Thursday, April 03, 2008

Fitna the Movie: Geert Wilders' film about the Quran

Fitna the Movie: Geert Wilders' film about the Quran
ડેન્‍માર્ક ના એક યહૂદી સાંસદે હાલમાં જ ‘ફિત્‍ના‘ નામી ફિલ્‍મ બહાર પાડી છે.
તેના કહેવા પ્રમાણે કુર્આન આંતકવાદ અને લડાઇની તાલીમ આપી છે,
ફિલ્‍મ બનાવનારે લડાઇ – જેહાદ વિશે કુર્આનની અમુક આયતો ટાંકીને કુર્આનને આંતકની જનેતા અને મુળ દર્શાવવાનો ભુંડો પ્રયાસ કર્યો છે.
કુર્આનનો મુળ પયગામ શાંતિ છે, સલામતી છે.
માનવઅધિકાર અને માનવીય સન્‍માન એનું કેન્‍દ્રબિંદુ છે.
માનવીને તેના પરવરદિગાર-પાલનહાર, સર્જક અને અન્‍નદાતા એટલે કે અલ્‍લાહ તઆલાથી જોડી એને ખુદાના રસ્‍તે ચલાવવો કુર્આનનો મુખ્‍ય ઉદ્દેશ છે.
રહી વાત એમાં શત્રુઓને મારવાની,
તો શત્રુઓને નહિ મારવા અને એમને પાળીને વધુ ખુંખાર બનાવવાની કોણ મુરખ તાલીમ આપે છે ?
વિશ્વના સઘળા દેશો શા માટે સૈન્‍ય અને શસ્‍ત્ર સંરજામ રાખે છે ?
આજની તારીખે કોઇ પુછે કે શત્રુઓ સાથે સૌથી વધુ ક્રુર વર્તાવ કોણ કરે છે ? તો જવાબ મળશે યહૂદીઓ !
કેમ ?

પેલેસ્‍ટાઇન વાસીઓ તેમની ભુમિ માટે, તેમના અધિકારો માટે આક્રમણકારી, અને ઝમીન પચાવી પાડનાર યહૂદીઓ સામે વિરોધ કરે છે તો એમને અત્‍યંત ક્રુર રીતે રહેંસી નાખવામાં આવે છે.
તેઓ પેલેસ્‍ટાઇનના મઝલૂમો સાથે જે અમાનવયી વર્તન કરે છે તેનો કોઇ પણ રીતે યોગ્‍ય ન કહી શકાય, એ સરાસર અન્‍યાય અને સિતમ છે.
તાજુબની વાત એ છે કે આ જ ઈઝરાયેલના યહૂદીઓ આજે મુસલમાનોને આંતકવાદી કહે છે .
જયારે કે વાસ્‍તવિકતા એ છે કે દુનિયામાં સૌથી વધુ મઝલૂમ કોમ આજે મુસલમાનો છે.

દિલોમાં કાળાશ ભરીને જીવતા લોકો
ચોક વચાળે ચીતરીને રંગોળી બેઠા
આવા જ એક યહૂદીએ ફિત્‍ના નામી ફિલમ બનાવી છે.
અમને ઘણી જ ખુશી છે કે આજના સંદેશમાં , અર્ધસા૫તાહિક પૂર્તિ માં રાજીવ પટેલ દ્વારા આ હિચકારા અને ભુંડા પ્રયત્‍નનો ઘણી જ સુંદર,હકારાત્‍મક રીતે જવાબ આપવામાં આવ્‍યો છે.
આજના સુવાસમાં આ લેખ આપની સામે પ્રસ્‍તૃત છે.

