Wednesday, December 24, 2008

કન્‍યા કેળવણી અને ઇસ્‍લામ

કન્‍યા કેળવણી  અને ઇસ્‍લામ

        ઇસ્‍લામ ધર્મનો આધાર જ ઇલમ અને અમલ પર છે, અર્થાત ઇલ્‍મ પ્રાપ્‍ત કરો અને તે પ્રમાણે અમલ કરો. ઇસ્‍લામી માન્‍યતા અનુસાર અલ્‍લાહ તઆલાએ જયારે માનવ વિશ્વ સર્જવાનો નિર્ણય કર્યો તો પ્રથમ માનવી આદમ  અલૈ..નું સર્જન કર્યુ પછી અલલાહ તઆલાએ ફરિશ્‍તાઓ ઉપર માનવીની શ્રેષ્‍ઠતા બતાવવા માટે આદમ અલૈ.ને ઇલ્‍મ અને જ્ઞાન આપ્‍યુ.

આમ ઇલમથી સફર શરુ કરવાની માન્યતા ધરાવનાર ધર્મ કે એના અનુયાયીઓ ઇલમના વિરોધી હોય, અથવા સંકુચિત માનસ ધરાવતા હોય શકય નથી. ઇસ્‍લામી ઇતિહાસ જોતાં સ્‍પષ્‍ થાય છે કે. મુસલમાનોએ યથાશકિત ઇલ્‍ અને જ્ઞાનની સેવામાં કદી પાછું વળીને નથી જોયુ, કમનસીબે દુનિયા ઉપર બ્રિટન, ફ્રાન્‍ અને અન્‍ યુરોપીય સત્તાઓએ જયારે કબજો જમાવ્યો તો તેમણે તાબા હેઠળના દરેક દેશના જ્ઞાનના ગળે ટૂપો દઇ દીધો.

આજે જયારે કે ઇસ્લામી વિશ્વ આર્થિક રીતે કઇક સધ્ધર થયું છે, તો આપણે  જોઇએ છીએ કે જ્ઞાન અને ઇલ્મની સેવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહયા છે, ભારતની વાત કરીએ તો આઝાદી વખતે ભાગલાના ભાર વેઠીને બેવડ વળી ગયેલા અને એકલા પડી ગયેલા મુસલમાનોને જો ૫૦ વરસ સીધા થતાં લાગ્યા હોય એન આજે તેઓ જાગૃત થયા છે તો ઘણું વહેલું કહેવાય , આવી રીતે તુટયા પછી, અને હરિફાઇ નહી, અદેખાઇનો સામનો કરીને આટલા વહેલા ટટ્ટાર  થવા માટે મુસલમાનોનો હોસલો દાદ માંગી લે છે,

આપણે હવે કન્‍યા કેળવણીની વાત કરીએ.

શિક્ષણ અને ફેળવણી બાબત ઇસ્લામમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઇ ભેદભાવ રાખવામાં આવ્યો નથી.

કુર્આન અને હદીષમાં અલ્‍લાહ અને તેના રસુલ પયગમ્‍બર સાહેબના અદેશોમાં આવા તફાવતને કોઇ સ્‍થાન નથી.

ઉલટાનું સ્‍ત્રીઓને શિક્ષણ અને કેળવણી આપવા ઉપર ભાર મુકવામાં આવ્‍યો છે. એટલે જ ઇતિહાસ દ્વારા આપણને જાણવા મળે છે, કે મુસ્લિમ સ્‍ત્રીઓએ ઇલ્‍મ પ્રાપ્તિમાં કોઇ પાછીપાની નથી કરી.

પયગમ્‍બર સાહેબ અલૈ.નું ફરમાન છે કે જે કોઇ માણસની ત્રણ કે બે પુત્રી  હોય અને તે તેણીઓનું સારું ઘડતર કરે  અને તેઓના બાબત અલ્લાહ  તઆલાથી ડરતો રહે તો તેના માટે જન્નત છે.

         અન્‍ય એક કથનમાં પયગમ્‍બર સલ. ફરમાવે છે, કે જે કોઇ માણસની એક પુત્રી હોય, અને તે તેણીનું યોગ્‍ય ઘડતર કરે, સારા સંસ્‍કારો શીખવાડે, સારું શિક્ષણ આપે, અલ્‍લાહ તઆલાએ આપેલ  નેઅમતોથી એની પરવરિશ કરે, તો આ બેટી તેને જહન્‍નમ–નર્કથી બચવા માટે આડ બની જશે. 

