Thursday, August 10, 2006
સુરતને સહાય.
સુરત, ઇન્ડીયામાં ભયંકર પુરના કારણે ભારે તબાહી છે, લાખો લોકો બે ઘર અને બે સહારા બની ગયા છે, સામાન, ઘરવખરી, દુકાન, કામ ધંધો ; બધું જ ખતમ, હજુ તો સુરત-રાંદેરમાં પાણી છે, આજે ઉતરી રહયાં છે, અને હવે ખરી પરેશાનીનો સમય છે, નિસહાય લોકોને સહાય પહોંચાડવા માટેની એક તાકીદની મીટીંગ આજે અત્ર જંબુસરમાં જામિઅહ ઉલુમુલ કુરઆનમાં મળી રહી છે. જો કોઇ ભાઇ મદદ મોકલવા ચાહે તો સંસ્થાના ફોન નંબર ઉપર સંપર્ક કરે. 91 2644 220786 fax 91 2644 222677 ......
Tuesday, August 08, 2006
નમાઝની રીત - ૨
નમાઝની રીત - ૨
રૂકુઅમાંથી સીધા ઉભા થઇ સજદહમાં જવાનું હોય છે,
સજદહ એટલે અલ્લાહ સમક્ષ માથું જમીન પર ટેકવી અલ્લાહ સામે તેની મોટાઇ અને આપણી તુચ્છતા-અલ્પતાનો એકરાર કરવો.
સજદહમાં દુઆ પઢવાની હોય છે, ‘ સુબ્હાન રબ્બિયલ અઅલા ‘ પવિત્ર છે, સૌથી મહાન પરવરદિગાર . રુકૂઅમાંથી સીધા જ કે વાંકા વાંકા સજદહમાં જવું ખોટી રીત છે,
સજદહમાં જવાની સહીહ રીત સજદહમાં જવાની ખોટી રીત.
સજદહમાં જઇ પીઠ થોડી એટલી લાંબી કરો, કે સીધી થઇ જાય, માથાની બન્ને બાજુ કાનોની નીચે આવે એવી રીતે હાથ મૂકો.
પાછળ પગોના પંજા ઉભા અને આંગળીઓ જમીન પર લાગેલી રહે, અધ્ધર ન રહે, એ યાદ રાખો.
સજદહની સહીહ રીત
ખોટી રીત. સજદહ પછી આવે છે, ‘ કાએદહ ‘
કાએદહ એટલે બેસવું, અલ્લાહ સામે જ બેઠા હોઇએ એ ધ્યાનમાં રાખી અદબથી બેસવું જરૂરી છે, એટલે કે હાથ સીધા પગ ઉપર ગુંથણ પાસે મુકો, આંખો ખોળામાં ઢાળેલી રાખો. અને પાછળ ડાબા પગનો પજો આડો પાડી એના પર બેસો. અને જમણા પગનો પંજો ઉભો રાખો.
કાએદહમાં બેસવાની સહીહ રીત.
ખોટી રીત

Subscribe to:
Posts (Atom)