સંદેશ, તા. ૨ – ૪ – ર૦૦૮
અર્ધ સા૫તાહિક પૂર્ત‍િ

રાજીવ પટેલ - ‘તાજા કલમ’
ગીતા - હિંદુસ્તાનનું કુરાન
કુરાન - અરબસ્તાનની ગીતાહમણાં મોડાસા જવાનું થયું. સાબરકાંઠા જિલ્લાની લઘુમતી શાળાઓનું સંમેલન હતું. લઘુમતી એટલે મુસ્લિમ. મુસ્લિમ શાળાઓમાં શિક્ષણની સુવિધા વધે તો સમગ્ર મુસ્લિમ સમાજની સ્થિતિ સુધરે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી, વાલી ભાઈ-બહેનો મખદૂમ એજ્યુકેશન સોસાયટીના સંકુલમાં હાજર. કાર્યક્રમ પૂર્વે અમારાથી શિક્ષણ સંકુલના સંચાલકોને પુછાઈ ગયું : ‘મખદૂમ (મખ્દૂમ) એટલે ?’ કેટલાકે કાને હાથ દીધા. કોઈકે કહ્યું મખદૂમ બાબાના નામ પરથી સંસ્થાનું નામ પડયું. બાત કુછ હજમ નહીં હુઈ. ઘરે જઈ ઉર્દૂ સાહિત્ય અકાદમીની ડિક્શનરીમાંથી અર્થ જાણી લેવાનું વિચાર્યું ત્યાં એક ઉત્સાહી જણે એ શોધી કાઢી મખ્દૂમનો અર્થ લખીને લાવ્યા. “સ્વામી, પ્રતિષ્ઠિત વ્યક્તિ, માન્ય, પૂજ્ય, જેની સેવા કરી શકાય. કાર્યક્રમમાં પવિત્ર કુરાનની આયતોનું પઠન થયું. વિધિવત્ શ્રદ્ધાભાવથી અદબ જાળવી. સમજાયું કશું જ નહીં. જો કે પ્રમુખ આફતાબ દુર્રાની અને મંત્રી રહીમભાઈ થકી એનો અર્થ સમજવાનું શક્ય બન્યુ ક્યારેક વેદોનો મંત્રોચ્ચાર થતો હોય તો પણ અર્થ સમજવાનું સામાન્ય માનવી માટે સરળ હોતું નથી, એવું જ કાંઈક પવિત્ર કુરાનની અરબી ભાષામાં પ્રગટતી આયતોનું લાગે છે. વિચારપ્રક્રિયા ચાલતી રહી. સમસ્યા બધાની છે. સંસ્કૃતના શ્લોક કે મંત્રો સમજ્યા વિના જ માત્ર શ્રદ્ધાભાવથી કાને પડતા રહે અને સારું લાગે એવું જ કાંઈક કુરાનની આયતો કાને પડે અને સારું અનુભવાય. સ્થાનિક ભાષામાં એનો તરજૂમો થાય અને રજૂ થાય તો પ્રત્યેક વ્યક્તિને એ સરળતાથી સમજાય. થોડા વખત પહેલાં જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના મુહમ્મદ જમાલ પટીવાલા ‘દિવ્ય કુઆર્ન’નો મૌલાના સૈયદ અબુલઆ’લા મૌહૂદીનો ગુજરાતી અનુવાદ આપવા આવ્યા ત્યારે સાથે ‘પવિત્ર કુઆર્ન સૌના માટે’ નામક શીર્ષકવાળી પુસ્તિકા પણ આપી ગયા હતા. અરબી-ફારસીનો અભ્યાસ નહીં ધરાવતા સામાન્ય ગુજરાતી મુસ્લિમ પરિવારની પ્રત્યેક વ્યક્તિને સરળ ભાષામાં પોતાના ધર્મગ્રંથનો બોધ મળી રહે એ સારું લાગે. બિન-મુસ્લિમોને પણ પવિત્ર કુરાનનો ઉપદેશ શું છે એ સરળ ભાષામાં સમજાય તો ઘણી ગેરસમજો દૂર થાય.