            બુખારી શરીફમાં પયગમ્‍બર સલ.ના એક કથન- હદીષ નો ઉલ્‍લેખ છે તેમા તો માણસને તેની ગુલામડીઓ અને નોકરાણીઓને પણ શિક્ષણ આપ્‍વાનુ પરોત્‍સાહન  પવામા આવ્‍યુ છે.

        પયગમ્‍બર સલ. ના પવિત્ર  પત્નિ હઝરત આઇશા રદી. મદીનાની સ્‍ત્રીઓના વખાણ કરતા હતા, એટલા માટે કે મદીનાની સ્‍ત્રીઓ દીન શીખવા સદા તત્‍પર  રહેતી હતી, અને શર્મના કારણે પુરુષોથી પાછળ ન રહેતી હતી.

        પયગમ્‍બર સલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમ પણ સ્‍ત્રીઓના શિક્ષણ બાબત સદા તત્‍પર અને ઉત્‍સાહી રહેતા. સામાન્‍ય સજોગોમા અને અવસરો ઉપરાત એક નકકી દિવસ‍ વિશેષ રૂપે સ્‍ત્રીઓ માટે નકકી કર્યો હતો, જેમા તેણીઓને પયગમ્‍બર સાહેબ સલ. શિક્ષણ આપતા  અને ધર્મની વાતો શીખવાડતા.

        એટલે જ આપણે જોઇએ છીએ કે પયગમ્‍બર સાહેબ સલ.ના સમયકાળથી જ સ્‍ત્રીઓ ઇલ્‍મની દુનિયામાં તેમનું સ્‍થાન પાકું કરી લીધું હતું. આસલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમ ના સમયે મકકામા લખતા વાચનાર માણસોની સખ્‍યા ગણીને ૧૩ અથવા ૩૦ હતી, પરતુ આસલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમના પોત્‍સાહન અને તાકીદના કારણે થોડા જ સમયમા એટલા બધા મુસલમાનો લખતા વાચતા શીખી ગયા કે. અલ્‍લાહના અદેશો એટલે કે કુર્આન અને પયગમ્‍બર સાહેબના કથનો એટલે હદીષો તેઓ કાગળ, ચામડા કે અન્‍ય વસ્‍તુઓ ઉપર લખી લેતા હતા.

        પયગમ્‍બર સાહેબના પત્નિ હઝરત હફસા રદી. એ અન્‍ય એક સ્‍ત્રી પાસેથી લખતા વાંચતા શીખ્‍યું હતું, અન્‍ય એક પત્નિ હઝરત સફિય્‍યહ પકવાનમાં બે મિસાલ હતાં, ઇબ્‍ને મસ્‍ઉદના પત્નિ તેમની કારીગીરીથી પોતાનું અને ફુલ ટાઇમ શિક્ષણમાં વ્‍યસ્‍ત એમના પતિનુ પણ ભરણપોષણ કમાઇ લેતા. હઝરત આઇશા રદી. સારવાર અને ઇલાજમાં નિપુણ હતા, તેઓ પોતે કહે છે કે પયગમ્‍બર સાહેબ બિમાર પડતા તો અરબસ્‍તાનના મોટા મોટા તબીબો સારવાર માટે આવતા, અને તેણી તેઓના બતાવેલ નુસ્‍ખા યાદ કરી લેતાં. ઉમ્‍મે વરકહ અને અન્‍ય સ્‍ત્રીઓએ આખુ કુર્આન હિફઝ કરી લીધુ હતુ.

         બાદના સમયમા આ સિલસિલો ચાલુ જ રહયો, એક હઝાર વરસોની યાદી હમણા આપવી શકય પણ નથી, થોડા વરસો પૂર્વે મુંબઇમાં જેમનુ અવસાન થયુ એ જનાબ કાઝી  અત્‍હર મુબારકપુરી સાહેબે એક પુસ્તક લખ્‍યુ છે, ખવાતીને ઇસ્‍લામકી દીની ઇલ્‍મી ખીદમાત  તેમાં એમણે જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં નામના પેદા કરનાર હઝારો સ્‍ત્રીઓનો ઉલ્‍લેખ કર્યો છે, શકય હોય તો  દરેકે આ પુસ્‍તકનો અભ્‍યાસ  કરવો જોઇએ.

