Saturday, February 15, 2014

િફકહ, ઇસ્લામનો એક બુનિયાદી સ્થંભ

શરીઅતની પરિભાષામાં 'ફિકહ' કુર્આન અને હદીસ દ્વારા સમજવામાં આવેલ આદેશોને કહેવામાં આવે છે. મુજતહિદ (કુર્આન - હદીસને સહીહ રીતે સમજીને તેના થકી અલ્લાહના આદેશો સમજનાર અને સ્પષ્ટ કરનાર વિદ્વાન ઉલમાએ કિરામ) સામાન્ય માનવીની સહૂલત ખાતર આ મહત્વનું કામ અંજામ આપે છે.
કુર્આન અને હદીસને તેના સહીહ અર્થ - મતલબ અને સ્પષ્ટીકરણ સાથે સમજવું અને ખુદાઈ આદેશોની સહીહ વ્યાખ્યા, હેસિયત નકકી કરવી દરેક માનવીના બસની વાત નથી, એ સ્પષ્ટ છે. માટે કુર્આન - હદીસના  વિદ્વાનો આ માટે તેમનાથી બનતા સઘળા પ્રયત્નો કરીને ખુદાના આદેશોને સમજવાનો પ્રયત્ન કરે છે અને પછી લોકોને સમજાવે છે. ખુદા - રસૂલના આવા આદેશોનું નામ જ ' ફિકહ' છે.
બીજા શબ્દોમાં કહીએ તો, અલ્લાહ તઆલા અને રસૂલે ખુદા દ્વારા બતાવવામાં આવેલ ઇસ્લામી કાનૂનો, કાયદાઓ અને નિયમોનું નામ ફિકહ છે, નમાઝ, રોઝહ, ઝકાત, હજ, વેપાર, વ્યાજ, ભાડા, ભાગીદારી, ખેતીવાડી, ઉધાર, બક્ષિાસ, વસીય્યત, વારસાવહેંચણી, નિકાહ, તલાક, ભરણપોષણ વગેરેના મસ્અલાઓ, નિયમો, તરીકાઓ અને કાયદાઓને જ ફિકહ કહેવામાં આવે છે.
જીવનને લગતી દરેક નાની - મોટી બાબતોનો હુકમ, (સમયાંતરે બદલાતી પરિસ્થિતિ અને સંજોગો અનુસાર પૂરી ચોખવટ અને સ્પષ્ટતા સહિત) કુર્આન હદીસમાં ન હોય એ સ્વભાવિક છે. કુર્આન - હદીસમાં માનવીય જીવન માટે મહત્વના સિદ્ઘાંતો અને બુનિયાદી આદેશો બતાવી દેવામાં આવ્યા છે, પછી એ આધારે માણસે દરેક બાબતને સમજવાની અને કરવાની હોય છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સમયકાળમાં સહાબા (રદી.) સીધા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને દરેક વાત પૂછી લેતા હતા. ત્યાર બાદ સહાબા (રદી.) સમક્ષા જયારે કોઈ નવી ઘટના ઘટતી અને તેનો હુકમ સમજમાં ન આવતો તો સહાબા (રદી.) ભેગા મળી તે બાબતે ચચર્ા - વિચારણા કરતા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તરબિયત હેઠળ તેમણે મેળવેલી કેળવણી અને ઇસ્લામી સમજ પ્રમાણે તેનો ઉકેલ લાવતા.
આ જ કારણે કુર્આન અને હદીસના સમજવા અને તેનો મતલબ - અર્થ, વિવરણ અને હુકમ સમજવામાં પાછળના કોઈ માણસના અભિપ્રાય કરતાં, એ બાબતે સહાબા (રદી.)ના મંતવ્યો અને ફેસલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે, કારણ કે એમણે કુર્આન, હદીસ તેમજ ઇસ્લામના સ્વભાવ - અભિગમ અને દષ્િટકોણની સમજ નબવી માર્ગદર્શન હેઠળ મેળવી છે.