આચાર્ય વિનોબા લિખિત ‘કુરાનસાર’ પર આછેરી નજર કરનારને પંડિત સુંદરલાલના ‘ગીતા અને કુરાન’ પુસ્તકને માથે ખૂબુલ્લાહ શાહ કલંદરની પંક્તિઓ હૃદયસ્પર્શી લાગ્યા વિના રહે નહીં. એના શબ્દો કાંઈક આવા છે : “સત્ય આ છે કે એક જ બ્રહ્મનાદ સકળ બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે. ગીતા હિંદુસ્તાનનું કુરાન છે અને કુરાન અરબસ્તાનની ગીતા છે.” સમજણના સેતુ રચાય નહીં ત્યાં જ સંઘર્ષ અને ગેરસમજના ટકરાવ સર્જાય છે. પવિત્ર ભગવદ્ગીતાના સંસ્કૃતના શ્લોકોનો ઉપદેશ સરળ કરીને સમજાવાય, ગુજરાતીમાં ઉતારાય તો એને કર્મકાંડની જેમ ગોખીને પાઠ કરવાને બદલે સમજદારીથી એની ફિલસૂફીનો અનુભવ કરાય. ગાંધીજીના સહ કાર્યકર કિશોરલાલ મશરૃવાળાએ તો ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ ગુજરાતીમાં કર્યો અને એ પ્રકાશિત પણ થયો છે. ગીતાના શ્લોકને જે રીતે સંસ્કૃતના ગેય-ઢાળમાં ગાઈ શકીએ એ જ રીતે ગુજરાતીમાં ગાઈને રજૂ કરીએ ત્યારે એ સૌ કોઈને સમજાય છે. સમશ્લોકી ગીતાની જેમ કુરાનનો પણ સમશ્લોકી કે સમઆયતી અનુવાદ ગુજરાતીમાં થયો છે કે કેમ એની અમે પૃચ્છા કરવા માંડી. મોટા ભાગનાએ નન્નો ભણ્યો. પવિત્ર કુઆર્નની ગુજરાતી ભાષામાં સમજણ આપવાનો ઉપક્રમ જમાઅતે ઇસ્લામી હિંદ થકી હાથ ધરાયો છે. એ આવકાર્ય જ નહીં, એની ભાષા પણ સરળ ગુજરાતી છે. પ્રત્યેક ગુજરાતીને એ સરળતાથી સમજાય એવી છે. ગોધરાના દારુલ કલૂમ જામિઅહ રહાનિય્યહ અરબિય્યહ ઇસ્લામિય્યહના ઇકબાલ હુસૈન બોકડાએ ‘ભારતીય મુસલમાન : એક ઐતિહાસિક અભ્યાસ’ના મૂળ લેખક હઝરત મૌલાના અબુલ હસન અલીમિયાં નદવી (રહ.)નો સુંદર અનુવાદ ગુજરાતીમાં આપ્યો છે. ઇકબાલ હુસૈનને અમે કુઆર્નના સમશ્લોકી ગુજરાતી અનુવાદની પૃચ્છા કરી. એ કહે : ‘ગુજરાતી ભાષામાં પવિત્ર કુરાનના અનુવાદ થયા છે, પણ સમશ્લોકી ગુજરાતી અનુવાદ થયાનું જાણમાં નથી.’ મુસ્લિમ વિદ્વાનોની બેઠકમાં આ વિચાર મૂકવાની એમણે ઉત્સાહભેર તૈયારી દર્શાવી. કામ ખાસ્સું વિકટ હોવા છતાં રાજ્યના લાખ્ખો ગુજરાતી મુસ્લિમો ઉપરાંત બિનમુસ્લિમ ગુજરાતીઓને માટે કુરાનને સમજવા માટેનો એ સારો માર્ગ છે.
ફરી વિનોબાનું સ્મરણ થવું સહજ છે. એમના શબ્દો ‘કુરાનસાર’ના પુનર્મુદ્રણ વખતે ટાંકવામાં આવ્યા છે : “લોકોનાં દિલ નથી બગડયાં, દિમાગમાં થોડી ખરાબી આવી છે. એકમેકના ધર્મગ્રંથો વાંચવાથી, એકબીજાના ધર્મનો સાર જાણવાથી દિમાગ સુધરશે. ‘કુરાનસાર’ હિંદુઓ પાસે પહોંચવું જોઈએ અને ‘ગીતા પ્રવચનો’ મુસ્લિમો પાસે. એનાથી દિલ સંધાશે.” કોમી રમખાણો વિશે ચિંતિત સમાજના લોકો માટે વિનોબાએ નક્કર જડીબુટ્ટી સૂચવી છે. હિંદુ હોય કે મુસ્લિમ, ખ્રિસ્તી હોય કે શીખ, બૌદ્ધ હોય કે જૈન, વિનોબાએ ડંકાની ચોટ પર કહ્યું છે કે, ઝઘડો બે ધર્મો વચ્ચે નથી થતો, ઝઘડો બે અધર્મો વચ્ચે જ થાય છે અને એટલે જ વિનોબા કહે છે : “ગર્વથી કહું છું, હું હિંદુ છું, મુસલમાન છું, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ, જૈન છું.” મુંબઈના ડો. ઝાકીર નાઈક થકી ઇસ્લામ અને હિંદુત્વના ધર્મગ્રંથોનો તુલનાત્મક અભ્યાસ રજૂ થતો સાંભળીને હરખ થાય છે.
પંડિત સુખલાલજી લિખિત ‘ગીતા અને કુરાન’ના ગોકુળભાઈ ભટ્ટે કરેલા અનુવાદમાં ‘દુનિયાના સર્વધર્મો એક છે’ એ દર્શાવવાનો પ્રયાસ કરતાં ગીતા અને કુરાનનો તુલનાત્મક અભ્યાસ પણ રજૂ કરાયો છે.