        આમ ઇસ્‍લામી તાલીમ અને આદર્શો અનુસાર સ્‍ત્રી  કેળવણી અને શિક્ષણ બાબતે કોઇ બાંધ નથી એટલુ જ નહિ , એ ધાર્મિક રીતે આવશ્‍યક , આવકાર્ય અને સરાહનીય કાર્ય છે એ સ્‍પષ્‍ટ છે.

        આનુ એક સ્‍પષ્‍ટ ઉદાહરણ આ પણ છે કે આજકાલ મુસલમાનો દ્વારા બાળકો માટેના મદરેસાઓ ચલાવવામાં આવે છે એ જ પમાણે  બાળકીઓ માટેના પણ  વિશેષ મદરસાઓ ચલાવવામા આવી રહયા છે. આ જ પરિસ્થિતિ  સ્‍કૂલો  અને અન્‍ય તાલીમી સસ્‍થાઓની છે.

         ત્રે  હું બે  ત્રણ સ્‍પષ્‍ટતાઓ કરવાનો મોહ પણ રોકી શકતો નથી.

(૧) જ્ઞાન-ઇલ્મનો  મુળ ઉદેશ  ઇસ્લામની નજરે જોબ, સર્વિસ, નોકરી ચાકરી નથી. તો જ્ઞાનનો અાશય પૈસા કમાવો કે રોજગાર મેળવવાનો છે, ઇલ્ અને જ્ઞાનની મહામૂલી દોલતને આવા નાનકડા મકસદ માટે પ્રાપ્ કરવું પુરુષ માટે પણ શોભનીય નથી, તો સ્ત્રી માટે તો કેમ કરી હોય શકે ? સ્ત્રીની આવી દરેક જરૂરતોનો ભાર ઇસ્લામ દ્વારા તેના પિતા ઉપર નાખ્યો છે માટે સર્વિસ, જોબ કે રોજગારની નિય્યતે ઇલ્ શીખવું કોઇ સરાહનીય કાર્ય કહેવાય.

 એટલે જ આ બાબતને ઇસ્‍લામની વિશિષ્‍ટતા કહી શકાય કે એણે સ્‍પષ્‍ટ રૂપે કહયું છે કે સ્‍ત્રીનું અસલ કાર્યક્ષેત્ર ઘર છે, તે ચિરાગે ખાના છે, શમ્‍એ મહેફિલ  નથી, જરુરત પમાણે ઘર બહાર નીકળવા, કમાવા અને કર્તવ્‍ય નિભાવ્‍વાની પણ છુટ  છે.

 બીજી વાત એ છે કે ફકત જોહેર જીવનમાં કાર્યરત સ્‍ત્રીઓને જોઇને પણ મુસ્લિમ સ્‍ત્રીના શિક્ષણ કે અભણતા  વિશે કોઇ મંતવ્‍ય બાંધવુ ખોટો આધાર કહેવાશે.

        અમને તો સમગ્મુસ્લિમ વસતી બાબતે શિક્ષ્‍િાત કે અશિક્ષ્‍િાત હોવાની જે ઓછી ટકાવારી દર્શાવવામા આવે છે એ બાબતે વાંધો છે એટલે કે શિક્ષ્‍િાત કે અશિક્ષ્‍િાત હોવાની ગણતરી માટેનો કોઇ નકકી માપદંડ  રાષ્‍ટીય સ્‍ત્‍રે જ નકકી નથી.

        આ એક બીજો વિષય છે હમણા એની ચર્ચા અસ્‍થાને છે

Tuesday, December 16, 2008

ઇસ્‍લામ અને નારી સન્‍માન

        ઇસ્‍લામ અને નારી સન્‍માન

સ્‍ત્રી અને પુરુષ  માનવીય સમાજના બે સરખા ભાગો છે, સમાજ માટે બન્‍નેવનું સમતોલ સ્‍થાન બતાવતાં અલ્‍લાહ તઆલા ફરમાવે છે ,

હે લોકો અમે તમને એક પુરુષ અને એક સ્‍ત્રીથી પેદા કર્યા છે.( કુર્આન ૪૯- ૧૩)

ઈસ્‍લામના આગમન પૂર્વે દરેક સમાજ અને કોમમાં સ્‍ત્રીના અસ્તિત્‍વને પાપ અને પતીતની માન્‍યતા આધારિત અપશુકન સમજવામાં આવતું હતું, ઘણા સમાજોમાં તો સ્‍ત્રીનું સ્‍થાન એવું હતું કે તેઓ સ્‍ત્રીને માનવી પણ સમજતા હતાં, કે કેમ એમાં પણ શંકા થઇ આવે છે.  તે એક જાનવરની જેમ પુરુષના ઘરમાં રાખવામાં આવતી, મુહમ્‍મદ પયગમ્‍બર સાહેબે સંદેશો સંભળાવ્‍યો કે