દૈનિક જીવનમાં ઘટતી અનેક બાબતો - પરિસ્િથતિઓ બાબત શરીઅતના હુકમો (જાઇઝ - નાજાઇઝ, હલાલ - હરામ, ફરજ - વાજિબ - મુસ્તહબ વગેરેની ચોખવટ સાથે) પહેલાં વ્યકિતગત રીતે સહાબા (રદી.), તાબેઈન અને ઉમ્મતના વિદ્વાનો દ્વારા લોકોને દશર્ાવવામાં આવતી હતી. સમય જતાં કુર્આન હદીસના નિષ્ણાંત ઉલમાએ કિરામે આવા આદેશોને સંપાદન કરવાનું શરૂ કયુઁ.
અત્યાર સુધીની પરિસ્થિતિ એ હતી કે માણસને કોઈ બાબત હુકમ પૂછવાની જરૂરત જણાતી તો કોઈ જાણકારથી પૂછી લેતો. ઘણા લોકોએ આવા મસ્અલાઓને પુસ્તકાકારે સંગ્રહ કરી લીધા. સાથે જ હવે વિદ્વાનોએ નકકી કયુઁ કે ઘટેલ એક ઘટનાના આધારે એવી અન્ય ઘટનાઓ, બાબતો, પ્રશ્નો અને પરિસ્િથતિઓ બાબત પણ કુર્આન - હદીસનો હુકમ પહેલેથી જ વિચારીને લખી લઈએ, જેથી એ વાતની અત્યારથી જ સ્પષ્ટતા થઈ જાય અને લોકોને સરળતા રહે.
ફિકહના નામે આજે આપણી પાસે શરીઅતના જે હુકમો અને માર્ગદર્શનો છે, તેની બુનિયાદ ઉપર જણાવ્યા મુજબ કુર્આન અને હદીસ જ છે, અલબત્ત એમાં એવા  હુકમો પણ છે, જે તર્ક-કયાસ અને માન્ય ઉલમાએ કિરામ - વિદ્વાનોની સહમતી (ઇજમાઅ)થી નકકી કરવામાં આવ્યા છે, આવા હુકમો નકકી કરતી વખતે પણ કુર્આન અને હદીસનો આધાર જરૂર લેવામાં આવે છે. અમુક લોકો કયાસ - ઇજમાઅ દ્વારા નકકી કરવામાં આવેલ હુકમોને 'મનમાની' અને 'કુર્આન - હદીસ વિરૂદ્ઘ'ના આદેશો કહે છે, એ દુરૂસ્ત નથી, જેમ કે જુગાર અને સટ્ટાની આજે પ્રચલિત રીતો તે સમયે ન હતી, એટલે એનો હરામ હોવાનો હુકમ કુર્આન હદીસમાં ન હોય, આ માટે જુગારની તે સમયની પ્રચલિત રીતોના હરામ હોવાને સામે રાખીને જ આજની પ્રચલિત રીતોમાં પણ તે હુકમ લગાવવામાં આવે છે, આવી જ પરિસ્થિતિ શરાબ- દારૂની પ્રચલિત બ્રાન્ડ અને પ્રકારોના હરામ હોવા બાબત પણ છે. વેપાર અને વ્યાજની નવી નવી સૂરતોના હરામ - હલાલ હોવા બાબત પણ ઉપરોકત નિયમો અનુસાર તર્કનો સહારો લઈને, નબવી ઝમાનાની પ્રચલિત રીતોને આધાર બનાવીને હુકમ લગાડવામાં આવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે શરીઅત - ઇસ્લામના આદેશોના કુલ મળીને ચાર બુનિયાદી સ્ત્રોત થાય છે,
(૧) કુર્આન.
(ર) હદીસ
(૩) ઈજમાઅ
(૪) કયાસ.
અને બધાને ભેગા કરીને, મુળ સ્ત્રોતને જોઈએ તો કહી શકાય કે બધું જ કુર્આન અને હદીસથી જ નીકળે છે, અને કુર્આન - હદીસ જ શરીઅત - ફિકહનો મુળ સ્ત્રોત છે.
---------------------