જે રીતે ગીતામાં અર્જુનનું હૃદય પોતાના સંબંધીઓને યુદ્ધમાં ઊભેલા જોઈને દ્રવી ગયું હતું અને અર્જુને એક વાર લડવાની ના પાડી હતી એ જ પ્રમાણે કુરાનમાં લડાઈની સંમતિ મળી ગયા પછી પણ કેટલાક મુસલમાનો લડાઈથી અલગ રહેવા ઇચ્છતા હતા. ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ દીધો હતો : “તારા હૃદયની આ દુર્બળતા છોડીને ઊભો થા તથા યુદ્ધ કર. આ દુર્બળતા તને શોભતી નથી.” (૨-૩). ઉપર પ્રમાણે જ કુરાનમાં મુસલમાનોની કમજોરી તથા સંકોચને જોઈને આદેશ આપવામાં આવ્યો હતો. જેમ શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યા હતા : ‘જો તું લડાઈમાં માર્યો જઈશ તો સ્વર્ગને પામશે ને જો તું યુદ્ધ જીતશે તો પૃથ્વીનું રાજ ભોગવશે.’ (૨-૩૭). તે જ પ્રમાણે મુસલમાનોને કુરાનમાં કહેવામાં આવ્યું : “જે ઈશ્વરને રસ્તે લડતાં લડતાં મરી જાય તે જીતે, તેને અલ્લાહ બહુ મોટો બદલો આપશે.” (નેસાય, ૭૪). ગીતામાં ધર્મ અને ન્યાય માટે લડાઈને ‘ધર્મયુદ્ધ’ કહેવામાં આવ્યું છે. કુરાનમાં ધર્મરક્ષણાર્થે અને ન્યાય માટેના યુદ્ધને ‘કે’તાલ ફી સબીલલ્લાહ’ અથવા ‘અલ્લાહને રસ્તે લડવું’ એમ કહેવાયું છે.
ગીતામાં પોતાની ઇન્દ્રિયોને વશ કરવા માટે ઠેરઠેર ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. ગીતા કહે છે : ‘તેની મતિ શુદ્ધ અથવા સ્થિર રહી શકે છે જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવ્યો છે.’ (૨, ૬૧). કુરાનમાં કહેવાયું છે : ‘અલ્લાહ ઇચ્છે છે કે, તમારા ઉપર દયા કરે, પરંતુ જેઓ વાસનાઓની પાછળ પડયા છે તેઓ ઇચ્છે છે કે, તમે પ્રભુમાર્ગથી ઊલટે રસ્તે ભમતા થાઓ.’ (નસાય-૨૭).
‘જે વાસનામાં રચ્યોપચ્યો રહેતો હોય તેના કરતાં વધારે ભૂલેલો ભટકેલો માણસ બીજો કોણ હોઈ શકે ?’ (કેસસ-૫૦)
ગીતામાં લખવામાં આવ્યું છે કે :
‘નરકનાં ત્રણ દ્વાર છે- કામ, ક્રોધ અને લોભ. આ ત્રણેથી બચવું જોઈએ. આ ત્રણે આત્માનો નાશ કરનારા છે.’ (૧૬-૨૧). કુરાનમાં ઇચ્છા અથવા વાસના માટે કેટલેક ઠેકાણે ‘હવા’ શબ્દ વપરાયો છે અને તેથી બચવાનું વારંવાર કહેવાયું છે. કુરાનમાં ‘હાવિયા’ એ એક નરકનું નામ છે (અલકારિયા-૯). ‘આ તે માણસોનું ઠેકાણું જણાય છે જેનું ભલાઈનું પલ્લું હલકું અને બૂરાઈનું ભારે હોય છે.’ (અલકારિયા).
પવિત્ર ગીતા અને પવિત્ર કુરાનનો તુલનાત્મક અભ્યાસ કરનારને બંને ધર્મગ્રંથોમાં ઘણું બધું સામ્ય વર્તાશે. વિરોધાભાસો તો માત્ર અણસમજને પ્રતાપે કે પછી રાજકીય લાભ ખાટવાના બદઇરાદાથી પ્રેરાઈને પેદા કરવામાં આવે છે. એટલે જ સમજદારીના સેતુ મજબૂત કરવાની અનિવાર્યતા છે