આસમાન અને જમીન બધું અલ્‍લાહનું જ છે, તે જે ઇચ્‍છે છે તે પેદા કરે છે, જેને ઇચ્‍છે છે તેને માદા (છોકરી) અને જેને ઇચ્‍છે છે તેને નર (છોકરો) આપે છે. (કુર્આન ૪૨-૪૯)

સ્‍ત્રી અને પુરુષના સમતોલ અસ્તિત્‍વના કારણે જ અલ્‍લાહ તઆલાએ એના આદેશોમાં બન્‍નેને સમાન અને સરખી હેસિયત આપી છે, કુર્આનમાં એક જગાએ છે

‘ હે નબી મુસલમાન પુરુષોને કહી દો કે, નજરો નીચી રાખે, અને. શર્મગાહ (શરીરના ગૃપ્‍ત ભાગો)ની રક્ષા કરે અને હે નબી મુસલમાન સ્‍ત્રીઓને પણ કહી દો કે નજરો નીચી રાખે અને શર્મગાહો(શરીરના ગૃપ્‍ત ભાગો)ની રક્ષા કરે.‘ (કુર્આનઃ ૩૦-૩૧)

કોઇ પણ સમાજની સુખાકારી અને પ્રગતિ માટે આવશ્‍યક હોય છે કે તેના દરેક અંગોને, વ્‍યકિતને સમતોલ અને યોગ્‍ય સ્‍થાન મળે. માટે આવશ્‍યક છે કે સ્‍ત્રીને પણ ઘરમાં સમાજમાં, ગામમાં અને દેશમાં યોગ્‍ય સ્‍થાન આપવામાં આવે, આ જ બાબત ઇસ્‍લામ અને કુર્આનની નજરે પણ આવશ્‍યક અને અનિવાર્ય છે.

કુર્આન શરીફમાં એટલે જ ‍સ્‍ત્રીઓ સાથે સદવર્તન કરવાની વિશેષ તાકીદ કરવામાં આવી છે (કુર્આનઃ૪-૧૮)

મકકાની ફતેહ વખતે નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ દ્વારા કરવામાં આવેલ મહત્‍વના નિવેદન –પ્રવચનમાં પણ લોકોને સ્‍ત્રીઓના અધિકાર અને સન્‍માન બાબત વિશેષ ધ્‍યાન રાખવાની તાકીદ કરવામાં આવી હતી

        નમુના રુપે અત્રે અમુક બાબતો રજૂ કરુ છુ, જેનાથી સ્‍પષ્‍ટ થાય છે કે ઇસ્‍લામમાં સ્‍ત્રીને એક નોખી, સ્‍વતંત્ર અને વિશેષ હેસિયત આપવામાં આવી છે.

        સ્‍વતંત્ર વ્‍યક્તિત્‍વ

ઇસ્‍લામે સ્‍ત્રીને એક નોખું અસ્તિત્‍વ અને તેના પતિથી અલગ મહત્‍વ આપ્‍યું છે, તેને માત્ર પતિની પૂંછડી નથી બનાવી કે પતિના અસ્તિત્‍વમાં તેનુ અસ્તિત્‍વ ખોવાય જાય. આ માટે તેણીને પણ તેના ધન-દોલતની માલિક સમજી તેમાં વહીવટ કરવાનો પૂરે પૂરો કાનૂની અને  ઇસ્‍લામી હક આપવામાં આવ્‍યો. (કુર્આનઃ નિશાઅ ૯૭)

        માનવીય સમાનતાઃ

માનવીય સમાનતાની દષ્ટિએ પણ પુરુષ અને સ્‍ત્રીમાં કોઇ ફરક નથી. અને આખિરતમાં પણ સવાબ - પુણ્‍યની દષ્ટિએ બેઉ સરખાં છે (નહલઃ ૯૭)

પતિની પસંદગીનો હકક

પુરુષની જેમ ‍સ્‍ત્રીને પણ તેના જીવનસાથીની પસંદગી બાબત સંપૂર્ણ અધિકાર આપીને એ માટે સ્‍ત્રીની મંજૂરીને આવશ્‍યક ઠરાવવામાં આવી છે, તેની મરજી વિરુદ્ધ કોઇને અધિકાર નથી કે તેના વૈવાહિક જીવન બાબત કોઇ પણ જાતનો ફેંસલો કરે.

