીકે, ''સંભવતઃ મુઘલ બાદશાહ અક્બરને આ તથ્ય રૂચે નહીં તે માટે તેમણે આ તથ્ય નહીં નોધ્યું હોય '' જોકે, જસ્ટિસ ખાને નોંધ્યું છેકે, ''રામ ચરિત માનસ લખવા માટે તુલસીદાસ બધું ભૂલી ગયા, તેમના પત્નીથી અલગ થઈ ગયા, ત્યારે આવી મહાન ક્ષમતા ધરાવતો કવિ, અક્બરથી ગભરાઈ જાય તે માન્યામાં આવે તેવું નથી. "



જસ્ટિસ ખાનના મતે, "રૂપક એક સબળ શસ્ત્ર હોય છે. જેનો ઉપયોગ કરીને, કવિ પોતાની વાત કરી શકે છે. કવિતાએ કલ્પનાની ઉડ્ડાણ છે અને તેને કોઈ બંદિશ ન હોય શકે. ધન અને ભય એ કલ્પનાની ઉડ્ડાણને રોકતા તત્વો છે. ધનિક અથવા ભયભીત માણસ સારી કવિતાનું સર્જન કરી શકે નહીં."