વારસાઇ હક

એ જ પ્રમાણે પુરુષોની જેમ સ્‍ત્રીઓને પણ સગાઓ, એટલે કે માતા- પિતા અને ઔલાદ તરફથી વારસાઇમાં ભાગીદાર બનાવવામાં આવી છે.(સુરએ નિસાઅઃ ૭)

         આ અમુક તે બાબતો ગણાવી છે, જેના વિશે મુસલમાનો અને ગેરમુસ્લિમોમાં પણ ખોટી ગેરસમજ ફેલાયેલી છે, બાકી ઇસ્‍લામની દષ્ટિએ માનવસમાજના આ બન્‍ને પૈડાઓ વચ્‍ચે કોઇ ભેદભાવ નથી, હા જેમ બે પુરુષ વચ્‍ચે કે કોઇ સંઘ અથવા સંગઠનની જવાબદારીઓ બાબતે, તેના જિમ્‍મેદારોના અધિકારો અને જવાબદારીઓની વહેંચણી હોય છે, એ જ પ્રમાણે સંસાર, ઘરેલુ જીવન, બાળકોની કેળવણી, અને અન્‍ય બાબતો વિશે ઇસ્‍લામ દ્વારા પુરૂષ અને સ્‍ત્રી વચ્‍ચે સ્‍પષ્‍ટ જવાબદારીઓ અને અધિકારોની વહેંચણી કરી દેવામાં આવી છે. જેમ કે શારિરીક રીતે ગર્ભ ધારણ કરવાથી લઇને બાળકને જન્‍મ આપવાની  જવાબદારી કુદરતી રીતે જ સ્‍ત્રીને આપવામાં આવી છે.

આ જ પરિપેક્ષ્‍યમા જોઇએ તો સ્‍ત્રીને અનેક બાબતોમાં પુરુષથી ચઢિયાતા અધિકારો ઇસ્‍લામ  દ્વારા આપવામાં આવ્‍યા છે. જેમ કે

૦ પત્નિ અને ઔલાદની ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી ફરજિયાત રૂપે પતિ ઉપર નાંખવામાં આવી છે .(સુરએ  બકરહ  ૩૨)

૦ શાદી માટે સ્‍ત્રીને મહેરની હકદાર બનાવ્‍વામાં આવી છે, અર્થાત સ્‍ત્રી તેના અને તેના ખાનદાનના મોભા અને સ્‍થાન અનુસાર યોગ્‍ય રકમ શાદીના બદલા રૂપે શોહર પાસેથી લેવાની હકદાર છે. આ એવો હક  છે કે જો સ્‍ત્રી - પુરુષ તેમની સંમંતિથી છોડી દેવા માંગે તો પણ ચાલશે નહી, અફસોસ લોકોએ આજે અવળી રસમ અપનાવી છે, અને ઉલટાના છોકરા પક્ષવાળાઓ સ્‍ત્રીપક્ષ પાસેથી દહેજની માંગણી કરે છે.

સ્‍ત્રી અધિકારો માટે લખતા વિચારતા કે કાર્ય કરતા માણસો માટે આ મહત્‍વનો પોઇન્‍ટ છે, ઇસ્‍લામ શાદીના અવેજમાં સ્‍ત્રીને માલની અધિકારી અને હકદાર ગણે છે, નહિં કે પતિને.

૦ કુદરતી વ્‍યવસ્‍થાને આધિન અમુક કમઝોરીઓ કે પરિસ્થિતિઓના કારણે સ્‍ત્રી માટે ઇઝઝત અને આબરૂ એટલે કે શીયળતા મોટી પૂંજી ગણવામાં આવી છે આ બાબતે પુરુષોની મેલી મથરાવટીને સામે રાખીને સ્‍ત્રીને કલંકિત કરવાની કોશિશ અને તેના પર ખોટા આક્ષેપો મુકનાર માણસ માટે કુર્આનમાં સ્‍પષ્‍ટ સઝાઓ નકકી કરવામાં આવી છે.

આખા કુર્આનમાં ફકત ચાર સઝાઓ સ્‍પષ્‍ટ રૂપે નકકી દર્શાવવામાં આવી છે, એક ચોરીની, એક હત્‍યાની , એક વ્‍યાભિચારની અને એક સ્‍ત્રી ઉપર વ્‍યાભિચારના ખોટા આરોપની.

Saturday, December 13, 2008